જોક- ૬

     મુલ્લા નસરુદ્દીન ભારે નમ્ર છતાં કડક માસ્તર. એક પરીક્ષાખંડમાં સુપરવિઝન કરી રહ્યા હતા. મુલ્લા ઊંચા અવાજે બોલી ઊઠ્યા,  ‘પાછલી સીટ પર બેઠેલા વિદ્યાર્થી અંદરોઅંદર ચિઠ્ઠીની લેવડ-દેવડ બંધ કરી દે. આ પરીક્ષા છે, કંઈ તમાશો નથી.’

     એક વિદ્યાર્થીએ કહ્યું : ‘સર, આ ચિઠ્ઠીઓ નથી, પણ બાવન પત્તાં છે. અમે પત્તાં રમીએ છીએ.’

      મુલ્લાએ નમ્રતાપૂર્વક કહ્યું: ‘હું મારી ભૂલ માટે દિલગીર છું…’