બારણે પાછા જવા ઈ-વિદ્યાલયના લોગો પર ટકોરો!
નીચે જુઓ છો તે ચટપટી, રસીલી વાનગીઓનો સંગ્રહ માણવો છે? - આ રહ્યો.....
પાળતુ પ્રાણી પક્ષી જંગલી પ્રાણી જળચર પ્રાણી
બાળ સર્જન સદવિચાર Mechanisms

જોક
છાપામાં અપાતી જાહેરખબરના ભાવ પૂછવા મહેશે ફોન કર્યો અને પૂછ્યું - " જાહેરખબરનો ભાવ શું છે?" જવાબમાં જણાવાયું કે એક સેન્ટીમીટરના દસ રૂપિયા. આ સાંભળી મહેશે કહે, "મને ન પોસાય." એટલે સામેથી અવાજ આવ્યો - "કેમ?" ‘મારે તો મરણનોંધમાં જાહેરખબર આપવી છે. અને મરનાર પાંચ ફૂટ ચાર ઈંચનો છે."પાળતુ પ્રાણી










પક્ષી







જંગલી પ્રાણી











જળચર પ્રાણી





:max_bytes(150000):strip_icc()/atlantic-bottlenose-dolphin--jumping-high-during-a-dolphin-training-demonstration-154724035-59ce93949abed50011352530.jpg)




તમે આ શબ્દ જાણો છો?
રહી રહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
રથ હાંકનાર – સારથી
યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
બેચેની ભરી શાંતિ - સન્નાટો
બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
પ્રવાહની મધ્યધારા - મઝધાર
પાણીનો ધોધ - જલધોધ
નિયમમાં રાખનાર - નિયંતા
નાશ ન પામે એવું - અવિનાશી
ધનુષ્યની દોરી - પણછ
દોઢ માઇલ જેટલું અંતર - કોશ
દેવોની નગરી - અમરાપુરી
દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
દહીં વલોવવાથી નીકળતું માખણ – ગોરસ
ઝાડની છાલનું વસ્ત્ર – વલ્કલ
જોઇ ન શકાય તેવું – અદીઠ
જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું – અણમોલ
જીત સૂચવનારું ગીત – જયગીત
છોડી દેવા યોગ્ય – ત્યાજ્ય
ચૌદ પાતાળમાંનું પાંચમું પાતાળ – રસાતલ
ચંદ્ર જેવા મુખવાળી – શશીવદની
ઘી પીરસવા માટેનું વાસણ – વાઢી
ઘરનો સરસામાન – અસબાબ
ઘરની બાજુની દિવાલ – કરો
કરિયાણું વેચનાર વેપારી – મોદી
કમળની વેલ – મૃણાલિની
ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર – વજ્ર
અંગૂઠા પાસેની આંગળી – તર્જની
હળવાશથી ભાષા
સાલસાઈ સાચો શબ્દ છે - સાલસતા નહીં.
રસ્તે ચાલનાર કે વાટે જનાર વ્યક્તિ એટલે જ વટેમાર્ગુ.
આથી ‘રસ્તે ચાલનાર વટેમાર્ગુ’ કે ‘રસ્તે ચાલનાર રાહદારી’ જેવો શબ્દ પ્રયોગ ન કરાય.
લખતી/ વાંચતી વખતે ધ્યાન ન રાખવાથી ‘પડછાયા’ ક્યારેક ‘પછડાયા’ પણ છે !
પાવલાં = જૂતાં (પાવલી= પચીસ પૈસા માં મળતાં હતાં !)
વિશદ અને વિષદ – બે જુદા શબ્દ છે. વિશદ – વિવિધતા વાળું વિષદ – ઝેર આપનાર
અનૂદિત અને અનુવાદિત બન્ને શબ્દો સાચા છે.
‘ગુરુ’ માં બધું લઘુ જ હોય.
‘અમિત’ અને ‘અમીત’ના અર્થમાં ઘણો બહુ મોટો ફેર પડી જાય છે. અમિત = માપેલું ન હોય તેવું, અમાપ, અપાર અમીત = શત્રુ, ઈજા વગરનું.
તમે જેને ઓળખતા હો તેવા બેજવાબદાર માણસોની વિગત આપો. તમે જેને ઓળખતા હો તેવા બે જવાબદાર માણસોની વિગત આપો.
‘બરોબર’ અને ‘બરાબર’ બન્ને શબ્દો બરાબર છે!
જીવનમાં રુદન ઓછું કે નાનું કરવું. આથી રુદનમાં 'રુ' હ્રસ્વ કરવો.
જંગ સામાન્ય ન હોય, બરાબરીનો જ હોય.
કહેવત
અધૂરો ઘડો છલકાય ઘણો
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
ઊંટના અઢાર અંગ વાંકા
એક સાંધતા તેર તૂટે
કાગનું બેસવુ અને ડાળનું પડવું
કાશીમાં પણ કાગડા તો કાળા જ
કીડીને કણ ને હાથીને મણ
કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી ને વાંકી
કૂવામાં હોય તો હવાડામાં આવે
ક્યાં રાજા ભોજ? અને ક્યાં ગંગુ તેલી?
ખાડો ખોદે તે પડે
ખાલી ચણો વાગે ઘણો
ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
ગાંડાના ગામ ન હોય
ગાંડી સાસરે ન જાય અને ડાહીને શીખામણ આપે
ઘરકી મુરઘી દાલ બરાબર
ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો
ઘેર ઘેર માટીનાં ચૂલા
ચેતતો નર સદા સુખી
છાશ લેવા જવુ અને દોણી સંતાડવી.
જેને કોઇ ન પહોંચે, તેને તેનુ પેટ પહોંચે.
જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ
ઝાઝા હાથ રળિયામણા
ઝાઝી કીડીઓ સાપને તાણે
ટીપે ટીપે સરોવર ભરાય
ડુંગરા દૂરથી રળિયામણા
આંધળામાં કાણો રાજા
અણી ચૂક્યો સો વર્ષ જીવે
બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે.
ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ.
ગોળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો
એક મ્યાનમાં બે તલવાર ન રહે.
કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી.
એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં.
આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય.
આપણી તે લાપસી અને બીજાની તે કુસકી.
અણીનો ચૂક્યો સો વરસ જીવે.
અતિ લોભ તે પાપનું મૂળ.
અત્તરનાં છાંટણા જ હોય; અત્તરના કુંડા ન ભરાય.
અજાણ્યો અને આંધળો બેઉ સરખા.
અક્કલનો ઓથમીર. મંગાવી ભાજી - તો લાવ્યો કોથમીર.
અક્કરમીનો પડીઓ કાણો.
આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા.
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.
આંધળામાં કાણો રાજા.
અધૂરો ઘડો છલકાય ઘણો.
અણી ચૂક્યો સો વર્ષ જીવે.
ધાર્મિક પ્રતીક

શીખ

જૈન

બૌદ્ધ

યહુદી

ઈસ્લામ

ખિસ્તી

જરથોસ્તી (પારસી)

તાઓ (ચીન)

શિન્ટો( જાપાન)

કેમેટિઝમ( પ્રાચીન ઇજિપ્ત)

જાવાનીઝમ

હિન્દુ

બહાઈ
દૃષ્ટિભ્રમ














ખાટી મીઠી
માણસજાત બધું જ સુધારતી રહી છે, સિવાય કે- માણસજાતને
જો ઇશ્વરની ઇચ્છા એવી જ હોત કે માણસે પરિશ્રમ ન કરવો, તો તે આપણને ગાય આપવાને બદલે સીધે સીધું ઘી જ ન આપી દેત?
આજે દરેક માણસ પોતાનો “સેલ્સમેન” હોય એ રીતે વર્તે છે.
જો કરવા યોગ્ય શું છે- તે જાણવું જેટલું સહેલું છે, તેટલું જ કરવાનું પણ સરળ હોત તો.... ગરીબ માણસોની ઝૂંપડીઓય મહેલ બની જાત.
ઘણાં બાળકોનો ઉછેર બહુ સ્વસ્થપણે અને સરસ થતો હોય છે. કેમકે તેના મા બાપને બાળઉછેરનું કોઇ પુસ્તક હાથમાં આવ્યું હોતું નથી.
માંગ કરતાં પૂરવઠો વિશેષ હોય તેવી ત્રણ બાબતો છે- કરવેરા,મુશ્કેલી અને સલાહ.
તમારે રોજ સવારે વહેલા ઉઠવુ પડે છે, એની ફરિયાદ ન કરશો. એક વખત એવો પણ આવે કે તમે ઉઠી પણ ન શકો.
ખુદ ઇશ્વર પણ ભૂતકાળ પલટી શકતો નથી. પણ ઇતિહાસકાર તે કરી શકે છે.
કેટલીક વાર મૂરખાઓ પૈસો બનાવે છે, અને પૈસો મૂરખ.
એક માણસે એક પુસ્તક લખ્યું છે- ”ધનની ટૂંકી કહાણી” એમાં માત્ર પાંચ શબ્દો છે. ”આ આવ્યા,અને આ ગયા.”
કેટલાક માણસ બીજાએ જીવન કેવું જીવવું જોઇએ તે બરાબર સમજે છે. પણ પોતાનું જીવન નહીં.
ભલે લોખંડ ગરમ હોય ત્યારે ટીપી કાઢવું એ બરાબર હોય; પણ મગજ ગરમ હોય ત્યારે ટીપી ન કાઢશો.
જયારે હ્રદય ગણગણવા માંડે છે, ત્યારે તેનો આદેશ ચહેરો અવગણી શકતો નથી.
જયારે આપણે કોઇક માણસ માટે કહીએ કે તેનામાં રમૂજવૃતિ નથી. એનો ખરો અર્થ એ છે કે તેની અને આપણી રમૂજવૃતિ સરખી નથી.
જયારે બીજાને કંઇ થાય અને તમે હસો એ હાસ્યવૃતિ કહેવાય. ---- અને જયારે તમને થાય અને બીજાઓ હસે તેને અવિનય.
લોકતંત્ર વો પ્રણાલિ હૈ, જિસમેં દુનિયાભરકે બકરે મિલકર અપને કસાઇ કો ચુનતે હૈં.
કેટલાક ભાગ્યશાળી લોકો વિશ્વના અંતની ચિંતા કરે છે. જ્યારે બાકીનાઓને મહિનાના અંતની ચિંતા કરવાની હોય છે.
કંજુસ માણસ સાથે જીવવું ભલે ત્રાસદાયક હોય, પણ તેના વારસદાર થવાનું ગમી જાય તેવું હોય છે.
તમારે કશું ન કરવાનું હોય ત્યારે તમે શું કરો છો; એ પરથી તમે કેવા છો તેના ચારિત્ર્યનું માપ નીકળે છે.
રાષ્ટ્રો યુધ્ધનો અંત આણી શકતા નથી. યુધ્ધો રાષ્ટ્રોનો અંત આણે છે.
Mechanisms

Sewing machine
તમે જાણો છો?
મનુષ્યના લોહીનું સાધારણ તાપમાન કેટલું હોય છે?
૯૮.૫ ડીગ્રી ફેરનહાઈટ
દુનિયાનું મોટામાં મોટું રણ કયું? - સહારા
દુનિયાનો મોટામાં મોટો સમુદ્ર કયો?
પેસિફિક મહાસાગર