શુભેચ્છા સંદેશ

EV_Wishes

તા:૨ ઓક્ટો.નાં શુભદિને ઈ-વિદ્યાલય પોતાનાં પોર્ટલ પર ચાલુ થાય છે એ જાણી આનંદ થયો. ઈ-વિદ્યાલયને મારી હાર્દિક શુભકામનાઓ. બાળકોને ઉપયોગી જ્ઞાન-વિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર થાય એવી ઉત્તમ લાગણી સાથે આપ જે કાર્ય કરો છો એ પ્રસંશનીય છે.

આ સાથે આગળ ઉપર ઈ-વિદ્યાલયે મુકવા માટે ‘ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાનીઓ’ નામક એક સ્લાઈડ શૉ (કે ચલચિત્ર) બનાવવા ઈચ્છું છું તે માટેના નામની યાદી પાઠવું છું. બહુ જાણીતા નામોથી તો બાળકો પરિચિત હોય જ પણ કેટલાંક બહુ ન જાણીતા નામો પણ આમાં સામેલ છે.

—-

“માતૃભક્ત મન્જિરો” – કુલ પાના ૮. મેં પ્રિન્ટ કાઢી રાખી છે. હાલ બહુ વરસાદી વાતાવરણને કારણે શાળાઓનો સંપર્ક થઈ શક્યો નથી પણ બે-ચાર દિવસમાં ઓછામાં ઓછી ત્રણ શાળાનાં પાંચ-પાંચ બાળકોને આ પ્રિન્ટ વંચાવી અને તેમનાં પ્રતિભાવો (જેવા હોય તેવા, ઈમાનદારીથી !!) આપને મોકલીશ જ. મારા માટે અને શાળાનાં બાળકો માટે પણ આ એક સ_રસ પ્રોજેક્ટ બની રહેશે. સંભવતઃ વિવિધ માધ્યમનાં(જેમ કે, અંગ્રેજી-ગુજરાતી), ધોરણનાં (આમાં ધો-૫ થી ૧૨ લેવાશે), વર્ગનાં (ગ્રામ્ય અને શહેરી) બાળકોનો પ્રતિભાવ એ માહિતી સાથે જ મોકલાવીશ.

– અશોક મોઢવાડિયા  [ તેમનો બ્લોગ –  વાંચનયાત્રા  ]

**********

હિરલબહેનનો ગુજરાતી શિક્ષણ આમ ડીજીટલ માધ્યમથી શીખવવાનો પ્રયાસ સરાહનીય છે. હું જો મદદરૂપ થઇ શકું તો ગમશે. મારી પાસે બાળવાર્તાઓ, શબ્દ રમતો અને ગુજરાતીના પાઠો તૈયાર છે. એ બધાને હિરલબહેન સુધી કેવી રીતે પહોંચતા કરું અને ખાસ કરીને વાર્તા જો વિડીયોમાં મઢી શકાય તો વાર્તા જેવું ઉત્તમ મધ્ય ભાષા શિક્ષણનું એકેય નથી.

– આશા બુચ, લંડન 

**********

લંડનના સૉફ્ટવેર એન્જીનીયર હીરલબહેન શાહની ગુજરાતી ભાષા વીષયક પ્રવૃત્તીના સમાચાર વહેંચી તમે અમને આનંદ પણ વહેંચ્યો..ખુબ ધન્યવાદ… સાથે સાથે ગુજરાતી ભાષા અંગે કશુંક પણ વીચારનાર અને તે બાબતે મથનારને તો આપણ સૌની સ્નેહ–સલામ અને સહકાર હોય જ !!એમના વીદ્યાલયમાં આંટો મારી વળ્યો.. હજી તો બીજી તારીખે વીધીવત શરુઆત થશે..પણ ઘણું આશાસ્પદ છે.. ત્યાં એમનો વીગતપુર્ણ પરીચયેય થયો..હીરલબહેનનું હાર્દીક સ્વાગત છે પુષ્કળ શુભેચ્છાઓ સાથે..

– ઉત્તમ ગજ્જર, સૂરત  [ ગુજરાતી લેક્સિકોન પર –  સન્ડે ઈ-મહેફિલ ]

**********

અમે ગાંધી જયંતીના રોજ સાહિત્ય ટાઈમ્સમાં આં વાત ગુજરાતી શીખતા બાળકો ને ખાસ કરીશું .
સાહિત્ય ટાઈમ્સ કોલકાતામાં ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે તે માટે યુવાન અને બાળકો ગુજરાતી લખે , વાંચે , શીખે તે માંટે કાર્યરત છીએ અને આશા છે આં સાઈટ વધારે ઉપયોગી થશે તે માંટે ખાસ શુભેચ્છા…

– કેયૂર મજુમદાર  [ તેમની વેબ સાટ – સાહિત્ય ટાઈમ્સ ]

**********

 આ આવકાર્ય કાર્ય આદરણિય છે.તે માટે અનેક અભિનંદનો

–ડો. કનકભાઈ રાવળ, પોર્ટલેન્ડ, ઓરેગન, યુ.એસ. [એમની વેબ સાઈટ – Art world of Ravishankar Raval ]

**********

ખુબ ખુબ અભિનંદન. અમે આપનું  આમંત્રણ  સ્વીકારીએ છીયે.  અમારાથી બનતી મદદ કરશુ.

– કલ્પેશ ભુવા, સુરત [ તેમનો બ્લોગ – મારી જિંદગીની ચેતના ]

**********

હીરલબહેનની આ નવતર ઈ.વીદ્યાલય શરુ કરવા માટે હાર્દીક શુભેચ્છાઓ…. અઢળક અભીનન્દન…

– ગોવીંદ મારુ , મુંબાઈ  [ તેમનો બ્લોગ –  અભીવ્યક્તી  ]

**********

Best Wishes for your Vision ! E-Vidhyalaya,you are talking about is a nice idea.

In your Gujarati Poem you had explained your desire & plan to get the encouragement as you implement that idea.
Using your Poem I had created another Poem in Gujarati which I share here>>>>

નવયુગનો બાળ હું !

નવયુગનો બાળ હું,

જાણો મુજને, એવું કહું હું,

શાળા જઈ ભણું હું,

શાળા બહાર પણ ભણું હું,

કોમપ્યુટર પર જાઉં હું,

ઈન્ટરનેટ માધ્યમે ફરતો રહું હું,

“ગુગલ” અને યુટ્યુબ”ને જાણું હું,

સફર કરી, વિશ્વભરનું જાણું હું,

સફરો એવી કરી, “અજાણ”ને જાણું હું,

“ઈવિધ્યાલય”ની વાત કરૂં છું હું,

જે હિરલે કહી તે જ કહું છું હું,

શાળા ભણતર સાથે ઈશાળામાં હું,

“જ્ઞાન-ગંગા”માં સ્નાન કરતો હું,

એ જ નવયુગનો બાળ હું,

“જાણો મુજને”વિનંતી કરૂં હું !

…ચંદ્રવદન

– ચન્દ્રવદન મિસ્ત્રી [ તેમનો બ્લોગ –  ચન્દ્રપુકાર ]

**********

ખુબ ખુબ શુભેચ્છાઓ..ગુજરાતી ભાષા શીખવા માટે વિદેશના વિદ્યાર્થીઓને વેબસાઈટ ખુબ જ ઉપયોગી નીવડશે

– દિલીપ ગજ્જર, લેસ્ટર, યુ.કે. [ તેમનો બ્લોગ –  લેસ્ટર ગુર્જરી ]

**********

ઈ-વિદ્યાલય’નું ભવિષ્ય ખુબ જ ક્રાંતિસર્જક બની રહેશે , તેમાં કોઈ બેમત નથી . . . કારણકે તેમાં સૌથી અગત્યની વાત ” શિક્ષકો’ની નિસ્વાર્થ ભાવના ” હશે અને બાળકો કરતા પણ તેમની જીજ્ઞાશા કુદકે ને ભુસકે વધતી રહેતી હોય ને બાળકોને પણ મોજેમોજ પડશે . હિરલબેન’ને મારા તરફથી અઢળક શુભેચ્છાઓ.

– નીરવ પટેલ, રાજકોટ [ તેમનો બ્લોગ –   nirav says ]

**********

 અભિનંદન, આવકાર હાર્દિક અને શુભેચ્છાઓ.. આ ઉમદા કાર્યમાં શકય તે સહકાર આપતા આનંદ થશે.

– નીલમ દોશી, અમદાવાદ  [ તેમનો બ્લોગ –  પરમ સમીપે ]

**********

એક આવકાર લાયક અભિનવ પ્રયોગ. પ્રભુ સફળતા આપે અને બાળકોને સારૂં જ્ઞાન મળે.

– પી.કે.દાવડા, ફ્રિમોન્ટ, કેલિફોર્નિયા

**********

નમસ્તે, નમસ્તે, નમસ્તે! ગજબનું કામ કરી રહ્યા છો , આપ! મને ખબર છે કે આપને વખાણ નથી ગમતા, પણ સાહેબ, જે ગમ્યું, બેહદ ગમ્યું અને જે આપણને સૌને માટે ખૂબ જરૂરી છે તે સઘળું આપ મુક્તપણે ઉદારતાથી, ખૂબીપૂર્વક પીરસી રહ્યા છો તે જોઈને મારું હૈયું નાચી ઊઠ્યું, એ અમે આપને ન જણાવીએ તો કોને જણાવીએ? અલબત, મેં હવે લિસ્ટ બનાવવાનું વિચાર્યું છે કે જેટલા કૉન્ટેક્ટ મળી શકે એ તમામને આપનો આ ઈમેઈલ ફૉરવર્ડ કરું અને મારા આનંદને સૌ વચ્ચે વહેંચું.

આપના પુરુષાર્થને હાર્દિક આવકાર આપતાં આનંદની લાગણી અનુભવું છું. એક યુનિવર્સિટી કે એક સરકાર પણ જે ન કરી શકે તે કામ કરવાનું આપે બીડું ઝડપ્યું છે તે યશસ્વી નીવડે એવી પ્રાર્થના કરું છું. શિક્ષણપ્રેમી અને સંસ્કારપ્રેમી સજ્જનો મહેનત કરે, ટેક્નિશ્યનો પોતાની સેવા આપે અને દાતારો આર્થિક રીતે સહાય કરે, પણ આ બધો વ્યાયામ જેમના માટે થઈ રહ્યો છે તે સમુદાય એની સાથે મોટી સંખ્યામાં જોતરાય તો જ આપનો ઉમદા હેતુ પાર પડે. જો એનો લાભ પૂરતા પ્રમાણમાં ન લેવાય તો સમગ્ર કાર્યક્રમ ફ્લૉપ ગયો છે એવું લાગે. સરસ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક જમણ તૈયાર તો થાય, પણ જમનારા ન હોય તો મોંઘી રસોઈ બગડે એવું ન થાય એમ ઈચ્છું છું.

– પરભુભાઈ મિસ્ત્રી, નવસારી

**********

આપનું પગલું આવકારદાયક છે અને તેને સારી સફળતા મળે અને ઉત્તરોત્તર તેનો વ્યાપ વધે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

– પ્રભુલાલ તાતરિયા( ધુફારી) , માંડવી, કચ્છ [ તેમનો બ્લોગ –  ધુફારી ]

**********

ખૂબ ખૂબ શુભ કામના. તમે  ‘ઈ- વિદ્યાલય’ દ્વારા  બાળકો / કિશોરોને ગુજરાતીનું શિક્ષણ આપવા માટે જે ડગ ભર્યું છે તે ખૂબ પ્રશંશનીય છે.  પૂજ્ય ગાંધીબાપુનો જન્મ દિવસ શુભ છે. તમે જે બાબતો સાંકળી લીધી છે તે સર્વથા યોગ્ય છે. તમારા કાર્યને સફળતા પ્રાપ્ત થશે એમાં શંકાને સ્થાન નથી.
કાર્યના વેગ માટે જરૂર પડે તો યાદ કરશો. સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.

– પ્રવીણા અવિનાશ કડકિયા, હુસ્ટન  [ તેમનો બ્લોગ –  મન માનસ અને માનવી  ]

**********

માત્ત્રુભાષામાં એક નવતર પ્રયોગ થઈ રહ્યોછે, જે ઘણી આનંદની વાત છે, અમારી ખુબ ખુબ શુભેચ્છા સ્વીકારશો..!

– પ્રવીણ શાહ

**********

  ૨૧ મી સદીના ઇન્ટરનેટ યુગમાં, ડીજીટલ ક્રાંતિના સહારે, આપણા વિશેષ પ્રયત્નોથી આપણી અત્યારની ભણતરની પધ્ધતિમાં પણ કેટલાંક ખાસ  બદલાવને અવકાશ છે જ. આ ક્ષેત્રમાં ગણું કામ થવાની શક્યતાઓ છે.આપ તે માટે કામ કરો  છો તે જાણ્યું.આપનું આમંત્રણ મળ્યું.આનંદ થયો.મને આવવાનું ગમે જ.પરંતુ નિયત કાર્યક્રમને લીધે આવી શકાય તેમ નથી.

ઇવિદ્યાલય એક ખાસ અલગ પ્રકારની શાળા છે કે જ્યાં ‘ભણો ગમે ત્યાં, ગમે  ત્યારે’, શક્ય છે. એવું  પણ શક્ય છે કે જેમ બીજી  ઓક્ટોબરના રોજ જન્મેલ પૂજ્ય બાપુને નામે દુનિયામાં એકપણ દેશમાં જાહેરમાર્ગ કે સ્મારક ન બન્યું હોય તેમ નથી.

આપ આ પવિત્ર દિવસે આ અભિનવ કામ કરી રહ્યા છો ત્યારે આપનું કામ પણ એટલુંજ વૈશ્વિક બંને તેવી શુભેચ્છા.

– ભાવેશ પંડ્યા [ તેમનો બ્લોગ –  Be the change ]

**********

 બહુ મોટુ અને સાચુ પાયાનુ કામ …આભાર

– મહેશ ત્રિવેદી

**********

બાળકોને ઉપયોગી જે પ્રવૃતિ હીરલબહેને અને તમે ઉપાડી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
મારી વેબસાઈટમાં જે કંઈ સામગ્રી છે તે મૌલિક નથી અને તેના પર મારો કોઈ નૈતિક કે કાનૂની હક્ક નથી. હું તો માત્ર ટપાલીની માફક સાહિત્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડું છું. …..મારી કોઈ અનુમતિની જરૂર નથી. ઉલટાનો જે કોઈ આ સામગ્રીનો ઉપયોગ કરે તેનો હું ઋણી બનું છું કેમકે એ વાત મને બહુ જ ગમે છે.
-માવજીભાઈ મુંબાઈવાળા -[ તેમની વેબ સાઈટ ]

**********

Congratulations Hiralben! My daughter studied in Gujarati medium. she is MBA and serving as a Content writer for one of the top Ad Agency. she writes poems in both languages.

– મુકેશ ગાંધી

**********

હિરલબેન માટે મારી તરફથી શું ખિદમત મળી શકે જો આપ જણાવી શકો તો…બેટર. મારી દિલી શુભેચ્છાઓ તો છે જ….

– મુર્તઝાપટેલ, કેરો( ઇજિપ્ત) –[ તેમનો બ્લોગ –  ઇન્ટરનેટ પર વેપાર – ગુજરાતીમાં  ]

**********

“Evidhyalay is a unique concept. I have seen some of the videos. They are very teaching friendly. My best wishes to hiralben and to her this new venture. I hope this will be more benefited to village childrens. Wish  you all the best”

You do not need to take permission for any article for this good cause.  My best wishes are always with you.

– મૃગેશ શાહ [ તેમની વેબ સાઈટ – ‘રીડ ગુજરાતી’   ]

**********

Kindly convey :: Abhinandan, In the time of Facebook when a child of 5 to 8 year is having FB account ,such activity is welcome . Hope parents will inspire their children to see this. All the best to this activity.

– યોગેશ વૈદ્ય  [ ‘નિસ્યંદન’ ઈ સામાયિક ]

**********

શુભેચ્છાઓ. . . . રાહ જોઇએ છીએ વધુ માહિતિ માટે

– રજની અગ્રાવત, ગાંધીધામ, કચ્છ [તેમનો બ્લોગ –  એક ઘા અને બે કટકા]

**********

ઉત્તમ વિચાર છે. મારી અનેક અનેક શુભેચ્છાઓ  અને સહકારની પૂરી ખાતરી. શી રીતે મદદરૂપ થ ઇ શકીશ તે તો એક  વાર વેબ સાઇટ જોયા પછી જ કહી શકીશ.મને જાણ કરબા બદલ આભારી છું.

રજનીકુમાર પંડ્યા, અમદાવાદ, [ જાણીતા સાહિત્યકાર ]

**********

આપના આ શૈક્ષણિક યજ્ઞકાર્ય માટે ખૂબખૂબ અભિનંદન. આપ સાથે આ જનહિતાય કાર્યમાટે સહયોગી થવાની આ સુવર્ણ તકના આનંદની સાથે ખૂબખૂબ આભાર. આપની  ‘ઈ વિદ્યાલય ‘ ની આ નવયુગને આપેલી ભેટ , એ  આવનાર પેઢી માટે સંસ્કાર અને જ્ઞાનનો ખજાનો બની જશે , અને એ ઉપલબ્ધી માટેનો આપ સૌનો આ ગૌરવભર્યો પુરુષાર્થ, ગાંધીબાપુની જન્મ જયંતિએ યાદગાર સંભારણું બની રહેશે, એવો અંતરમાં ભાવ જાગી રહ્યો છે. આ પ્રસંગે સૌને ગુજરાતી માતૃભાષાને નમન સાથે જયગુજરાત.

– રમેશ પટેલ(આકાશદીપ)-  લોસ એન્જેલસ[તેમનો બ્લોગ –   આકાશ દીપ]

**********

હિરલને અભિનંદન…શુભેચ્છાઓ.

– ડો. રાજેન્દ્ર ત્રિવેદી  [ તેમનો બ્લોગ –   હાસ્ય દરબાર  ]

**********

ખુબ ખુબ શુભેચ્છાઓ. વિશ્વભરના ગુજરાતી બાળકોને આથી ઘણો લાભ થશે. આવા સુંદર કાર્ય માટે ધન્યવાદ!

– રેખા સિંધલ, શાર્લોટ, નોર્થ કેરોલિના  [ તેમનો બ્લોગ –  અક્ષયપાત્ર ]

**********

બાળકોને આ રીતે ગુજરાતી સાહિત્યથી પરિચિત કરવા અને એ રીતે નવી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાને વહેતો કરવો એ ખૂબ પ્રશંસનીય કામ છે. આ માટે હિરલબહેન શાહને મારા દિલથી અભિનંદન અને શુભેચ્છાઓ. ……આ કામમાં મારાથી શક્ય એટલી જરૂર મદદ કરીશ. મારાં બે પુસ્તકો બાળવાર્તાના પ્રકાશિત થયા છે. ‘બિટ્ટુ વાર્તા કહે છે’ (ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશન) અને ‘લતા હિરાણીની મનપસંદ બાળવાર્તાઓ (રન્નાદે પ્રકાશન). હેતલબહેન ઇચ્છે તો આનો ઉપયોગ કરી શકે.  આ ઉપરાંત પણ એમને આ પ્રોજેક્ટમાં મારી જે સક્રિય સહાયની જરૂર હોય એ કરવામાં મને આનંદ થશે. હું એમના સંપર્કમાં રહીશ.

–  લતા હિરાણી, અમદાવાદ, જાણીતાં સાહિત્યકાર,  તેમનો બ્લોગ –  સેતુ ]

**********

હિરલબેન ,બાળ-કલ્યાણનું, પાયાની કેળવણીનું એક સુભગ ઉમદા કાર્ય થઇ રહ્યું છે …,તેમાં તમારાહોંશ,ઉમંગ,ઉત્સાહ નિમિત્ત બને ,એનો અતીવ આનંદ ! .આપને બહુતેરા અભિનંદન …

“.મુરાદેં હો સબ પૂરી ,સજે હર તમન્ના…..,
સફલતાકી દુનિયામેં તુમ ચાંદ બનના .”

-લક્ષ્મીકાન્ત ઠક્કર, મુબાઈ

**********

અમેરિકાસ્થિત મારા પરમમિત્ર સુરેશભાઈ જાનીએ જણાવ્યા મુજબ આપ ગાંધીજયંતીના રોજ આપની ‘ઈ – વિદ્યાલય’ નામે બેબસાઈટ ખુલ્લી મૂકી રહ્યાં છો, તે જાણીને મને પારાવાર ખુશી થઈ છે. આપનો વિદેશે વસવાટ છતાં આપણી માતૃભાષા ગુજરાતી માટેનો આપનો અનન્ય પ્રેમભાવ, વિદેશસ્થિત ગુજરાતી બાળકોનો ગુજરાતી ભાષા સાથેનો સંપર્ક જળવાઈ રહે તે માટેની આપની ભલી લાગણી અને ગુજરાતમાં ભણતાં બાળકો પણ ઈન્ટરનેટની આધુનિક તકનીકી સેવાઓ થકી પોતાના જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવે તેવા આપના દૂરંદેશી વિચારો એ સઘળું પ્રશંસાપાત્ર છે. આપના આ નિ:સ્વાર્થ પ્રયાસો ગુજરાતમાં વસતાં સૌ ગુજરાતી ભાઈબહેનોના દિલોમાં માતૃભાષા પ્રત્યેની મમતા જગાડીને તેના વિકાસ માટે કંઈક કરી છૂટવાની ચાનક ચઢાવવા અવશ્ય સહાયરૂપ બની રહેશે.
હું બ્રહ્માંડોના સર્જનહારને સહૃદયતાપૂર્વક પ્રાર્થું છું કે આપના ગુજરાતી માતૃભાષાના પ્રચાર-પ્રસાર અને સંવર્ધન માટેના પ્રયાસોને જ્વલંત સફળતા મળી રહો.

– વલીભાઈ મુસા , કાણોદર, સાબરકાંઠા [ તેમનો બ્લોગ – William’s Tales ]

**********

હાલની નવી પેઢીના બાળકો /કિશોરોના શિક્ષણ ક્ષેત્રે વધુ તકો મળી રહે એ માટે ઈ-વિદ્યાલય આશીર્વાદ રૂપ નીવડશે એમાં મને કોઈ શંકા નથી .તમારા આ નુતન વિચારને દાદ દેવી પડે .

ઇ-વિદ્યાલય એક ખાસ અલગ પ્રકારની શાળા છે કે જ્યાં ‘ભણો ગમે ત્યાં, ગમે ત્યારે’, એ ખરેખર
એક ઉમદા પ્રકારની સેવા બની રહેશે .

આપના પ્રયત્નો સફળ થાય અને ઈ-વિદ્યાલય સૌના સહકારથી પ્રગતી કરતું રહે એવી મારી
હાર્દિક શુભેચ્છાઓ છે .

– વિનોદ પટેલ [ તેમનો બ્લોગ – વિનોદ વિહાર

**********

શુભ પ્રયત્ન માટે શુભેચ્છા.
હું અંગ્રેજી અને ગુજરાતીમાં કવિતાઓ અને સત્યકથાઓ લખું છું. નાના બાળકોના વિષય બન્ને ભાષામાં કાવ્યો છે. મારા બન્ને પુસ્તકો પણ બે ભાષામાં છે.
હું કોઈ રીતે મદદ કરી શકું તો જણાવશો.

– સરયુ પરીખ [ તેમનો બ્લોગ – ગંગોત્રી ]

**********

Congratulation.

– ડો. શશિકાન્ત શાહ, સૂરત

**********

Worth taking a look at & appreciating the effort.I have forwarded your mail to my Gujarati friends abroad. It is a welcome & laudable effort.  Since I am travelling till 26th, I will not be able to see Hiralben’s blog but I sincerely wish the very best in her endeavour.

– Shailesh Parekh , Ahemdabad [ Translator of ‘Gitanjali’ – R.Tagore ]

 

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
32 comments on “શુભેચ્છા સંદેશ
 1. शतं जीव शरदः ॥

 2. pragnaju says:

  વિશ્વભરના ગુજરાતી કે ગુજરાતીમા શીખવા માંગતા બાળકો માટે
  ગમે તે સમયે ગમે ત્યાં અભ્યાસ આ ઇ-વિદ્યાલય એક ખાસ અલગ
  પ્રકારની શાળા ના ક્રાંતિકારક સર્જન માટે
  અનેકાનેક શુભેચ્છાઓ શુભકામનાઓ

 3. આજે છે ઓકટોબરની બીજી તારીખ અને ૨૦૧૩ની સાલ.

  આજે “ઈ-વિધ્યાલય”ની સાઈટની શુભ શરૂઆત !

  પણ આ કેવી રીતે શક્ય થયું ?

  લંડન રહીશ હિરલ શાહના મનમા એક વિચાર…. અમેરીકા રહીશ સુરેશભાઈ જાનીએ જાણી એ વિચારને વધાવી લેવાની વાત…અને આ વિચારને બ્લોગ જગતે જાણ થતા અનેકે એ વિષે આનંદ દર્શાવ્યો.

  અને…આજે હું આ સાઈટ પર આવ્યો.

  જુદા જુદા વિભાગોમાં બાળકોને માહિતીઓ દ્વારા લાભ થાય એવી સુવિધા છે.

  તો…હવે બાળકો પધારી વાંચે…વાંચી “બે શબ્દો” પણ લખશે તો એનો આનંદ અનેકના હૈયે હશે….સાઈટ પર સુધારા વધારા પણ અભિપ્રાયો દ્વારા જ હોય શકે.

  માવજીભાઈ (મુંબઈ)ના બ્લોગ પર જે ખજાનો છે તેના વર્ણન માટે શબ્દો નથી….અહીં એ ખજાનામાંથી બાળ વાર્તાઓ હશે એ જાણી ખુશી.

  મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પણ ટુંકી વાર્તાઓમાં થોડી “બાળ વાર્તાઓ” છે….તો, યોગ્ય લાગે એ અહીં પ્રગટ કરી શકો છો.

  આ સાઈટની શુભ શરૂઆત માટે મારી “શુભેચ્છાઓ” !

  …ડો. ચંદ્રવદન મિસ્ત્રી
  DR. CHANDRAVADAN MISTRY
  I wanted to express my CONGRATULATIONS in Gujarati…..I was NOT able to type here in Gujarati..so I had copy/pasted my MESSAGE from my heart.
  I hope (like some Blogs) in the future, one can comment in Gujarati here too !
  Congratulations !Best Wishes !

 4. jjugalkishor says:

  ઉત્તમ કાર્યનો આરંભ આવા શુભ દિવસે કરીને ગુજરાતીભાષા અને શિક્ષણને વ્યાપક, ઊંડાણભર્યાં અને નક્કર બનાવવા માટેનો આ પ્રયાસ ગૌરવની બાબત બની રહેશે. તમારા કામમાં અમારી અનેકાનેક શુભેચ્છાઓ છે.

 5. વિપુલકુમાર કીર્તિકાંત ડેલીવાળા says:

  હિરલબેન, ખુબજ સરસ અને નવતર પ્રયોગ ગુજરાતી શિક્ષણ જગત માટે આશીર્વાદ રૂપ બનશે. ઘણા વર્ષો પહેલા આવોજ વિચાર મારા મગજમાં હતો પણ સાકાર થઈ સકેલ નહિ પણ તમારો બધાનો સહિયારો પ્રયાસ જોઈ મનને ટાઢક થયેલ છે. વિશેષે આ ઉત્તમ પ્રયાસ વ્યવસાય લક્ષી ન બની જાય . સારા નિષ્ણાતો સેવાના ભાગ રૂપે અવશ્ય મળશે.
  આભાર

 6. Hiral says:

  આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. ખરેખર આપ બધા જ ઘણું સુંદર કાર્ય કરો છો.
  અને હા, બીજી એક વાત,
  ઇવિદ્યાલય આપણા સૌની શાળા છે. અહિં મારું-તારું કશું નથી. બધું આપણું, આપણા સૌ માટે.
  આપના તરફથી સહકારની અપેક્ષા સહ.
  હિરલ.

 7. MG Dumasia says:

  ઘણી ઉપયોગી સાઈટ…..મોટાઓ માટે પણ!

 8. himatlal says:

  sureshbhai aa i vidyalay fakt baalkonej nahi pan vadilone pan shikhva male evi ghani baabat chhe tamne safalta saathe yash male evi maari shubhechchhao

 9. ken says:

  શુભ પ્રયત્ન માટે શુભેચ્છા.

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
  kenpatel.wordpress.com
  http://iastphoneticenglishalphabet.wordpress.com/

 10. આજે નેટ જગતમાં ખોખાખોળા કરી રહ્યો હતો… એમા http://evidyalay.net/ સાઇટ જોવા મળી… ક્લીક કરતાં પહેલા મનમાં વિચાર આવ્યો કે આ ઇ વિદ્યાલય શું હશે?.. કેટલી ફી હશે.?.. રજીસ્ટ્રેશન કરાવવુ પડતુ હશે.?.. કેટલા ધોરણ સુધીનો અભ્યાસક્રમ હશે..? પણ જેવો દાખલ થયો… જોયુ… અરે આટલી સરસ વેબસાઇટ! અને હું તેનાથી અજાણ હતો…. જાણે કે બાળકોને ખુલ્લા આકાશ નીચે સરસ મજાના બગીચામાં મુકીને કહી દેવામાં આવ્યુ હોય કે તમને ગમે તેમ કરો… કોઇ રોકશે નહી કોઇ ટોકશે નહીં…. નહી કોઇ ધોરણ નહી કોઇ પરીક્ષા બસ.. આનંદથી હરોફરો અને ભણો…. બાળકોને ન ભણવુ હોય તો પણ ભણવાનું મન થઇ જાય તેવી વેબ સાઇટ છે… ખૂબ ખૂબ અભિનંદન…

 11. બહુ સુંદર શરૂઆત અને રજુઆત! અભિનંદન.

  આજે જ્યારે ભારતમાં પણ માતૃભાષામાં શિક્ષણ લુપ્ત થવા માંડ્યું છે, ત્યારે ઈ-વિદ્યાલય દ્વારા ગુજરાતી ભાષાનું શિક્ષણ અને એ પણ મફત ખૂબ ઊપયોગી નીવડે એમ છે.

 12. હાર્દિક શુભેચ્છા અને અભિનંદન!

  વિસરાઈ જતાં ગુજરાતી બાળગીતો અને વાર્તાઓ અહીં એકઠા કરીને, ગુજરાતી શીખતાં બાળકો અને બાળકોને ગુજરાતી શીખવાડનારાં વડીલોને આ ખૂબ ઊપયોગી નીવડશે. આ માધ્યમ દ્વારા આપણી ગુજરાતી ભાષા પણ જીવંત રહેશે.

 13. આદરણીયશ્રી. હિરલબેન

  મને અમેરિકાના ” આકાશદીપ ” શ્રી. રમેશભાઈ પટેલ તરફથી આપની સુંદર શરૂઆતની લિંક મળી.

  આપે વિદ્યાદાન ના મહાયજ્ઞની શરૂઆત કરેલ છે તેમાં અમો પણ સહભાગી થવા માંગીએ છીએ.

  હું સુરત શહેરની શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા., ગુજરાત, સુરત ના ઉ. વિભાગમાં 27 વર્ષથી શિક્ષક છું.

  હું આપને શૈક્ષણિક લેખો, શૈક્ષણિક કાવ્યો, વિડિયો ના માધ્યમથી

  મદદરૂપ થઈ શકું એમ છું. તો અવશ્ય જણાવશોજી.

  કેવી રીતે જરૂરી મટિરિયલ આપ મારા બ્લોગ અને વેબસાઈટ પરથી લઈ શકો છો.

  My Blog :

  http://shikshansarovar.wordpress.com

  My Educational website :

  http://www.drkishorpatel.com

  ડૉ. કિશોર પટેલ

  • Hiral says:

   આદરણીય કિશોર સાહેબ,
   દિલથી આભાર. આપ અમ આંગણે પધાર્યા અને આપે સહકાર માટે હાથ લાંબો કર્યો ઃ) અમારા ઉત્સાહમાં વધારો થયો.
   આપનો ફોન નંબર આપવા વિનંતી. મારું ઇમેલ આઇ ડી. hiral.shah.91@gmail.com or evidyalay@gmail.com

 14. શ્રી હીરલબહેન

  પ્રથમ તો એક નિવૃત શિક્ષક હોવા છતાંયે આ અમુલ્ય ને આદર્શ વિચારને શુભેચ્છાઓ

  આપવામાં કેટલાંક કારણૉસર મોડો પડ્યો છું તે બદલ ક્ષમા ચાહું છું.

  એક અનન્ય ને ભગીરથ કાર્યની શરુઆત કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.

  હું બાળ કાવ્યો વાર્તાઓ ને ગુજરાત ભારત્નાં કાવ્યો જરુર મોકલી આપીશ.

  શક્ય એટલો આર્થિક સહયોગ પણ પુરો પાડીશ.

  “આશિષ છે આ સ્વપ્નની તમ કાર્ય જગ સંદેશ બને

  નદીઓ સાગરમાં ભળે એમ અન્ય સારથીઓ મળે

  રામાયણ ને મહાભારત કરતાં અનેરો બનશે ગ્રંથ

  શિક્ષકો વાલીઓ સંગ ભુલકાંઓનો વધશે ઉમંગ”

  ‘સ્વપ્ન ‘ જેસરવાકર (ગોવિંદ પટેલ)

  http://swapnasamarpan.wordpress.com/ (પરાર્થે સમર્પણ)

  http://godadiyochoro.wordpress.com/ (ગોદડિયો ચોરો)

 15. Hiral says:

  આદરણીય ગોવિંદ સાહેબ,
  દિલથી આભાર. ઈ-વિદ્યાલયને આપની શુભેચ્છાઓ મળી અને આપે સહકાર માટે હાથ લાંબો કર્યો ઃ) અમારા ઉત્સાહમાં વધારો થયો.
  આપ શ્રીની દેશભક્તિ અને એ માટેનાં આપના કાર્યોથી બ્લોગજગતમાં ભાગ્યે જ કોઇ અજાણ હશે.
  ઈવિદ્યાલય થકી દેશભક્તિ માટે કંઇક અલગ કરવા વિચાર છે. ભલે થોડું કરીએ, પણ એની અસર બાળકોના માન સપાટ પર કાયમ જીવંત રહેવી જોઇએ.
  આપના સલાહ-સૂચનો આવકાર્ય.

 16. Ramesh Patel says:

  શ્રી ગોવિંદભાઈ

  ગઈ કાલે આપની સાથે મેં ફોન પર વાત કરી ને, વ્યસ્તતા છતાં આપે ઈ-વિદ્યાલય માટે ઉમળકાભેર આપના સહકારનો જે પ્રતિભાવ આપ્યો, વાંચી ખૂબ જ આનંદ થયો. ડોશ્રી કિશોરભાઈ અને આપશ્રી જેવા શિક્ષણવિદ થકી,સુશ્રી હિરલબેન અને શ્રી સુરેશભાઈ જાની સાથે આ ઉજાશ, સર્વત્ર ફેલાય એવી અમારી અભિલાષાને જોમ મળતું જાય છે…આવકારતાં આનંદ થાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 17. !…ઈ-વિદ્યાલય મંદિરરૂપી શિવાલય…!

  સ્કુલેથી આવીને
  હું તો ઈ-વિદ્યાલય જાઉ,

  ઈ-વિદ્યાલય તો છે મારૂ
  મંદિરરૂપી શિવાલય,

  એમાં છે એક પ્રયોગઘર
  ઘર જેવા મંદિરમાં
  રહે મારો હિરેન-મિહિર,

  મારી જિજ્ઞાસાને
  મળી રે વાચા
  લાગે જાણે
  આકાશવીરની વાણી,

  વિડીયોની બારીએથી
  મિશનરૂપી વિઝન જોયા,

  હાસ્યની ફોરમ વેરતા
  સુ.જા. અને આકાશદીપના
  રેશમ જેવા રમેશને જોયા,

  વિનોદ વિહાર કરતા
  ‘ રામસેતુ ’ જેવો
  બન્યો શાળાસેતુ,

  જ્ઞાન સાથે ગમ્મત કરાવતા
  બની મિત્રોની હોબી લોબી,

  કિશોર કહે, યોગીઓના
  યોગદાનથી શોભે મારી
  ઈ-વિદ્યાલયનો જ્ઞાનયજ્ઞ.
  +++++++++++++++++++++++++++++++++++
  ડો. કિશોરભાઈ એમ.પટેલ
  શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

 18. Prema says:

  Great Initiative Hiral. Grow, grow, grow in content, beneficiaries, benefactors.

 19. shirish panchal says:

  your all informatiom is very interested. I also send you some Suvichar for more and more spread for students,parents, teacher & professors.

 20. Rajan Shah says:

  Kudos to hiralben for creating very useful site in Gujarati. I have one suggestion for you .Instead of developing all maths video b your team we can translate khan academy video in Gujarati which will save lots time for production and preparation.Best wishes will definitely consider volunteer work for you whenever time permits.

  Rajan Shah ( Vancouver, BC ,Canada)

 21. kanti patel says:

  શ્રીવિનોદભાઈ,
  આપશ્રીના એટલા બધા ટૉપીક આવે છે વાંચીને અમને ધણોજ આનંદ થાય છે.
  સાથે સાથે ભાવ વિભોર પણ થવાય છે. તમારા ટૉપીક મારા યોગ સ્ટુડન્ટો ને પણ મોકલીયે છીયે.
  આપશ્રીનો સદાનો આભારી,પ્રભુ આપને આવા સારા ટૉપીક મોકલવાની પ્રેરણા આપે.
  કાન્તિ પટેલ ( યોગ શિક્ષક )
  મુંબઈ, બોરીવલી.
  ફોન: 022 28906815
  મોબાઇલ: +91 9820667320

 22. સાદર નમસ્કાર,

  મારા આ બે બ્લોગો પર ઓલરેડી યુવારોજગાર અને કલમપ્રસાદી પર મેં તમારી ઈ-વિધાલયને લોગૉ મૂકી દીધો છે…. અને હું તમને મદદરૂપ આ રીતે થઈ શકુ છું…..ગુજરાતની કેટલીક શાળા કે સ્કુલોની માહિતી આપીને, જીવન ચરિત્રો/ બાળવાર્તાઓ/ બાળગીતો તથા પ્રેરક લેખો મોકલીને તથા મારા બે બ્લોગોમાંથી તમને કોઈ લેખ કે લખાણ જોઈતું હોય તો તે લઈને…

  આભાર,

  પ્રવિણ કે.શ્રીમાળી

  તંત્રીઃ – યુવારોજગાર

 23. નમસ્કાર
  હું ગોંડલ ની શ્રી કુંજ પ્રાથમિક શાળા માં ગણિત – વિજ્ઞાન શિક્ષક તરીકેની ફરજ બજાવું છું
  ઘણા સમય થી ઈન્ટરનેટ પર પ્રાથમિક શાળા ને લાગતું ઈ સાહિત્ય શોધતો હતો અને એ પણ ગુજરાતી માં આજે એ મારી શોધ પૂરી થઇ.
  આ સાઈટ ના વિડીયો મારા વિદ્યાર્થીઓને ઘણા ઉપયોગી બનશે. આ માટે મારા અને મારા વિદ્યાર્થીઓ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ
  ઈ-વિદ્યાલય નો લોગો મારી સાઈટ પર મૂકી દીધેલ છે. આ સિવાય હમેશા મદદ માટે તત્પર …..
  મારી સાઈટ : http://www.edudarshan.com

 24. HETAL MEHTA says:

  હીરલબહેનની આ નવતર ઈ.વીદ્યાલય શરુ કરવા માટે હાર્દીક શુભેચ્છાઓ…. અઢળક અભીનન્દન…

 25. Urvi says:

  ગુજરાતીમાં શિક્ષણ માટે ઉત્તમ વેબસાઇટ http://www.rijadeja.com. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને મદદ મળી રેહી છે

 26. RAJNIKANT H BHAGATWALA says:

  DEAR HIRALBEN M SHAH
  HARDIK ABHINANDAN
  I SEE U AS VERY NOBLE HUMAN PERSONALITY AS AMADAVADI INDIAN ON EARTH.
  WISH YOU ALL BEST IN ALL FIELD OF LIFE. GOD BLESS YOU & YOUR WHOLE FAMILY.

 27. Finally could locate your site E Vidyalay. This is indeed an extraordinary idea. You are doing a great job I truly appreciate. I would surely be happy to help you out with this noble venture . All the Best GOD BLESS.

 28. DINKARARAY says:

  ” ઈ ” વિદ્યાલય એટલે વિદ્યા નું મહા અને અવિરત કાર્ય …..મારી હાર્ટલી શુભકામનાઓ…..

 29. jugalkishor says:

  આજે ફરી નીરાંતે મુલાકાત લેવાની તક મળી. ઘણું કામ થયું છે ને છતાં માનું છું કે તમને જ સંતોષ નહીં હોય ! શીક્ષણકાર્ય સહેલું નથી જ. શીક્ષણક્ષેત્રે ૩૬ વરસના સક્રીય યોગદાન પછી આ ક્ષેત્રના લાભો જેમ જાણ્યા છે તેમ તકલીફો પણ ‘માણી’ છે ! તમારાં કાર્યોને શુભેચ્છા પાઠવવાની તક લઉં છુ. અન્ય આ પ્રકારનાં જ કાર્યોમાં વ્યસ્ત હોઈ સીધું કશું યોગદાન ન આપી શકવાનો સંકોચ અનુભવું છું.

  આજે તમારા આ બ્લૉગનો લોગો મારા બ્લૉગ પર મુક્યાનો આનંદ લઉં છું.

 30. આદરણીયશ્રી. હિરલબેન તથા

  મુ.શ્રી. સુ. જાની સાહેબ તેમજ આપના ટીમ મિત્રો

  આપે ખુબ જ સુંદર રીતે બાળકો, શિક્ષકો અને વાલી મિત્રોને આપના શિક્ષણ યજ્ઞમાં

  જોતરી દીધા છે.

  બસ આજ રીતે શિક્ષણ યજ્ઞને પ્રકાશિત કરતા રહો તેવી અભ્યર્થના.

 31. Sharad Shah says:

  પ્રિય હિરલબહેન,
  પ્રેમ.
  મારા ગુરુ કહેતાં” રસોઈ કરવી એ ક્રિયા છે. રસોઈ મેં બનાવી (જેવો અહમ ભળે) એટલે એ કર્મ બને અને તેનુ બંધન નિર્મિત થાય. હવે કોઈ એ રસોઈના વખાણ કરે એટલે અહમ ફુલાય અને દોષ કાઢે એટલે અહમ સંકોચાય. પણ રસોઈ જ્યારે કોઈના માટે અપેક્ષા વગર બનાવીએ એટલે તે યજ્ઞકર્મ બને. પરંતુ જ્યારે રસોઈ અન્ય માટે સહજ પ્રેમ અને ભાવ સાથે બનાવી પીરસીએ અને ભોજન કરનારની તૃપ્તિનો આનંદ જ્યારે આપણા આત્મભાવ સાથે જોડાય ત્યારે તે કર્મયોગ બને છે.”
  તારું આ યજ્ઞકર્મ ખુબ ફુલે ફાલે અને કર્મયોગ બને તેવી અંતરની શુભ્ચ્છાઓ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*