Contribution Request

MM_Announcement

૧) સમય દાન ૨) આર્થિક ૩) ઇવિદ્યાલય લોગો દ્વારા સમર્થન ૪) ઇવિદ્યાલયનો પ્રચાર.

૧) સમય દાન

અમે આપનો જવાબદારીપૂર્વકનો સહકાર ઇચ્છીએ છીએ.

૧) વિડીયો લાઇબ્રેરી વિભાગ (Video library)

 • કયા વિષયમાં અને કેવી તથા કેટલી મદદ કરી શકો છો?
 • જે તે વિડીયોની સાથે, પ્રશ્નોત્તરી તથા બીજા સંલ્ગ્ન (પુનરાવર્તન, આગળ અભ્યાસ) વગેરેની રીતે મુદ્દાસર અને ઝીણવટભરી રીતે ડેટા તૈયાર કરવામાં આપ કેવી રીતે અને કેટલી મદદ કરી શકો છો?
 • આકર્ષક રીતે મુદ્દા રજુ કરવામાં આપ પાવર-પોઇન્ટની મદદથી પ્રેઝન્ટેશન બનાવી આપવામાં કેવી અને કેટલી મદદ કરી શકો છો તે જણાવી શકો.
 • વિષયવાર દરેક મુદ્દાનું અંગ્રેજી અનુવાદ (each topic’s name in english) સાથેનો ડેટા તૈયાર કરવામાં આપ કેવી, કેટલી મદદ કરી શકો છો, તે જણાવી શકો.

૨) બાળવિભાગ (Kids section)

 • અમારી પાસે નવા ઘણા વિચારો છે, તેમ છતાં તમે આ વિભાગમાં કેવી અને કેટલી મદદ કરી શકો છો તે જણાવશો.
 • અહિં સાહિત્ય સિવાય પણ, ચિત્રકામ, સંગીત, એનીમેશન વગેરે દ્રષ્ટિકોણથી પણ આપનો સમય, જહેમત આવકાર્ય છે.

૩) કિશોર કેળવણી વિભાગ (Efforts for Wisdom, Confidence, Integrity, Moral values, Global Mindset)

 • હાલમાં પ્રેરક જીવન ચરિત્રોથી શરુઆત કરેલ છે, તેમાં સહકાર અથવા બીજી રીતે જો જવાબદારીપૂર્વક આપની પાસે કશોક નવો વિચાર હોય તો જણાવશો.
 • અહિં સાહિત્ય સિવાય પણ, ચિત્રકામ, સંગીત, એનીમેશન વગેરે દ્રષ્ટિકોણથી પણ આપનો સમય, જહેમત આવકાર્ય છે.

૪) મનોવિજ્ઞાન (Psychology)

 • જો આપને આ વિષયે રુચી, અનુભવ અને સહકારની ઇચ્છા હોય તો જણાવશો.
 • વર્તમાન શિક્ષણમાં બાળકોને / વાલીઓને ઘણી તકલીફ છે. આપની પાસેથી આ વિષયે નવો અભિગમ વહેંચવા વિશેના વિચારો આવકાર્ય છે.

૫) એડમિન વિભાગ (Administrative responsibilities or teamwork)

 • ગુજરાતની શાળઓનો ડેટા તૈયાર કરવામાં આપ કેવી રીતે અને કેટલી મદદ કરી શકો છો?
 • આર્થિક સહયોગથી યોગ્ય ઉમેદવારને સાધનો વગેરેથી યોગ્ય સાધનો વગેરે ફાળવવામાં
 • સરકારી શાળામાં, પ્રોઢશિક્ષણ ક્ષેત્રે, અંધવિધ્યાર્થીઓ, અક્ષરજ્ઞાન ઇચ્છુક ગરીબ વર્ગને, અનાથાશ્રમમાં, વણઝારા કોમ, રેડલાઇટ એરિયાના બાળકો સુધી કેવી રીતે પહોંચી શકાય, તે વિશે આપના સુચનો અને તે રીતનો ડેટા તૈયાર કરવામાં આપ કેવી રીતે અને કેટલી મદદ કરી શકો?

૬) શાળા-સંપર્ક વિભાગ (School co-ordination in Gujarat)

 • શાળાઓ સાથે સંપર્ક જાળવીને સાથે મળીને ઇ-વિદ્યાલયના કામની ગુણવત્તા અને ઉપયોગીતા વિશે આપ કેવી રીતે અને કેટલી મદદ કરી શકો છો?

૭) ટેકનીકલ (Technical)

 • ઇવિદ્યાલયનું નિર્માણ સતત વિસ્તાર પામતું રહે અને એના ઓરડાઓ સુસજ્જ રીતે આકાર પામતા રહે તે માટે વેબસાઇટના કામ માટે યોગ્ય ઉમેદવારની ખુબ જ જરુર છે.
 • ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં વેબસાઇટને કાર્યાન્વિત કરવી આવશ્યક છે, જેથી ફંડ ઉભું કરવામાં સરળતા રહે.

૮) માહિતિ મિત્ર (Useful and Essential Educational Weblinks)

 • વેબજગતમાંથી વિધ્યાર્થીઓને અતિઉપયોગી અને આવશ્યક માહિતિ પૂરી પાડવામાં આપ કેવી અને કેટલી મદદ કરી શકો છો?

૯) અંગ્રેજી

 • ગુજરાતી માધ્યમમાં ભણતા વિધ્યાર્થીમિત્રોનું અંગ્રેજી વિષય પરનું પ્રભુત્વ જળવાઇ રહે અને તેમને અંગ્રેજી બોલવામાં સરળતા રહે તે વિશે શું કરી શકાય તે વિષયે આપના વિચારો જણાવશો.

૧૦) અન્યઃ

 • આ ઉપરાંત આપની પાસે કોઇ નવીન સુઝાવ અને તે માટે જવાબદારીપૂર્વકના સ્વૈછિક સહકારની તૈયારી હોય તો તે આવકાર્ય છે.

૨) આર્થિક

 • ઉપર જણાવેલ દરેક બાબત માટે સ્વૈછિક મદદ ઉપરાંત પણ પગારદાર માણસો(freelance/outsourcing) માટે આપનો આર્થિક સહકાર અતિ આવશ્યક છે.
 • સ્વૈછિક મદદ માટે ઇચ્છુક ઉમેદવારને જરુરી સાધનો(હાર્ડવેર), સોફ્ટવેર તથા તકનિકી સહાય માટે પણ આપનું આર્થિક સહકાર અતિ આવશ્યક છે.
 • આર્થિક સહકાર માટે હાલ આપ, અમારો જરુરથી સંપર્ક કરો.

ભવિષ્યની યોજનાઓઃ (જો ઇવિદ્યાલયના કાર્યને યોગ્ય પ્રતિસાદ અને ફંડ મળે તો….)

૧) જો યોગ્ય પ્રતિસાદ મળે તો એક એવું સોફ્ટવેર બનાવી શકાય કે જેથી કરીને, અહિંની યોગ્ય અને આવશ્યક માહિતિ દર મહિને ચોક્ક્સ ઉંમરના જુથ પ્રમાણે બાળકોને અથવા તેમના માતાપિતાને ઇમેઇલમાં મળી શકે. (વિચારો કોઇ પણ જાતના ભેદભાવ વગર ગુજરાતના છેવાડાના ગામથી લઇને દેશ-વિદેશના ગુજરાતીઓને આપણે એક જ સરખી ગુણવત્તાવાળી આવશ્યક માહિતિ ઉંમરજૂથ પ્રમાણે વહેંચી શકીએ છીએ.

૨) દરેક પાઠ્યપુસ્તકની સાથે ગુણવત્તાસભર વિડીયો ડી.વી.ડી હોવી જોઇએ.

૩) દરેક વિડીયોની સાથે પ્રશ્નોત્તરી, સ્વાદ્યાય, પુનરાવર્તનના અનુરુપ વિડીયોની પ્રોગ્રામની મદદથી ગોઠવણી.

૪) બીજું પણ ઘણું સરસ અને છતાં અતિઉપયોગી, જ્ઞાન સાથે ગમ્મત જેવા સોફ્ટવેર ટુલ્સ બનાવી શકાય.

૩) ઇવિદ્યાલય લોગો દ્વારા સમર્થન

EV_LOGO

આ લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

૪) ઇવિદ્યાલયનો પ્રચાર

MM_Announcement

શક્ય હોય તેટલા વિદ્યાર્થી મિત્રો, બાળમિત્રો, વાલીમિત્રો/શિક્ષકગણ ને આપ ઈ-વિદ્યાલય વિષે માહિતગાર કરો.

એક વિચાર.

જો ડૉ. વિક્રમ સારાભાઇ, ઇન્ટરનેટ નહોતું ત્યારે, ૧૧ સંસ્થા સ્થાપી અને કાર્યરત કરી શકતા હોય, શ્રી જગદીશ પટેલ અંધ હોવા છતાં અતિ સુસજ્જિત અંધજન મંડળ સ્થાપીને કાર્યરત કરી શકતા હોય, તો શું આપણે સાથે મળીને આપણા બાળકો માટે ઇન્ટરનેટ પર એક આગવી અને અતિઆવશ્યક શાળા બનાવીને એને કાર્યરત ના કરી શકીએ?

 

અસ્તુ કહેતાં પહેલાં

જીવનની ત્રણ અવસ્થાઓ

અંગ્રેજી પરથી ભાવાનુબાદ. સાભાર શ્રી. પ્રભુલાલ ભારડીયા

કીશોરાવસ્થામાં

સમય અને શક્તી હોય

પણ નાણાં ક્યાં?

યુવાવસ્થામાં

શક્તી અને નાણાં હોય

પણ સમય ક્યાં ?

વૃધ્ધાવસ્થામાં

સમય અને નાણાં હોય

પણ શક્તી ક્યાં ?

=====================

અને શ્રી સુરેશ જાની તરફથી થોડાંક લટકણીયાં...

અને કદાચ ત્રણે હોય તો?

વૃત્તી ક્યાં ?

અને કદાચ વૃત્તી હોય તો ?

પ્રવૃત્તી ક્યાં?

અને પ્રવૃત્તી હોય તો ?

દીશા કઈ? જનકલ્યાણકારી?

અને આ બધું જ હોય તો …… હું તે છું?

સહકારની અપેક્ષા સહ…

 અસ્તુ.

ઇવિદ્યાલય ટીમ.

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
19 comments on “Contribution Request
 1. બહુ જ ઉત્તમ કામ. આ બને તેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચે , એ માટે આપણે સૌ પ્રયત્નો કરીએ.

 2. સુરેશ્ભાઈના બ્લોગ પરથી આપના વિષે જાણ્યું. ખુબ સરસ કાર્ય છે. મારા બ્લોગ પર પણ રીબ્લોગ કરેલ છે. કેવી રીતે મદદ થઈ શકાય તે વિચારીને ફરી મળશું.
  ધન્યવાદ
  http://bestbonding.wordpress.com/2013/07/20/evidyalay/

  • Hiral says:

   જગદીશ કાકા, આપનો ઘણો આભાર.
   મેં આપને ઇ-મેઇલ મોકલ્યો છે. બની શકે, એક નજરે આપને ઘણું અઘરું લાગે કે ના ગમે.
   જે પણ હોય, વિના સંકોચે જણાવશો.

 3. ઈ. વિદ્યાલય નો પ્રચાર અને પ્રસાર દરેક સંસ્થાઓમાં – સ્કૂલ -શાળાઓમાં વિધાર્થીઓમાં યોગ્ય રીતે અને આયોજનબદ્ધ થવો જરૂરી છે. ખૂબ ખૂબ અભિનંદન.

 4. Govind Maru says:

  જનહીતાર્થે ખુબ જ ઉપયોગી… અઢળક અભીનન્દન…
  મારા બ્લોગ પર લીન્ક મુકવા માટે એચટીએમએલ કોડ મોકલવા વીનન્તી.
  ફરીથી અભીનન્દન…

  • Hiral says:

   આપનો દિલથી ખૂબ ખૂબ આભાર.
   ઇવિદ્યાલય આપણા સૌની શાળા છે. અહિં મારું-તારું કશું નથી. બધું આપણું, આપણા સૌ માટે.
   આપના તરફથી સહકારની અપેક્ષા સહ.

   લોગો માટેનો કોડ.

 5. ગુજરાતી ભાષા અને ખાસ કરીને ગુજરાત બહાર, ભારત બહાર વસતા ગુજરાતીઓ માટે ઇવિદ્યાલય જેવું ઉત્તમ કામ બીજું શું હોઇ શકે ? હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. હિરલબહેનને તો ખરાં જ ખરાં…આખી ટીમને પણ.. હમણાં તો મારી વાર્તાઓ મોકલીશ અને અન્ય બાળસાહિત્ય પણ જે ગમશે એ ટાઇપ કરીને ચોક્ક્સ મોકલીશ. સંકળાયેલી રહીશ એટલે મદદ માટેના વિચારો ખુલતા જશે…
  લતા જ. હિરાણી

 6. Chirag says:

  Though I am late in welcoming this very cause, I have added eVidyalay feed link to rutmandal.info and have added logo to rutmandal.info/guj.

  I shall be more active pretty soon.

 7. ken says:

  ૯) અંગ્રેજી

  ગુજરાતી માધ્યમમાં ભણતા વિધ્યાર્થીમિત્રોનું અંગ્રેજી વિષય પરનું પ્રભુત્વ જળવાઇ રહે અને તેમને અંગ્રેજી બોલવામાં સરળતા રહે તે વિશે શું કરી શકાય તે વિષયે આપના વિચારો જણાવશો……………………..

  http://iastphoneticenglishalphabet.wordpress.com/
  for Gujarati..
  kenpatel.wordpress.com
  saralhidi.wordpress.com

 8. મુરબ્બી શ્રી સુરેશભાઈ જાની દ્વારા આ તમારી વેબના દર્શન થયા…ખુબ જ સરસ કામ….આ ડિઝીટલ કૉમ્પ્યુંટરના જમાનામાં સરળતા થી વેબ દ્વ્રારા ગમ્મત સાથે બાળકોને જ્ઞાન મળતું હોય તો આનાથી વિશેષ બાળકોને શું જોઈએ??…મારા આ બે બ્લોગો પર ઓલરેડી યુવારોજગાર અને કલમપ્રસાદી પર મેં તમારી ઈ-વિધાલયને લોગૉ મૂકી દીધો છે…. અને હું તમને મદદરૂપ આ રીતે થઈ શકુ છું…..ગુજરાતની કેટલીક શાળા કે સ્કુલોની માહિતી આપીને, જીવન ચરિત્રો/ બાળવાર્તાઓ/ બાળગીતો તથા પ્રેરક લેખો મોકલીને તથા મારા બે બ્લોગોમાંથી તમને કોઈ લેખ કે લખાણ જોઈતું હોય તો તે લઈને…

  આભાર,

  પ્રવિણ કે.શ્રીમાળી

  તંત્રીઃ – યુવારોજગાર

 9. Jagdisha says:

  શું હું આપશ્રી ને સ્વ રચિત કાવ્ય મોકલી શકું ? જો જવાબ હા હોય તો મોકલવાનું (ઈ) અડ્રેસ જરૂર
  મોકલશો,
  આભાર….

 10. Arvind Upadhyay says:

  ઈવિદ્યાલય આજના ઈ લર્નિંગ ના સમયમાં ખુબ જ ઉપયોગી છે. ખુબ જ સરસ શરૂઆત કરવા બદલ ધન્યવાદ.
  . મેં ઈ લર્નિંગ ઈંગ્લીશ મીડીયમ માટે લગભગ બધા વિષયો માટે SME તરીકે કામ કરેલું છે. અંગ્રેજી ગ્રામર માટે હું ટેસ્ટ કે માહિતી આપી શકીશ. અન્ય વિષયો ઈંગ્લીશમાં તૈયાર કર્યા હોવાથી તેમાં યોગદાન પછીથી આપી શકીશ.
  યોગ્ય લાગે તો જણાવશો

  • Hiral says:

   Thanks. Actually these days many online material is available for English. Can you make a good set from there?
   I mean our purpose is when some Gujarati Medium student want to lean English, he should be able to find enough good sources from EVidyalay.
   Rather if we go according to Gujarati Medium textbooks for English subject, it is very big task and right now we don’t have any volunteer in that regard.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*