Category Archives: પ્રોગ્રામિંગ

ટેન્ગ્રામ

 ’સ્ક્રેચ’ પર ટેન્ગ્રામ પ્રોજેક્ટોમાં એક હરણફાળ …હવે બે સાઈઝમાં આકારો બનાવી શકાય છે. 30 આકારો પ્રોજેક્ટમાં છે – જેમાંના પાંચ મોટી સાઈઝના હોવાથી નાના બનાવેલા છે.

સૂચનાઓ ….Tan1 tan2

 

ટેટ્રોમિનો

       ’ટેટ્રિસ’ની રમત જેના આધારે બનાવવામાં આવી છે – તે ‘ટેટ્રોમિનો’ નામથી ઓળખાતા, ચાર ચોરસમાંથી બનતા અલગ અલગ જાતના ટુક્ડાઓને લંબચોરસ ફ્રેમમાં ગોઠવવાની આ રમત છે.

ટેટ્રોમિનો વિશે અહીં  જાણો 

ચોરસ ડિઝાઇન

સ્ક્રેચ પર આ માટેનો પ્રોજેક્ટ  જુલાઈ- ૨૦૧૪ માં બનાવ્યો હતો - આ રહ્યો.

હવે એના પરથી બીજો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં આવી ડિઝાઇનો બનાવીને સ્ટોર  કરી શકાય છે. હાલ એની લાયબ્રેરીમાં ત્રણ ડિઝાઇનો સામેલ કરેલી છે. પણ બીજી અનેક ડિઝાઈનો બહુ સરળતાથી બનાવી અને સ્ટોર કરવાની સવલત છે.

સૂચનાઓ -

Press green arrow to start. There are two options available thro’ Record/ Play button on RHS bottom.

In recording mode…..
You can make any no. of changes using the pattern palette on RHS. Out of the 42 shapes any one can be selected by clicking on it. Further clicking it will rotate that shape by 90 deg.
Then click on any cell of the 9×9 canvas on LHS. The same cell be changed any no. of times.
When you are satisfied with the design, press SPACE and the design will be permanently saved.

In Play mode…
Use UP/ DOWN keys to watch and enjoy the saved design.

 

નદી પાર કરાવો – કોયડો

    નદીના ડાબા કિનારે  બકરી, ઘાસનો પૂળો અને વરૂ છે. હોડીમાં હોડીવાળો છે. જ્યાં સુધી હોડીવાળો કિનારા પાસે હોય ત્યાં સુધી ત્રણે સહીસલામત અને શાંતિથી સાથે રહે છે. પણ જો હોડીવાળો દૂર જાય તો ….

બકરી ઘાસ ચરી જાય
અથવા
વરૂ બકરીને ખાઈ જાય.

     ત્રણેને  સહીસલામત રીતે જમણી બાજુ લઈ જશો? શી રીતે?

    બહુ જ જાણીતો આ કોયડો –  સ્ક્રેચ પર આ રહ્યો —-

સ્ક્રેચ પર રમવા માટે અહીં ક્લિક કરો.

 

કેલિડોસ્કોપ – ૨

કેલિડોસ્કોપ જેવું જ ચિત્ર સ્ક્રેચ પર બનાવી શકાય , એ શોધમાં એક બહુ જ સરસ સાધન મળી આવ્યું..

આ ચિત્ર પર ક્લિક કરો

આ ચિત્ર પર ક્લિક કરો

એ વેબ સાઈટ પર બનાવેલ એક ચિત્ર…

imageedit_4_7844601780

 

અને મઝાની વાત તો એ છે કે, ઘણી બધી ગ્રાફિક સવલતો આ વેબ સાઈટ પર છે. આ તો એમાંની એક જ છે !