Category Archives: વિડિયો

પેગ સોલિટેર – વિડિયો

લો આ વિડિયો માણો…


અને એ રમત જાતે રમવાનું મન થઈ જાય તો અહીં રમી લો….

 

PS_stage

આ ચિત્ર પર ક્લિક કરો.

     આ પ્રોજેક્ટ બનાવતી વખતે ઘણી બધી નવી જાણકારી મેળવવાની અને એ મેળવવાનો આનંદ માણવાની મજા આવી. ખાસ તો ….

  • ‘સ્ક્રેચ’ પર વિડિયો બનાવવાનો રોમાંચ
  • આવી રમતોનાં પગથિયાં ( Steps) રેકોર્ડ કરવાની રીત
  • આખાને આખા લિસ્ટને એક જ ક્લિકે ‘બોલતું’ કરવાની રીત.

આમ…

peg_list

અને એનો કોડ કેટલો સાદો અને સીધો?

peg_list_1

યુ-ટ્યુબ વિડિયો બનાવો

       જો તમે જિમેલમાં એકાઉન્ટ ધરાવતા હો તો…તમારા માટે સારા સમાચાર છે. હવે તમે યુ-ટ્યુબના વિભાગમાં સીધો વિડિયો બનાવી શકશો.

નીચેના ક્રમ પ્રમાણે આગળ વધો…

૧. યુ-ટ્યુબમાં તમારી ચેનલમાં જાઓ…એમાં ડાબી બાજુનું  ત્રણ લીટી વાળું બટન દબાવો.

 

you_1

૨.  પછી ‘વિડિયો મેનેજર’ ક્લિક કરો. છેલ્લેનું બટન ‘Create’ ક્લિક કરો

you2

૩.   એમાં Video Editor ક્લિક કરો.

you3

૪. ખાલી સ્લેટ આવી ગઈ…

you4

૫. વિડિયો કે ઓડિયો ઉમેરો. ( ઘણી બધી ઓડિયો ફાઈલ એમાં કોઈ ફી વિના મળી જશે.)

૬.  જો સ્લાઈડો વાળો વિડિયો બનાવવો હોય, તો કોઈ એક મનપસંદ સંગીતની ફાઈલ, અથવા તમે જાતે રેકોર્ડ કરેલ ફાઈલ ઉમેરો.( લાલ લીટી કરેલ બટન દબાવતાં એ મળશે.)

you45

૭.   હવે,તમારી બનાવેલી સ્લાઈડો ‘કેમેરા’ બટન દબાવીને ઉમેરી શકશો, અથવા વિડિયો મુક્યો હોય તો એના શિર્ષકની સ્લાઈડ પણ બનાવી શકશો.

૮.  પેઈન્ટ માં સ્લાઈડ બનાવવી હોય તો, 480×360 pixel ની સાઈઝનું ચિત્ર બનાવજો.you46

૯.  તૈયાર થાય ત્યારે  બસ આ બટન દબાવી દેવાનું …

you47