Category Archives: સુરેશ જાની

નદી પાર કરાવો – કોયડો

    નદીના ડાબા કિનારે  બકરી, ઘાસનો પૂળો અને વરૂ છે. હોડીમાં હોડીવાળો છે. જ્યાં સુધી હોડીવાળો કિનારા પાસે હોય ત્યાં સુધી ત્રણે સહીસલામત અને શાંતિથી સાથે રહે છે. પણ જો હોડીવાળો દૂર જાય તો ….

બકરી ઘાસ ચરી જાય
અથવા
વરૂ બકરીને ખાઈ જાય.

     ત્રણેને  સહીસલામત રીતે જમણી બાજુ લઈ જશો? શી રીતે?

    બહુ જ જાણીતો આ કોયડો –  સ્ક્રેચ પર આ રહ્યો —-

સ્ક્રેચ પર રમવા માટે અહીં ક્લિક કરો.

 

ઓરીગામી -પ્લેન

ચોરસ કાગળમાંથી બનાવેલ આ પ્લેન એકદમ મૌલિક મોડલ છે.

આ પ્લેન બનાવવા કોશિશ જરૂર કરજો અને……

બીજી અને છેલ્લી સ્લાઈડમાં આ એનિમેશન ખાસ જોજો.

plane_animation

મોર – ઓરીગામી

ભારતનું રાષ્ટ્રીય પક્ષી

પાંખ પસારેલો દેખાવ

પાંખ સમેટેલો દેખાવ

મુળ ભારતીય હોવાના સબબે આ મારું બહુ જ પ્રીય મોડલ છે.બનાવવામાં થોડું મુશ્કેલ આ મોડલ, બે ચોરસ જેટલા લાંબા લંબચોરસ કાગળમાંથી બનાવી શકાય છે.

કાગળ કતરણ, Paper cutting

આ મને બહુ જ ગમતી અને  માનીતી હોબી છે. આવી ડિઝાઈનો  હું ઘણા વખતથી  બનાવું છું.

કાગળને ત્રિકોણાકારે, આઠ પડ  થાય તેમ વાળી; કાતર વડે કાપીને આ ડિઝાઈન બનાવી છે.

ત્રિકોણાકારે આઠ પડમાં વાળેલો કાગળ

ત્રિકોણાકારે આઠ પડમાં વાળેલો કાગળ

કાગળ કતરણ

કાગળ કતરણ

ઓરીગામી – ટાંકી

સાત બાજુ વાળી ટાંકી -1

સાત બાજુ વાળી ટાંકી -1

સાત બાજુ વાળી ટાંકી - 2

સાત બાજુ વાળી ટાંકી - 2

રોકેટ બનાવ્યા પછી, ‘ એની ત્રણ બાજુઓના સ્થાને વધારે બાજુઓ રાખી હોય તો  કેવું? ‘ એમ વિચારતાં આ સાત બાજુ વાળી ટાંકી બની ગઈ.