Category Archives: કોયડો

રશ અવર

બહુ જ ગમતી પઝલ – રમત.  હમણાં નેટ પર શોધતાં એમાંની સર્વશ્રેષ્ઠ રમવાની સાઈટ મળી ગઈ.

મુશ્કેલીના ચાર લેવલ અને દરેકમાં પચીસ પઝલો !!

આ ચિત્ર પર 'ક્લિક' કરી એ પઝલ ઉકેલો...

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી એ પઝલ ઉકેલો…

ચેસના બોર્ડમાં આઠ રાણીઓ !

    તમે સૌ ચેસની રમત જાણતા હશો. તેમાં જાતજાતની કુંકરીઓ વપરાય છે. તેમાં રાજા અને રાણી સૌથી મહત્વનાં હોય છે. પણ સૌથી વધારે ઉપયોગી કુંકરી રાણીની હોય છે. કારણકે રાણીની કુંકરી બધી દિશામાં ચાલી શકે છે.

chess_11

ઉપર બતાવેલા ચેસના બોર્ડમાં વચ્ચે જે રાણીની કુંકરી બતાવી છે , તે આઠ રીતે ચાલી શકે છે.

       હવે આપણે ચેસ તો નથી રમવાના પણ એક કોયડો ઉકેલવાના છીએ. આપણી પાસે એક નહીં પણ આઠ રાણીની કુંકરીઓ છે. આ આઠે કુંકરીઓને એવી રીતે ગોઠવવાની છે કે કોઇ પણ રાણી બીજી કોઇ રાણીને મારી ન શકે. ચાલો ગોઠવવા માંડો- એક પછી એક રાણીને …..

      કોયડાના ઉકેલ માટે રાહ જુઓ.