હોબી શો

       અમેરિકામાં આવ્યે આશરે અગિયાર વર્ષ પૂરાં થયાં. ૨૧મી ડિસેમ્બર – ૨૦૧૧ના રોજ, બરાબર બારમામાં પેસીશ! એ દરમિયાન જાતજાતની હોબીના ભશકા કરી લીધા છે- હજુ ય એ જલસા ચાલુ જ છે.

     નેટ પરના માનસપુત્ર  શ્રી. ચિરાગ પટેલ અને જેમને મોટીબેન ગણી આદર આપું છું; તેવાં શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસે મારા આ ગાંડપણને હમ્મેશ પોરસાવ્યું છે – ચિરાગે ‘ ઋતમંડળ’ ની પીઠિકા( પ્લેટફોર્મ)  પૂરું પાડીને અને પ્રજ્ઞાબેને સતત પ્રતિભાવ – ઓક્સિજન પૂરો પાડીને.  ’વર્ડપ્રેસે શો મેન બનવાની ટેક્નિક  આપવા માંડી છે.’ – તે માહિતી બીજા નેટ મિત્ર શ્રી. અશોક મોઢવાડિયાએ  આપી એટલું જ નહીં; પણ એ વાપરતાં પણ બહુ જ મહેનત કરીને  શીખવ્યું.

     આ સૌનો હું ઓશિંગણ છઉં. આ સૌના આભારનો ભાર આ પાનાં પર ઊતારી દઉં છું.

     હળવો ફૂલ બની ગયો છું – આ પાનું ખુલ્લૂં મૂકતાં ..

શ્રી. ચિરાગ પટેલના દિકરા વૃંદ

અને

માનનીય પ્રજ્ઞાબેનને

આ પાનું  અર્પણ છે. 

       અહીં અવનવી હોબીઓનાં સ્લાઈડ શો અને ફોટો ગેલરી દર્શાવતાં પ્રકાશનો સંકલિત કરવામાં આવશે. વાચકો  આ ‘શો’ ઓના સૌંદર્યને મન મૂકીને માણશે એવી આશા રાખું છૂં. ( ‘શો’ નું  બરાબર અર્થ સભર ગુજરાતી? – નથી આવડતું , સોરી!  )

નોંધ –  કોઈ પણ ફોટો ગેલરી પર ‘ ક્લિક’ કરવાથી કેરાઉસલ પર સ્લાઈડ શો પણ જોઈ શકાશે.

      આ બધા મારા અહંના ઊછાળા ભલે હોય – છે જ. પણ, એ મીઠા ઉજાગરા જેવા મનભાવન છે – અહં ન ઓગળી જાય ત્યાં લગણ.

—————————-

સ્વસર્જિત

પ્લાસ્ટિક મોઝેક ( Plastic Mosaic)

લાકડાનાં મોઝેક ( Wooden Mosaic) 

ટેન્ગ્રામ

ઓરીગામી ( Origami) 

Comprehensive Video

Video by Shri Akhil Sutaria

જળચર પ્રાણીઓ (Fish ) 

જંતુઓ (Insects) 

પક્ષીઓ ( Birds)

પ્રકીર્ણ ( Misc. ) 

પ્રાણીઓ ( Animals)

પ્લેન ( Planes)

ફર્નિચર ( Furniture)

હોડી ( Boats)

સંગ્રહિત

આર્ટિચોક ફૂલ( Artichoke Flower) 

ગ્લાસ બ્લોઈંગ – ૧ ( Glass Blowing – 1)

ગ્લાસ બ્લોઈંગ – ૨ ( Glass Blowing-2)

ચલણી નોટ મોડ્યુલર ઓરીગામી ( Paper currency modular Origami)

ડોલર ઓરીગામી ( Dollar Origami)

પડછાયા કળા ( Shadow Art)

ફળોમાં શિલ્પ ( Fruit art)

ફેન્સી કેક (Fancy cake art)

બોન્સાઈ ( Bonsai)

મોડ્યુલર ઓરીગામી ( Modular Origami)

હસ્તકલા ( Hand Painting)

સાપ ( Snake show)

હાઈ સ્પીડ ફોટોગ્રાફી (High Speed photographt)

19 thoughts on “હોબી શો

 1. હૉબી પણ અંગ્રેજીમાં છે પછી શોને ય અંગ્રેજીમાં જ રાખો.
  સાદું ટાઈટલ તો શોખ–સંગ્રહ થાય ! કે પછી “નવરાશનાં સર્જનો” !

 2. અત્યારે તો અહંના ઉછાળાની છોળનો આનંદ માણીએ જ્યારે અહં ઓગળી જશે ત્યારે સ્વરુપની શાંતિનો યે આનંદ જ હશે.

  જય હો !

 3. sur na ish tane kya sabdoma abinandu..tu e tu j.ishwar etale tu hu vishwana sahu jivant jiv..chal ene j pujie.jo pachi kevi jindagani jivant bane…teri yad me maja karu chu..peli surni jwalnta jyoti kya?ena pan kadik darshan karavaje .tari dikari jamai,,pelo ananya g. son ane bija sau ne namste.kyare phone karu to ankulan rahe?..atuljyotika

 4. સુ.દાદા, તમારો પીતાવત પ્રેમ મારે માટે જીવનની એક અમુલ્ય ભેટ છે. સદાય પ્રણામી…

 5. “માનનીય પ્રજ્ઞાબેનને આ પાનું અર્પણ છે. ”
  જીવતા જીવે સ્વીકારતા આનંદ થાય તે સ્વાભાવિક છે
  હવે આને લાયક થવું પડશે…!
  આમે ય કોઈ પણ સારા કામો પણ સ્વાહા કરીને અર્પણ કરવાના હોય છે
  યાદ
  ઓજોડસ્યોજો મે દા: સ્વાહા 1
  ‘હે પરમેશ્વર ! આપ ઓજસ-સ્વરૂપ છો. આપ અમને ઓજસ આપો. અમે જે અર્પણ કરીએ છીએ તે મંગલમય બનો.’
  સહોડસિ સહો મે દા: સ્વાહા 2
  ‘હે પરમેશ્વર ! આપ શક્તિસ્વરૂપ છો. આપ અમને શક્તિ આપો. અમે જે અર્પણ કરીએ છીએ તે મંગલમય બનો.’
  બલમસિ બલં મે દા: સ્વાહા 3
  ‘હે પરમેશ્વર ! આપ બલસ્વરૂપ છો. આપ અમને બલ આપો. અમે જે અર્પણ કરીએ છીએ તે મંગલમય બનો.’
  આયુરસ્યાયુર્મે દા: સ્વાહા 4
  ‘હે પરમેશ્વર ! આપ આયુસ્વરૂપ છો. આપ અમને આયુ આપો. અમે જે અર્પણ કરીએ છીએ તે મંગલમય બનો.’
  શ્રોત્રમસિ શ્રોત્રં મે દા: સ્વાહા 5
  ‘હે પરમેશ્વર ! આપ ચક્ષુસ્વરૂપ છો. આપ અમને યથાર્થ દર્શનશક્તિ આપો. અમે જે અર્પણ કરીએ છીએ, તે મંગલમય બનો.’
  પરિપાણમસિ પરિપાણં મે દા: સ્વાહા
  ‘હે પરમેશ્વર ! આપ પરિપાલનસ્વરૂપ છો. આપ અમને રક્ષાશક્તિ આપો. અમે જે અર્પણ કરીએ છીએ, તે મંગલમય બનો.

 6. અભિનંદન!
  સુરેશ જાની…..Bhai Suresh,

  ઓજોડસ્યોજો મે દા: સ્વાહા 1
  સહોડસિ સહો મે દા: સ્વાહા 2
  બલમસિ બલં મે દા: સ્વાહા 3
  આયુરસ્યાયુર્મે દા: સ્વાહા 4
  શ્રોત્રમસિ શ્રોત્રં મે દા: સ્વાહા 5
  પરિપાણમસિ પરિપાણં મે દા: સ્વાહા

  Like Pragnaben says,
  સારા કામો પણ સ્વાહા કરીને અર્પણ કરવાના. ……

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 7. સુરેશભાઈ,
  ઈ-મેલ દ્વારા તમારા પ્રતિભાવો-વિચારો જાણ્યા…સાચા છો! ક્યારેક તો વૈરાગ્ય -ભાવ આવે ને?
  મૌનની ગુહામાં સ્વ/નિજ ગોષ્ટિનો જે આનંદ છે તેજ પરમ આનંદ માલિક નું સાન્નીધ્ય !હું તો માણું છું!
  આ ગમા- અણગમા અહં છે ત્યાં સુધી તો રહેવાના જ!
  સરસ મર્માળુ પ્રતિભાવો મળ્યા છે.ભાવના/લાગણી સાચા હોય અને ઈશ્દત્ત ઇન્દ્રિયો ના સાધન દ્વારા જીવન માણી-જાણી શકાય એથી રૂડું શું હોઈ શકે… આપણે બધાં સમ્સુખીયા/દુખિયા !!! પોતાને ગમતા રહીએ!!!

  ૪.- સાર- સર્વસ્વ
  [છેલ્લી સમજણની ક્ષણ/ એવું બની શકે?!]

  વિચારોનો કચરો મહાસાગરે વમળ-મોજામાં વિલીન થાય જ્યારે,તો-
  “બ્લેક-હોલ” ભરાવાની પ્રક્રિયા ગતિવિધિ ધરોહર બને હકીકત,તો-
  બોલવા-લખવાની તાલાવેલી સમથળ સરોવર બને એવું થઇ શકે?!
  શબ્દો જ્યારે શાંત થઇ,સજ્જડ મૌન-ખડક બની જાય!એવું બની શકે?!

  “ જે નથી દેખાતું”નો એહસાસ હર ક્ષણ ક્ષણ જીવાય, એવું બની શકે?!
  સમીકરણો સમજાય સઘળાં મહાશૂન્યમાં સમાય તોજ એવું બની શકે?!
  “હું જ તો આ ટપકતી,સરી જતી ક્ષણ છું”એ સમજાય, એવું બની શકે?!
  ‘ઓમ’ના બિંદુમાં, મોક્ષ-મુક્તિ,નિર્વાણ,અંતિમ સમાધિની ક્ષણ પમાય!

  હકીકતમાં,“હોય” એની યાદ આપવી-અપાવવી પડે?છળ છતું થાય!
  ‘હું આ નથી,તે નથી’,“હું શુદ્ધાત્મા છું”ના રટણ કર્યા કરીશ ‘કંઈક’?
  અસંખ્ય ‘ન’કારોથી સભર ,જિંદગી- “હું છું” નો મસ-મોટો હકાર છે!
  નાદધ્વનિ,ગુંજારવ,ઘંટારવ,કોલાહલો,ઉહાપોહ બધુંય સ્વયં શમી જાય!

  દિવસ-રાત,છાયા-પડછાયા ગતિ-ભ્રમના ખેલ છે સઘળા, સાર-સર્વસ્વ,
  સૂર્ય કદી ઉગતો કે આથમતો નથી,ધ્રુવ સત્ય-સમ જ છે!,ઉજાગર થાય.
  “સૂર્ય તો માત્ર છે, છે જ શાશ્વત”,એની અનુભૂતિ જ છે સાર-સર્વસ્વ!
  સમજો તો,પરમ સમીપે,પરમ આનંદ મોક્ષને પમાય,એવું બની શકે?!
  ——————————————————————————-
  -લા’કાન્ત / ૪-૩-

 8. આદરણીયશ્રી સુરેશભાઈ..સાચે જ તમે પ્રેરણા સ્ત્રોત બની ગયા છો.
  આપે નવતર શૈલીને સાચી સમજ સાથે હસ્તગત કરી તેનો આનંદ લૂંટ્યો છે.
  આપનો આ ઉમંગ અને આવડતને સો સો સલામ. ..અમે તો પાછા પડી
  જઇએ છીએ.

  અભિનંદન સહ
  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>