કાચ કળા

સાભાર – શ્રી. સુરેશ કાન્ત પટેલ, પ્રવીણ ભટ્ટ, amadavadis4ever

Johor Bahru, Malayeshia

Johor Bahru, Malayeshia

મલાયેશિયાના જોહોર બહરૂ ના કાચથી  પૂરેપૂરા મઢેલા હિન્દુ મંદિરની કળા

જોહોર બહરૂ વિશે જાણવા અહીં ક્લિક કરો.

અરૂલમિગુ  રાજકલિમ્મન મંદિર વિશે જાણવા અહીં ક્લિક કરો.

 

પુક્કલમ્

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર

કેરાલામાં  ઓણમ ઉત્સવ વખતે ફૂલો વાપરીને સજાવાતી રંગોળી એટલે પુક્કલમ્

અને,  જોતાં થાકો એટલી ડિઝાઈનો ગૂગલ મહારાજ પાસેથી……  આ રહી.

પુક્કલમ્ વિશે જાણવા અહીં ક્લિક કરો.

અને આ મસ્ત વિડિયો

ફોલ્ડિંગ / કટિંગ

એક ઇલેક્ટ્રોનિક ચીજ ખરીદી હતી. એના પેકિંગનો આ સામાન…

આગળથી દેખાવ

IMG_6053

પાછળથી  દેખાવ

IMG_6052

મૂળ પેકિન્ગ

IMG_6051

      અલબત્ત આ પેકિંગ મશીનથી જ બનાવેલ છે. પણ એની કલ્પના કરનાર અને એની ડિઝાઈન બનાવનાર અજ્ઞાત  ‘પેકિંગ ડિઝાઈનર’ને નમસ્કાર

કોથમી સાચવવાની કળા

         એક અઠવાડિયાથી અમારા ઘરમાં,  ફેસબુક પરથી મારી દીકરીને મળેલો એક પ્રયોગ ચાલે છે . કોથમીને પાણી ભરેલી એક બરણીમાં આમ રાખવાનો. હજુ કોથમીનાં પાન એવાં ને એવાં છે.

[Coriander/ cilantro]

cilantro_1

આજે મન થયું કે, આ બાબત બીજાઓ શું કરે છે ?

અને ગૂગલ મહારાજે પટ્ટ કરતાંકને આ સરસ મજાની વાત શોધી આપી.

આ ચિત્ર પર ક્લિક કરો

આ ચિત્ર પર ક્લિક કરો

       એ વેબ સાઈટ આનાથી જુદો રસ્તો બતાવે છે –  કોથમીના ઝૂડાને પાણી ભરેલી બરણીમાં રાખી એની ઉપર  પ્લાસ્ટિકની બેગ ટાઈટ વિંટાળી દેવાની. અને પછી બરણી ફ્રિજમાં રાખવાની.

એક મહિનો કોથમી એવ્વી ને એવ્વી !

આ બાબત તમારો અનુભવ શું છે?

વેસ્ટમાંથી બેસ્ટ – પેન સ્ટેન્ડ

આજે ક્લોઝેટના બારણાની અંદરની બાજુ લટકાવાય એવું  ‘પેન -સ્ટેન્ડ’  બનાવ્યું.

Jpeg

Jpeg

Jpeg

JpegJpeg

સાધન સામગ્રી…

  • ઓલ પર્પઝ ટેપ ( પેપર ટેપ) નું ખાલી રોલર
  • રંગીન કાગળ
  • જૂની માર્કર પેનનાં બે  ઢાંકણાં
  • સેલોફેન ટેપ

 

 

 

ચાલો રિપેર કરીએ

આજથી આ નવો વિભાગ અહીં શરૂ.

આ લખનારની એક હોબી અને સૌને કામ આવે તેવી….

——–

     બાથરૂમની  દિવાલ પર લટકાવેલ કબાટની અભરાઈઓને ટેકવવા માટેની બે દટ્ટીઓ ખોવાઈ ગઈ હતી. એની પર મુકેલ સામાન વોશ બઝિન પર બે દિવસથી જગ્યા રોકતો હતો. બજારમાંથી ખરીદીને નવી દટ્ટીઓ લઈ આવ્યો. પણ જૂની દટ્ટીઓ નાની હતી….. આવી

Jpeg

 

આવી બીજી જાતની ડટ્ટી

peg_4

       હવે આનો ઈલાજ શો? કબાટમાં છે, તે જ માપની દટ્ટીઓ મળે તેવી શક્યતા ઓછી છે. થોડોક વિચાર કર્યો અને બેકયાર્ડમાં જઈ , અઠવાડિયા પહેલાં કાપેલ ડાળી સૂકાયેલી પડી હતી, તેમાંથી નાનકડો ટૂકડો કાપી દીધો, અને એની ઉપર ‘ઓલ પર્પઝ ટેપ’ લગાવી દીધી.

બરાબર માપની નવી દટ્ટીઓ તૈયાર  - ઘેર બનાવેલ અને

મફત!!

Jpeg

‘ઓલ પર્પઝ ટેપ’ 

Jpeg

     આ બાબતમાં  રસ હોય તો,આવા કામના તુક્કાઓ લખી મોકલવા વિનંતી