ખાન એકેડેમી

અમેરિકા સ્થિત સલમાનખાન ભાઇએ એમના પિતરાઇભાઇની મદદ કરવા કેટલાંક વિડીયો બનાવ્યા અને એને સારો પ્રતિસાદ સાંપડતા તેમણે તે કાર્યને આગળ ધપાવ્યું. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલગેટ્સને તેમનો આ રીતે વિડીયો લાઇબ્રેરી થકી શાળાના બાળકોને ભણાવવાનો પ્રયત્ન ખૂબ ગમ્યો અને તેઓ પોતે સલમાનખાન ભાઇને મળવા ગયા. પોતે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેસન તરફથી મોટી રકમ પણ ‘ખાન એકેડેમી’ ને ભેટ આપી.
ગુગલ યુનિક આઇડીયા અંતર્ગત ખાન એકેડેમીને $૨ મિલિયન ડૉલરનું ઇનામ જાહેર થયું અને પછી ઉંચા પગારે નિષ્ણાતોને રાખીને ‘ખાન એકેડેમી’ નું કાર્ય ગુણવત્તાની દ્રષ્ટિએ અમુલ્ય બન્યું. જેમાં વેબસાઇટ પર બધું હોમવર્ક કરવાથી લઇને શાળા, શિક્ષકો, કરિયર માટે અદ્યાનુકિ ટુલ્સ વિકસાવવામાં આવ્યા.
દુનિયાભરમાંથી શિક્ષણ ક્ષેત્રે આ ક્રાંતિને આવકાર મળ્યો.

ખાન એકેડેમીનું વેબસરનામું. www.khanacademy.org

હું શિક્ષણક્ષેત્રે બદલાવ માટેના વિચારો અને ખાંખાખોળા કરી રહી હતી. દુનિયામાં શું નવું થઇ રહ્યું છે તેની જાણકારી એકઠી કરી રહી હતી, અમે ઘરમાં ઘણી ચર્ચા કરી રહ્યા હતાં ને અમને ‘ખાન એકેડેમી’ ની જાણ ૨૦૧૧-માર્ચમાં થઇ. અને બીજે જ દિવસે મિલને મને વિડીયો બનાવવાના સાધનો ભેટ આપ્યા. અમે ઈવિદ્યાલય નામે યુ-ટ્યુબ ચેનલ શરુ કરી. મેં શિક્ષણક્ષેત્રે બદલાવના આ પ્રયત્નમાં જોડાવા ‘ખાન એકેડેમી’ નો સંપર્ક કર્યો. ઘણાં ઇમેઇલ કર્યાં પણ તેઓ તરફથી કોઇ પ્રતિસાદ ના મળ્યો, બીજી તરફ મેં મારી રીતે વિડીયો બનાવવા ચાલુ રાખ્યા.

સુરેશકાકાના સહકારથી મારા મનમાં જે ઇ-શાળાની કલ્પ્ના હતી તે ધીમે ધીમે સાકાર થઇ. બીજા આદરણીય વડીલોનો /મિત્રોનો એમાં સહકાર મળ્યો.

—-

વિડીયો લાઇબ્રેરીના સંવર્ધન કાજે
૧) ગુજરાતી પાઠ્યપુસ્તકની મદદ લઇ શકાય છે.(http://gujarat-education.gov.in/textbook/)
૨) ખાન એકેડેમીના વિડીયોનું ગુજરાતી અનુવાદ પણ કરી શકાય છે.(http://www.khanacademy.org/contribute)

ટુંકમાં આપણે ગુણવત્તાસભર દરેક મુદ્દાના વિડીયો બનાવી શકીએ તો જ ઇ-શાળાની પરિકલ્પનાને પાંખો મળશે.

—-
આપ આ યજ્ઞમાં સહકાર આપવા ઇચ્છતા હોવ તો જરુર અમારો સંપર્ક કરશોજી.

દરેકને વિનંતી કે ખાન એકેડેમીની મુલાકાત લે અને એનો વધુથી વધુ ઉપયોગ કરે.
ગુજરાતી માધ્યમાં અભ્યાસ કરતાં બાળકોએ પણ અંગ્રેજીભાષાનો બીલકુલ ડર રાખ્યા સિવાય રસ પડે તે વિષય શીખી શકે છે.

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
3 comments on “ખાન એકેડેમી
  1. Jitu mistry says:

    It is true help to menkind

  2. Vishnuprasad says:

    Like it.

  3. Dr.Sudhirkumar Amin M.D. ( A. M.) says:

    I am interested to learn web development.Pl. help.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.