શાળાઓ માટે ફાયદા
વિદ્યાર્થીઓ માટે
 • તેઓ ગમે તે સમયે, ગમે ત્યાં ભણવા સ્વતંત્ર છે.
 • તેઓ જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે; તે મુદ્દા પર સહેલાઈથી પાછા જઈ શકે છે; અને તે મુદ્દો પાકો કરવા જેટલો સમય ગાળવો હોય, તેટલો ગાળી શકે છે.
 • વિષયની છણાવટ ટુંકી, મજા આવે તેવી, સહેલાઈથી પહોંચી શકાય તેવી અને સમજી શકાય તેવી રાખવામાં આવી છે.
 • સમજવા મુશ્કેલ બને તેવા વિષયો માટે સરળ અને વહી જાય તેવી રીતે તે બનાવવામાં આવ્યા છે.
 • તેઓની જાતે ભણી શકવાની શક્તિ વધારે ને વધારે ઊજાગર થતી જાય છે. તેમને એમ લાગવા માંડે છે કે, તેઓ જાતે ભણી રહ્યા છે – કોઈ તેમને ભણાવી રહ્યું નથી.
 • પાયાના સિદ્ધાંતો સમજવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આનાથી શાળાઓમાં વપરાતા અભ્યાસક્રમો માટે જરૂરી આવડતો ઊભરી આવતી, તેઓ અનુભવી શકે છે.
 • આદાન પ્રદાન થાય તેવી રીતે અપાતી તાલીમના કારણે પાયાના સિદ્ધાંતો પર વિદ્યાર્થીની સાચી પકડ આવવા માંડે છે.

શિક્ષકો માટે 
 • તેઓ પ્રોજેક્ટના આધાર પર ચાલતા ક્લાસરૂમ; વિદ્યાર્થીઓ એકમેકને સહાયક બને તેની ઉપર અને ઉત્સાહ સભર ચર્ચાઓ પર વધારે ભાર મુકી શકે છે.
 • ગુણવત્તા વાળા શિક્ષણ માટે ટેક્નોલોજીનો એક સાધન તરીકે, તેઓ ઉપયોગ કરતા થવા લાગશે.
 • ઊંડાણ વાળા અભ્યાસ માટે તેઓ વધારે સમય ફાળવી શકશે.
 • દરેક વિદ્યાર્થીની અંગત જરૂરિયાત પર વધારે સારું ધ્યાન આપી શકાવાના કારણે, ભણતરને નવી ઊંચાઈઓ પર ચઢાવી શકાશે.
 • તેઓ ક્લાસ રૂમના અનુભવોને વધારે મજાના, ધ્યાન પકડી રાખે તેવા, અને એકમેક સાથે ઘનિષ્ઠ સંબંધો પેદા કરે તેવા બનાવવા માટે શક્તિમાન બનશે. આના કારણે વધારે પડતા વ્યાખ્યાનોની જગ્યા પ્રોજેક્ટ આધારિત અને એકેમેક સાથે સંવાદવાળું ભણતર લેવા માંડશે.
Advantages for schools
For Students
 • Students are free to learn anytime, anywhere
 • Students can jump to where help is needed most, and spend as much time as necessary to master concepts
 • The content is short, fun, approachable, and easily digestible
 • There is a clear and continuous path to learning complex topics
 • Students feel an increased sense of ownership - they are learning, not "being taught"
 • The focus on core conceptual understanding ensures students build the necessary skills that are applicable in any curriculum used in schools
 • Interactive practice ensures concepts truly sink in

For Teachers
 • They Can encourage project-based classroom, Peer tutoring, Lively discussion
 • Can use technology as a tool for quality education
 • Spend more time on deeper learning.
 • Push learning to new heights, by better focusing on individual needs of each student.
 • Teachers are empowered to make their classroom experiences much more fun, engaging, and social, with less lecturing and more project-based learning and peer tutoring