ઉદ્દેશ્યો
  • ડિજિટલ મિડિયા દ્વારા શાળાઓનાં બાળકોને કોઈ આર્થિક બોજા વિના; જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ, માનસિક ક્ષમતા અથવા માનસિક નબળાઈઓના કોઈ બંધન વિના; ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા (અને ભવિષ્યમાં અંગ્રેજી તેમ જ ભારતની બીજી ભાષાઓમાં) શિક્ષણ પ્રાપ્ય બનાવવું.
  • શિક્ષણ માટે જરૂરી સાધનો અને સ્રોતો ઊભા કરવા અને તેમને વિવિધ રીતે અને સરળતાથી પ્રાપ્ય બનાવવા ( જેમ કે, યુ-ટ્યુબ, વેબ સાઈટ, મોબાઈલ સાધનો પર)
  • એકવીસમી સદીની આધુનિકતાને સુસંગત હોય તેમ, શૈક્ષણિક વ્યવસ્થામાં શ્રેષ્ઠતાને ઉજાગર કરવી અને તે દ્વારા જ્ઞાનના બધાં પાસાંઓમાં ભારતીયોને સ્પર્ધાત્મક ફાયદો મળે તેમ કરવું.
  • વૈશ્વિક ધોરણે જ્ઞાન સંપાદનના વિવિધ સ્રોતો અને પદ્ધતિઓ સાથે આદાન પ્રદાન માટેનું માળખું ઊભું કરવું.
Objective
  • To make education available through digital media free of charge to school children through Gujarati and other national languages including English media irrespective of race, nationality, faith, sexual orientation, mental health, or disability of any kind.
  • To create educational aids and resources so as to make them accessible in all areas. i.e on Youtube, Website, Mobile Applications
  • Build excellence in the educational system to meet the knowledge challenges of the 21st century and increase India's competitive advantage in fields of knowledge.
  • Devise mechanisms for exchange and interaction between knowledge systems in the global arena.