ઈ-વિદ્યાલય શા માટે?

૨૦૧૧ની સાલની વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં શિક્ષિતોની સંખ્યા ૭૯.૩૧% છે; અને ભારતના બધા રાજ્યોમાં આ બાબતમાં ગુજરાતનો ૧૮ મો ક્રમ છે.આની સાથે , ગુજરાતની વસ્તીનો ૫૭% ભાગ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આના પરથી નિરક્ષરતાને શી રીતે પૂર્ણ રીતે દુર કરવી અને બાળકો માટે ૧૦૦% અક્ષરજ્ઞાનનું લક્ષ્ય શી રીતે હાંસલ કરવું; તે માટે નવી વિચારસરણી જરૂરી લાગશે. જરૂરી સવલતવાળી શાળાઓ અને તાલીમબદ્ધ શૈક્ષણિક કાર્યકરોને લગતી સમસ્યાઓ અને મર્યાદાઓના કારણે ઉચ્ચ ધોરણોવાળું શિક્ષણ આપી શકવા માટે વૈકલ્પિક માધ્યમોનો વિચાર કરવો જ રહ્યો. નવી શિક્ષણ વ્યવસ્થા આ બધી ઉણપોને અતિક્રમે તેવી તો હોવી જ જોઈએ; પણ સાથે સાથે તે સસ્તી, ઉચ્ચ કક્ષાની, સહેલાઈથી પુનરાવર્તિત કરી શકાય તેવી અને સ્થાનિક ભાષા – ગુજરાતીમાં હોવી જોઈએ.

ટેક્નિકલ પાસાં તપાસીએ તો, MOOC એ બહુવ્યાપી, મુક્ત, ઓન લાઈન અને બહુ ઝડપથી વિસ્તૃત થઈ રહેલ કોર્સ માળખું છે. આ કોર્સના ભાગીદારો – વિદ્યાર્થીઓ અને શિક્ષકો દુનિયાના કોઈ પણ ખુણેથી આ કોર્સમાં જોડાઈ શકે છે. સંચાર વ્યવસ્થાની ટેક્નિકલ પ્રગતિને કારણે MOOC ની સામગ્રી અવકાશમાં રહેતી હોય છે; અને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે, બહુ જ અલ્પ સમયમાંથી મળી રહે છે. શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રોમાં દૂરવ્યાપી રીતે MOOC નાં આ માધ્યમો ઝડપી ફેરફારો લાવી રહ્યા છે.

ગુજરાતની સ્થાનિક ભાષા ગુજરાતી છે; આથી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે તે જ સૌથી ઉચિત વિકલ્પ હોઈ શકે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતની ૧ અબજ અને ૨૧ કરોડની વસ્તીનો ૪.૫ % ભાગ એટલે કે, ૫ કરોડ, ૪૬ લાખ લોકો ગુજરાતી બોલે છે. આ જ રીતે આખા વિશ્વમાં પથારાયેલા ગુજરાતી ભાષી લોકોની સંખ્યા પણ ૬ કરોડ, ૫૫ લાખ જેટલી છે. આમ આખી દુનિયામાં બોલાતી ભાષાઓમાં ગુજરાતીનું સ્થાન ૨૭ મું છે.

આ સૌની જરૂતિયાતો અને ટેક્નિકલ સુધારાઓને લક્ષ્યમાં રાખતાં; ઈ- વિદ્યાલયનો એક હોબી તરીકે ઉદભવ થયો હતો. તે ઉત્તરોત્તર લોકપ્રિય પણ બની રહી છે. આથી હવે અમે તેનો વિકાસ કરી એક પૂર્ણ કક્ષાની ઓન લાઈન શાળા બની રહે તેવું આયોજન કરી રહ્યાં છીએ.

બની શકે તેટલાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો અને તેમને ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ મળી શકે તેમ કરવાનો આ સંસ્થાનો ઉદ્દેશ્ય છે.અમને એ પણ આશા છે કે, ગુજરાતનાં ૧ કરોડ , ૯૩ લાખ પુખ્ત વયનાં અશિક્ષિત લોકો માટે પણ આ સવલત એક મહત્વનું સાધન બની રહેશે.

Why EV?

Literacy level in Gujarat as per the census of 2011 is 79.31%, and Gujarat stands at 18th rank in the literacy amongst other states of India. At the same time 57% of Gujarat population resides in the rural areas. This implies the rethinking of how to eradicate illiteracy and the best way is to achieve near 100% literacy for the kids. In the absence of quality education because of the constraints of teaching staff and schools it is more important to look for alternative ways of delivering education. The new method should overcome these disadvantages and at the same time should be repeatable, easily accessible, cheap, high standards and referable in native language.

On the technology front A Massive Open Online Course (MOOC) is a rapidly growing category of online courses. MOOC participants (students and educators) are able to join the online class from anywhere in the world. MOOC materials are also hosted in a cloud, and accessible from anywhere on the web. MOOCs are transforming the worlds of distance education and higher education in an unprecedented way.

Native language of Gujarat is Gujarati and thus the obvious choice should be Gujarati. 4.5% of population of India (1.21 billion according to 2011 census) speaks Gujarati, which amounts to 54.6 million speakers in India alone. There are about 65.5 million speakers of Gujarati worldwide, making it the 27th most spoken native language in the world.

Vision encompassing the need and technology gave the birth to the EV initially as a hobby and as it got more and more popular we are not planning to create the complete online school. The objective is to reach out to the maximum number of people and deliver quality education. We anticipate this can play a major role in addressing the need of educating 19346334 illiterate adults in Gujarat (~32% of the Gujarat population).