સમર્થક+સમર્થન

ખાસ નોંધઃ

ગુજરાતી ભાષામાં વ્યાપક દ્રષ્ટિકોણથી કાર્યરત નોન-પ્રોફિટ ઇ-પ્રોજેક્ટસનું અમે સમર્થન કરીએ છીએ.

જેમાં હાલ, ૧) ગુજલેક્સિકોન (ગુજરાતી શબ્દકોષ), ૨) ગુજરાતી વિકિપીડિયા, ૩) વેબગુર્જરી (ઈ-સામાયિક કે જેમાં વિવિધ વિષયોને આવરી લેતાં લેખો વાંચવા મળી શકશે) ૪) ગુજરાતી પ્રતિભા પરિચય (દરેક ક્ષેત્રના નામી-અનામી માનવંતા ગુજરાતીઓ વિશેની વિગતો) ૫) જૈન ધાર્મિક ગ્રંથોને સમાવતી ઇ-લાઇબ્રેરી

ઈવિદ્યાલયમાં મુખ્યત્વે બાળકો પરોક્ષ રીતે ભણે છે. તેમની જીજ્ઞાસાનું સંપાદન કરી શકે અને તેમને ગુજરાતી ભાષામાં નીતનવું જાણવા મળી શકે, તે હેતુથી અમે અહિં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત ઇ-પ્રોજેક્ટસને સમાવવા કોશિષ કરી છે.

જો આપને બીજા ક્ષેત્રે કાર્યરત ઇ-પ્રોજેક્ટ્સ વિશે જાણ હોય તો જરુરથી અમને જણાવશો.

આભાર,

ઈવિદ્યાલય ટીમ.

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
2 comments on “સમર્થક+સમર્થન
 1. ‘વિદ્યાદાન એ ઉત્તમ દાન છે.’ એ સુવિચારને આપે ‘ઈ-વિદ્યાલય’ શરૂ કરીને સાચે જ સાર્થક કરી બતાવ્યો છે, હિરલ બેન. આપનું ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષીઓને ઉપકારક બની રહે તેવું આ સરાહનીય કાર્ય શતશત અભિનંદનને પાત્ર છે. વિદેશસ્થિત ગુજરાતીઓ અને સ્થાનિક રીતે અન્ય માધ્યમોમાં ભણતાં બાળકોનો ગુજરાતી માતૃભાષા પરત્વેનો પ્રેમ અને સંપર્ક જળવાઈ રહે તેવો સ્પષ્ટ ઉદ્દેશ આ ઈ-વિદ્યાલય પાછળ ડોકાઈ રહેલો દેખાય છે.

  આપણા ઈ-વિદ્યાલયની માહિતી દૂરદૂરના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે તમામ ગુજરાતી બ્લોગર ભાઈબહેનોને આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે કે દરેક જણ પોતપોતાના બ્લોગ ઉપર ઈ-વિદ્યાલયનો લોગો મૂકે. મેં મારા દ્વિભાષી મુખ્ય બ્લોગ “William’s Tales” ઉપર તેને મૂકી દીધો છે.
  એક નમ્ર સૂચન છે કે ઈ-વિદ્યાલયના હોમપેજ ઉપરના સાઈડ બાર ઉપર બ્લોગના મુલાકાતીઓની સંખ્યા પ્રદર્શિત થાય તો તે વિવિધ આશયે ઉપકારક બની રહેશે.

  ધન્યવાદ.

  • Hiral says:

   વલી કાકા, દિલથી આપનો આભાર.
   હોમપેજ પર નીચે વાંચકોની સંખ્યા આજથી ઉપલબ્ધ બની છે (હજુ એની જગ્યા ઉપર ગોઠવવા વિચાર છે).
   ધીમે ધીમે સુધારા-વધારા ચાલુ જ છે. આપના વધુને વધુ સૂચનો આવકાર્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*