માટીનાં વાસણો

મહેક બિરજુબેન ગાંધી ( ઉંમર ૧૨ વર્ષ ) 
ઉત્કર્ષ સ્કૂલ રાજકોટ

       પ્રાચીન કાળમાં આદિમાનવ વૃક્ષના પાંદડાની ડીશ બનાવીને તેમાં જમતો હતો. જયારે તેને થોડી સમજ આવી ત્યારે એણે માટીના વાસણો બનાવ્યાં અને તેનો ઉપયોગ કરવા લાગ્યો. માટીના વાસણમાં જમવાથી કે પાણી પીવાથી ખૂબ જ ઠંડકનો અનુભવ થાય છે. ભારતમાં કચ્છમાં માટીના જ ઘર હોય છે,

     આજે તો માટીના કબાટ, માટીનું ફ્રીઝ વગેરેનો ઉપયોગ જોવા મળે છે. આયુર્વેદ કહે છે કે, માટીના વાસણમાં જમવાથી ખોરાકના પોષક તત્વોનો નાશ થતો નથી. આપણે નાથદ્વારા કે ઉત્તરભારતમાં જઈએ ત્યારે ચા માટીની કુલડીમાં જ આપે છે. આ કુલડીની ચા પીતા પીતા માટીની જે સુગંધ આવે છે તેવી સુગંધ રેગ્યુલર કપરકાબીમાં આવતાં નથી.

     આધુનિક ટેકનોલોજીમાં લાકડાના અને સિમેન્ટના ઘર હોય છે પરંતુ ગામડામાં તો માટીના જ ઘર હોય છે કારણકે લાકડા અને સિમેન્ટના ઘર તપે છે જયારે માટીના ઘર શીતળતા આપે છે. પીવા માટે પાણીયારે રહેલું માટીનું માટલું ફ્રિઝના પાણી કરતા વધારે ઠંડક આપે છે. ફ્રિઝના પાણીને શરીર માટે હંમેશા હાનિકારક માન્યાં છે.

     આપણા શરીરને આજના આધુનિક વાસણનો ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે, પણ કાચ અને સ્ટીલના વાસણોથી આપણને જરૂરી એવું કોઈ ખનીજ પ્રાપ્ત થતું નથી, જ્યારે તાંબું, લોઢું, પિત્તળ, કાંસું વગેરે એવી ધાતુઓ છે કે જે તત્ત્કાલ તો ચાલે પણ લાંબા સમય સુધી રાંધેલું અન્ન રાખવાથી ઝેરીલા રસાયણ તેમાં ઊભા થાય છે, જે શરીરને માટે નુકશાન કારક છે. જયારે માટીના વાસણમાં ખોરાક બનાવવાથી લાભ થાય છે, ખનીજતત્ત્વો મળે છે તેથી કૃત્રિમ વિટામિન લેવાની જરૂર નથી પડતી વળી માટીના વાસણમાં ગરમ ખોરાક ગરમ રહે અને ઠંડો ખોરાક ઠંડો રહી શકે છે. આ ઉપરાંત ખોરાક લાંબા સમય રાખવાથી બગડી જતો નથી કે તેના તત્વો પણ જતા રહેતા નથી.

      જયારે માણસ પાતળ પાંદડામાં જમતો હતો ત્યારે આખો પરિવાર મહેમાન ને જોઇને આવકારવા થનગનતું હતું, પણ પછી જયારે એ માટીના વાસણમાં ખાવા લાગ્યો ત્યારે સબંધોને જમીન સાથે જોડીને નિભાવવા લાગ્યો, પછી જયારે તાંબા-પિતળના વાસણનો ઉપયોગ કર્યો ત્યારે સબંધોને વર્ષે, છ મહીને ચમકાવી લેતો હતો, અને હવે જ્યારે સ્ટીલ, કાચનો ઉપયોગ કર્યો ત્યારે હળવી એવી ચોટમાં સબંધો કાં તો અવાજ કરે છે અથવા તો તડ પડી જાય છે ને જ્યારથી આપણે થર્મોકોલ અને કાગળનો ઉપયોગ કરવા લાગ્યાં ત્યારથી તે સંબંધોની બાબતમાં પણ યુઝ અને થ્રો કરવા લાગ્યો.  
 
      ભારત દેશમાં માટીને પવિત્ર મનાય છે અને આજે પણ અમુક મંદિરો પ્રસાદ માટીના વાસણમાં જ બનાવે  છે. કારણ કે માટીના વાસણમાં બહુ તેલની જરૂર પડતી નથી તેથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. આજે વિજ્ઞાન ઘણું બધું આગળ નીકળી રહ્યું છે, તેથી માટીના વાસણોના ઉપયોગના નવા નવા ફાયદા રોજે શીખવા મળે છે.
     તમને વધારે કઈ જાણકારી હોય તો જરૂર મને આપજો. બાય બાય 
સાભાર - પૂર્વી મલકાણ
નોંધ -  નીચેના ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.  

2 thoughts on “માટીનાં વાસણો”

  1. Vaah, Mahek vaah sundar lekh. Tamara aa lekh ma bhoolo Nathi , tame suchna ne dhyan ma rakhi ne kaam karyu che te tamari Tamara kaam mate Ni Jagruti darshave che.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *