પોષણવાડી

eV_projects

પોષણવાડી

        આ પ્રોજેક્ટને અમે Math, Science, Life Skills, Values સાથે જોડીને ઘણા બધા મુદ્દા બાળકો શીખે તે પ્રયત્ન કર્યો છે અને તેના ફળ દેખાઈ પણ રહ્યા છે.

         પણ આજે વાત કરવી છે અમુક બાળકોની જેઓ અમને સુખદ આશ્ચર્ય આપી રહ્યા છે . લગભગ પાંચ હજાર બાળકો સુધી પહોંચેલા આ પ્રોજેક્ટમાં ૫ થી ૭  ટકા  બાળકો અમને એવા મળ્યા છે કે, જેઓ શાળામાં 'ભણવામાં' average  ગણાય છે કે અમુક બાળકો ને વાંચન-લેખન- ગણનમાં મદદની જરૂર પડતી હોય છે . આ બાળકો પોતાની વાડીનું ખૂબ સારી રીતે જતન કરી રહ્યાં છે .અધ્યાપિકા બહેને શીખવેલી વાડીલક્ષી બધી માહિતી તેમને ખુબ સરસ રીતે યાદ છે.

      કહેવાનું તાત્પર્ય એટલું જ કે આ સ્વતંત્રતા દિવસે આપણે - આપણા મર્યાદિત ચોકઠાંમાંથી - બીબાંઢાળ શિક્ષણના વિચારમાંથી - બહાર આવી શકીએ?

       “મારો પોયરો ખતી ની કરે. તે તો હારી નોકરી કરહે."

        આ વિચારધારા ધરાવતા તેના પિતાને આપણે સમજાવી શકીએ કે ખેતી - એ એક મોટું વિજ્ઞાન છે અને તેમાં કેટલીયે પદ્ધતિઓ છે, જેનાથી તમારો   દીકરો સારા પૈસા પણ કમાઈ શકશે અને એને પસંદ છે, તે તેના રસનો વિષય પણ ભણી શકશે. 

      મિત્તલ બેન પટેલે હમણાં એક વિડિઓમાં જ્યોર્જ નામના વૈજ્ઞાનિકની ખુબ સરસ વાત કહી છે. આપણી આજુબાજુ આવા ઘણા જ્યોર્જ છે. એવા સરસ બીજ કે જેમનામાં ખીલવાની અમાપ શક્તિ છે. જરૂરત છે થોડી હૂંફ અને  થોડા હકારાત્મક અભિગમની.

       શું આપણે તે હૂંફ અને હકારાત્મક અભિગમ કેળવી શકીએ?

  •   મૌસમી શુક્લ
WhatsApp Image 2021-05-04 at 10.22.39 PM
WhatsApp Image 2021-05-04 at 10.22.38 PM
WhatsApp Image 2021-05-04 at 10.22.39 PM
WhatsApp Image 2021-05-04 at 10.22.42 PM

One thought on “પોષણવાડી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *