અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, વલસાડ ખાતે આવેલ અને ૨૦૧૦ ની સાલથી કાર્યરત શૈક્ષણિક સંસ્થા અતુલ ફાઉન્ડેશને ઈ-વિદ્યાલય સાથે હાથ મિલાવ્યા છે. હવે સાથે મળીને અમે તેમના દ્વારા સંચાલિત શાળાઓના બાળકો અને તેમના વાલીઓની સેવામાં કાર્યરત બનીશું. અતુલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સ્વાતિબહેન લાલભાઈ અને શ્રી. ભરતભાઈ ત્રિવેદીનો આ નવા પ્રસ્થાનને લીલી ઝંડી ફરકાવવા માટે ખૂબ ખૂબ આભાર.
અતુલ ફાઉન્ડેશનની કાર્યકારી ટીમ આકાર લઈ રહી છે.
આ દિશા તરફ અમને દોરવા માટે દાહોદ નિવાસી, નિવૃત્ત વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતિ રાજેશ્વરી શુકલનો અમે પાડ માનીએ એટલો ઓછો છે.
અતુલ ફાઉન્ડેશન વિશે જાણો
નવા પ્રસ્થાન માટે રાહ જુઓ ....
અભિનંદન ટીમ વિદ્યાલય આ નવા સોપાન પર..
આ મિશનને નવી દિશા, નવો વેગ મળશે..
શુભેચ્છાઓ..
હરીશ દવે ….અમદાવાદ
અઢળક શુભેચ્છાઓ
નવા પ્રયાણને આવકાર
ઘણું સરસ અને અભિનંદન, બાળકો ને ગુજરાતી ભાષા માં થી જ્ઞાન અને આનંદ, બંને મળી શકશે.
આદરણીય સુરેશભાઇ
અતુલ ફાઉન્ડેશન ઇ.વિદ્યાલય સાથે જોડાયું છે તે જાણીને મને અનહદ આનંદ થયો. અતુલ ફાઉન્ડેશન પણ અતિ ઉમદા હેતુથી કાર્ય કરી રહ્યું છે. અમારા “સંગાથ ગૃપ”સાથે યોજાયેલ એક ઓન લાઇન મીટ દ્વારા સ્વાતિબહેન,મોસમીબહેન અને અતુલ ફાઉન્ડેશનની સમગ્ર ટીમની શાલિનતાનો અમને પરિચય થયો. આપની આ સહયાત્રા મંગલમય અને કલ્યાણકારી બની રહે તેવી શુભેચ્છા પાઠવું છું
ખૂબ ખૂબ શુભેચ્છાઓ…??
વાહ ,
શુભારંભ માટે અભિનંદન .
સદ્કાર્યને સફળતા મળે એ માટે હાર્દિક શુભચ્છા.
હિરલબહેને અથાક પરિશ્રમથી શરૂ કરેલ અને શ્રી સુરેશભાઈ જાનીના સ્ટ્રોંગ સપોર્ટથી આગળ વધશે ઇવિદ્યાલય હવે નવા સહયોગીઓ સાથે ખૂબ સફળ થાય એવી શુભકામનાઓ. એક ઉમદા હેતુથી શરૂ થયેલ કાર્યને ઈશ્વરની પણ કૃપા મળે છે.
લતા હિરાણી
ઉમદા હેતુથી થતા દરેક કાર્યને સહકાર, સહાય અને સરળતા આપમેળે મળે છે જ.
આપનું લક્ષ્ય સિધ્ધ હો એ જ શુભેચ્છા અને પ્રાર્થના.
Superb..
Congrats to whole team.