- મૌસમી શુકલ
• Education એ શબ્દ સાંભળતા આપણા મન માં શું છબી ઉભરે છે ?
• ૩-૪ માળ ની બિલ્ડીંગ, બદલાતા તાસ, પરીક્ષા, માર્ક્સ, રિઝલ્ટ, ગળાકાપ હરીફાઈ, ટ્યૂશન - જો આ બધું આપણી નજર સમક્ષ તરવરે તો ચોક્કસ પણે થોડું વિચારવાની જરુરુ છે , એવું નથી લાગતું ?
• Stress management ની જરુરુ બાળકો સુધ્ધાંને શા માટે પડી રહી છે ?
• Counsellors ની માંગ વધી રહી છે તે શું ચિંતા ની નિશાની નથી ?
• આધુનિક શિક્ષણ ની વાત કરીએ તો ઘણા બધા શબ્દો માનસપટ પર ઉભરી આવશે – Multiple Intelligence, 21st century Skills, Five minds of future, UN SD goals, Digital learning, Holistic approach, Learning methodologies etc..
• આટલા બધા concepts છે, research work છે, દરેક વિષય નો syllabus - curriculum ઉપલબ્ધ છે.બધું જ એકદમ well planned – organized- well-structured છે. તો ભૂલ ક્યાં થાય છે ?
• શું આપણે Industry નો 5M નો concept education માં ઉમેરવા માંગીએ છીએ અને input- output નો સીધો હિસાબ કરવા માંગીએ છીએ ?
• ક્યાંક એ જ ભૂલ નથી થતી કે આપણે બધું structured form માં જોવા માંગીએ છીએ ?
• Wabi-Sabi ની કળા આપણે શું ભૂલી ગયા છીએ ?
• બાળકો કોઈ પ્રોડક્ટ નથી પણ જીવતા જાગતા મનુષ્ય છે - ખરેખર તો મનુષ્ય નું સૌથી સુંદર સ્વરૂપ છે , તેની તે સુંદરતા , નિર્દોષતા જાળવી રાખવાની જવાબદારી આપણી છે તે આપણે યાદ છે ?
• શું Bonsai જેવી કાપકૂપ કરીને બાળકો ને આપણે status symbol બનાવી દીધા છે ?
• Happiness index ના Analysis માં સતત ત્રીજા વર્ષે ફિનલેન્ડ વિશ્વ્ માં પ્રથમ ક્રમે છે . શિક્ષણ અને Happiness કોઈ સબંધ ખરો ?
• ખરેખર શિક્ષણ શું છે ?
• બાળકો ને શા માટે "શાળા" એ મોકલવાની જરૂર છે ?
• બાળક ને શાળા એ મોકલવા પાછળ નો ધ્યેય શું છે ? ( અહીં ધ્યેય શોધવાની વાત છે - મેળવવા ની સોદાકીય રમત ની વાત નથી )
• કદાચ ,વિશ્વ્ માં દરેક જગ્યા એ શિક્ષણ નો ઉદ્દેશ્ય ડિગ્રી મેળવી, સારી નોકરી મેળવી, પૈસા અને સમાજ માં મોભો કમાવવો સુધી જ સીમિત છે ?
• શિક્ષણ એટલે એક સલામતી - એક Comfort zone ?
• શિક્ષણ એટલે સમાજ ની Economic, Political , Religious માળખા માં વ્યક્તિ ને ફિટ કરવાની ચાવી ?
• Comfort zone માં જ વર્ષોવર્ષ જીવતો મનુષ્ય તેની જાણ બહાર એક બીબાઢાળ , શુષ્ક જીવન જીવતો થઇ જાય છે , જે કદીક એક ખાલીપા માં પરિવર્તિત થાય છે , એનું કારણ શું ?
• શિક્ષણ નું કાર્ય વિદ્યાર્થી ને Happiness તરફ લઇ જવાનું નથી ? શિક્ષણ નું કાર્ય વિદ્યાર્થી ને જીવન ના ધ્યેય ભણી લઇ જવાનું નથી ?
તો આ પરિસ્થિતિ માં શું કરી શકાય ? બળવો ?
અહીં રિએકશન ના રૂપ માં થતા બળવા ની વાત નથી . તે બળવો મૉટે ભાગે આપણા અહં ને પોષે છે . તમને દરેક પ્રથા નો, દરેક વિચાર નો વિરોધ કરવાનો એક ચસ્કો લાગે છે – so called બુદ્ધિજીવીની જમાત માં બેસવાનું આકર્ષણ લાગે છે પણ ખરેખર મૂળભૂત સુધાર થવો જોઈએ તે તો નથી જ થતો!
કદાચ સાચું શિક્ષણ બાળક ને સાચો બળવાખોર બનવાનું શીખવી શકે !
એક બૌદ્ધિક કક્ષા નો બળવો જેમાં વ્યક્તિ કોઈ ગાડરિયા પ્રવાહ કે સમૂહ નો ભાગ ન હોય પરંતુ highly self aware person હોય, તેને પોતાના મન ની- સૂક્ષ્મ ચેતના ની - આંતરમન ના અવાજ ની ખબર હોય . જે પોતાના વિચાર અને ભાવના ને તટસ્થ રીતે જોઈ શકતો | શકતી હોય .
આ બાબત ને મહેરબાની કરીને કહેવાતી Spirituality - આધ્યાત્મિકતા સાથે ન જોડીએ. આધ્યાત્મિકતા ને આપણે ધર્મ, સંપ્રદાય, ઈશ્વર ની પ્રાપ્તિ, ધડપણ ની જરૂરિયાત જેવા અર્થો સાથે જોડીને એનું મૂળ સત્વ ખોઈ દીધું છે !!
એટલે કે કહી શકાય કે સાચું શિક્ષણ તમને inward journey તરફ હળવેથી લઇ જાય ….
એટલે કે શિક્ષણ માત્ર તમને Professional skill જ ન શીખવે પણ જીવન સાથે જોડે. એ તમારા Left -Right brain નું સાચું જોડાણ કરે !
જે કૃષ્ણમૂર્તિ Religious spirit અને Scientific mind ની વાત કરે છે .
નામ મુજબ Scieitific mind બીજું કઈ નથી પણ Howard Gardner જેને Disciplined mind કહે છે કે આપણે જેને Left brain થી ઓળખીએ છીએ કે તૈત્તરીય ઉપનિષદ માં જેને વિજ્ઞાનમય કોષ કહે છે - ટૂંકમાં એક તાર્કિક શક્તિ.
જેને Data માં , Analysis માં , સંશોધન માં , વૈજ્ઞાનિક પુરાવા શોધવામાં રસ છે .
Religious spirit ને ભૂલ થી પણ કોઈ ધર્મ સાથે ન જોડીએ - તે હિન્દૂ કે બુદ્ધ નથી, તે કોઈ માન્યતા કે સંસ્કાર માં જકડાયેલું નથી , તે કોઈ બીબાઢાળ પ્રથા માં ઢળેલું નથી - તે તદ્દન fresh , innocent , young mind છે .
તે માત્ર વેદ , ઉપનિષદ વાંચીને નહી બેસી રહે, તે તેની આત્મખોજ કરશે,તેની જાત ને ઓળખવાની કોશિશ કરશે, તેના શરીર-મન નો સબંધ સમજવાની , તેની ભાવના ને સમજવાની કોશિશ કરશે !
અને જયારે આ બંને વચ્ચે દોસ્તી થશે ત્યારે આપણે એક સારા વિશ્વ્ નું નિર્માણ કરી શકીશું . ત્યારે આપણે માત્ર એક - વૈજ્ઞાનિક, તબીબ, કૉમ્યૂનિસ્ટ નહી બનાવીએ !
આવું થશે ત્યારે પ્રેમાળ, compassionate એવા મનુષ્યો ની પેઢી નું સર્જન થશે !
શું શાળા અને શિક્ષણ એ શીખવી શકે ?
તમારું બાળક આ શીખી રહ્યું છે ?
અહીં ભારત , ગુજરાત કે બીજા રાજ્ય સુધી સીમિત આ વાત નથી , આ પ્રશ્ન વિશ્વ ના દરેક માનવી ને - દરેક પેરેન્ટ ને સ્પર્શે છે .
એવો જ મૂળભૂત પ્રશ્ન છે Knowledge અને Intelligence વિષે .
આજકાલ તો મૉટે ભાગે બાળકો ને આપણે ઇન્ફોરમેશન- માહિતી જ આપીએ છીએ , તે તો Google પર પણ મળે છે ! તો આ માહિતી ને સાચા જ્ઞાન માં શી રીતે રૂપાંતરિત કરીએ તે વિચારવાનું કામ આપણા સૌનું છે !
અને આ જ્ઞાન માત્ર પુસ્તક માંથી કદી નથી મળતું .
તમે જે પુસ્તક માં માહિતી આપણી છે તેને વધુ તર્કબદ્ધ રીતે, પ્રાયોગિક રીતે શીખો તે ધીમે ધીમે તમારું જ્ઞાન બનશે. સાથે સાથે આપણા પૂર્વજો ના અનુભવો નું ભાથું, આપણો સાંસ્કૃતિક વારસો તે પણ જ્ઞાન છે . અને તમારા અનુભવો ,જીવને તમને શીખવેલા પાઠ ભેગા થઇને એક જ્ઞાન નું ભાથું તૈયાર થાય છે
તો આ સંજોગો માં ગુરુ નું કાર્ય શું છે ? (અહીં શિક્ષક ને બદલે મને ગુરુ શબ્દ વધુ યોગ્ય લાગે છે)
- બાળક ને પ્રશ્ન પૂછતાં કરવા - પ્રશ્ન, પ્રશ્ન અને અગણિત પ્રશ્ન
ગુરુ એ કદાચ ક્યારેક કઈ નથી કરવાનું હોતું - બાળક ને ચૂપચાપ પ્રકૃતિ ના સાન્નિધ્ય માં મૂકી દેવાનું છે. પ્રકૃતિ બહુ મોટી શિક્ષક છે.
ગુરુ બાળક ને શીખવે છે કે-
બીજા ની કહેલી વાત તરત ન સ્વીકારી લેવી - વાંચવું, પ્રશ્ન પૂછવા, જવાબ શોધવા.
ગુરુ બાળક ને ભયમુક્ત જીવન જીવવાની ખુમારી આપે છે
બાળક બીજા ને બદલવાની ચિંતા કાર્ય વિના પોતાની ઉણપો સામે જાગૃત બને અને પોતાને બદલવાની કોશિશ કરે, તે સમજણ કેળવે છે (અહીં પોતાની જાત ને બદલવાની એટલે કે કોઈ બીજા જેવા બનવાની વાત નથી.)
સાચા ગુરુ શું કરે છે ?
- એ તમારી સમક્ષ જીવન નો આખો કેનવાસ ઉઘાડો મૂકે છે - સૌંદર્ય, પીડા, દારૂણતા, આનંદ, ભય .. જીવન ના દરેક ખૂણા નો સ્પર્શ કરાવે છે !
પણ આજની પરિસ્થિતિ આ આ ખરેખર થઇ રહ્યું છે ?
પૃથ્વી ના વિશાળ કેનવાસ ને બાળક સામે ઉઘાડી આપવાને બદલે ક્યાંક આપણે બાળક ને conditioned કરવાનું કામ તો નથી કરી રહ્યા ને ? Conditioning સારી બાબત નથી કેમકે તે ભેદભાવ ઉત્પન્ન કરે છે - તે આપણને ધર્મ, જાતિ, રાજકારણ, ગરીબ- તવંગર, સ્ત્રી- પુરુષ ના ભેદભાવ માં વહેંચે છે- તે સંકુચિતતા નું પ્રતીક છે.
જયારે સાચી વિદ્યા તો મુક્તિ છે - તે આપણા હૃદય ને પ્રેમ થી છલોછલ કરે છે . તે આપણી દ્રષ્ટિ વિશાળ બનાવે છે. મુક્તિ ખુબ જરૂરી છે . આપણે મુક્ત થયા વિના ખીલી ન શકીએ, પાંગરી ન શકીએ, મઘમઘી ન શકીએ, સુંદર ન બની શકીએ, આ સમગ્ર સૌંદર્યપૂર્ણ સૃષ્ટિ નો ભાગ ન બની શકીએ .
Prejudice કે conditioned હોવું તે આપણને ફાવતી વાત છે કેમકે તેમાં comfort છે- safety છે – security છે . પણ, તે દાયરા માંથી બહાર આવવું જરૂરી છે. સ્વ વિકાસ માટે આ જરૂરી છે.
બાળક ને જોતા , સાંભળતા શીખવવું. કોયલ નો ટહુકો અને વરસાદ ની ભીનાશ, ફૂલ નું ખીલવું અને સુરજ નું ઊગવું - શું આ બધું આપણા શિક્ષણ નો ભાગ છે ?
શા માટે આપણે સૂચનાઓ આપીએ છીએ ?
અને તે પણ મૉટે ભાગે - નકારાત્મક. ( Don’t jump, Don’t shout)
તમે કદી ધ્યાન થી નાના બાળક ને જોયું છે ? તે એકલું એકલું રમતું હોય છે અને પોતાની જાત સાથે વાત કરતુ હોય છે - એ તન્મયતા જોવા જેવી છે !
તે જ બાળક ને આપણે એક કંપની ના સીઈઓ જેટલા વ્યસ્ત schedule માં જોડી દઈએ છીએ .તે તબલા શીખવા જાય, ચિત્રકામ શીખવા જાય, તે સ્વિમિંગ શીખે, પાછું ભણવાના ક્લાસ તો ખરાજ !
આપણે બાળક ને કદી 'કંઈ ન કરતા ' શીખવ્યું છે ?
ભલે આખો દિવસ તે લોકો સાથે રહે, કુટુંબીજનો સાથે રહે પણ થોડો સમય જાત માટે ગાળે છે ?
પોતાની જાત પ્રત્યે ની યાત્રા તો દરેકે પોતાની જાતે જ કરવાની છે . કોઈ તમને તે યાત્રા નહિ કરાવી શકે. પડતા - આખડતા જાતેજ શીખવાનું છે . આની શરૂઆત બાળક ને શાંતિ થી બેસતા શીખવવાની છે . તે કંઈ જ ન કરે - અને માત્ર એક ઝાડ નીચે શાંતિ થી થોડો સમય બેસે તે પૂરતું છે .
બાળક ની એકાગ્રતા જાળવી રાખવાની જરૂર છે . તે જે કંઈ કામ કરે તેમાં સંપૂર્ણ તન્મયતા નો સૂર સંભળાય તે બહુ જરૂરી છે . પક્ષી ને જોવું કે ઝાડ ને જોવું - તેની નાના માં નાની details ની નોંધ કરવી તે જો શીખશે તો એક દિવસે તે પોતાના શરીર- મન - હૃદય ને જોતા - સાંભળતા શીખશે .
અને આ પ્રશ્ન જેમ પહેલા કહ્યું તે મુજબ વિશ્વ્ ના દરેક માતા પિતા એ પોતાની જાત ને પૂછવાની જરૂર છે. બાળકો આપણા સૌની સહિયારી જવાબદારી છે . જેના પર કામ શિક્ષકો, માતા પિતા , સમાજ અને વહીવટી તંત્ર સૌએ સાથે મળીને કરવાનું છે .
માતા - પિતા જો આ તો વર્ષો થી આવુજ ચાલે છે - એમ વિચારી ને બેસી રહેશે તો સૌથી મોટું નુકસાન તો તેમને જ છે કેમકે તમારું બાળક તમારા થી વિશેષ વહાલું કે મહામૂલું બીજા કોઈ માટે નથી . એને સારો મનુષ્ય બનાવવા એકાદ નાનું ડગલું તો ભરી જુઓ !! એક નાનકડી શરૂઆત તો કરી જુઓ !!
“If not you, then who? If not now, when?”
“By believing passionately in something that still does not exist, we create it. The nonexistent is whatever we have not sufficiently desired.”
― Franz Kafka
~ મૌસમી શુક્લ
Love your thoughts ma’am.
Each and every line is thought provoking.
Infact last lines are so inspiring…..
“If not you, then who? If not now, when?”
“By believing passionately in something that still does not exist, we create it. The nonexistent is whatever we have not sufficiently desired.”
― Franz Kafka
Thanks so much for narrating your views here.
It is a co-incident, since 15 days I was thinking for something to help teachers/parents in this challenge. Not sure, but something like ‘personalised shaping mind software’ or tool. thinking for survey questions, but challenge is prototype. as surely we can’t go back to old days, but what can we do now in hand with advance use of technology? how can we address present day challenges in shaping inner strength of a child? will surely send you my questionnaires and you too can guide me.