સવાલ |
જવાબ |
આપણા રાષ્ટ્રના કેટલા રાજ્યો છે અને તેમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા? | કુલ રાજ્યો ૨૯ તેમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશો ૭ |
વોશિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? | સોડિયમ કાર્બોનેટ - Na2Co3 |
ભારતનું એક શહેર છે જે ત્રણ રાજ્યોની રાજધાની છે. તો તે કયું શહેર? | ચંડીગઢ. તે હરિયાણા અને પંજાબની સંયુક્ત રાજધાની તો છે પણ તે એક કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી તે પોતાની રાજધાની છે. |
મહાભારતનું એક પાત્ર જેનું નામ તે જે રાજ્યનું હતું તેના પરથી છે તો તે કોણ? | ગાંધારી. તે ગાંધાર દેશની રાજકુમારી હતી. હાલનું નામ - કંદહાર, અફઘાનિસ્તાન |
પાકિસ્તાન દેશ ભારતનાં કેટલા રાજ્યોની સીમા સાથે સંકળાયેલો છે? | ચાર. ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર. |
- નિરંજન મહેતા
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.