- નિરંજન મહેતા
દ્રાક્ષ ખાટી છે
એક શિયાળ જંગલમાં જતાં જતાં એક વાડી પાસેથી પસાર થયો. વાડીની વાડ પર સરસ મજાની દ્રાક્ષની વેલો હતી. તે જોઈ તેના મોઢામાં પાણી આવ્યું અને વાડના છીંડામાંથી તે અંદર ગયો.
વેલા બહુ ઊંચા હતાં એટલે તેણે કૂદકો લગાવી દ્રાક્ષ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો. પણ તે પહોંચી ન શક્યો. આમ વારંવાર પ્રયત્ન કરવાં છતાં તેની મુરાદ પૂરી ન થઇ અને તે થાકી ગયો એટલે 'દ્રાક્ષ ખાટી છે.' એમ બોલતાં બોલતાં તે બહાર નીકળી ગયો.
આનો સાર એ કે, જેની કોઈ કામ કરવાની ક્ષમતા નથી અને તેમ છતાં ન કરવાના પ્રયત્ન કરે છે અને અંતે નિષ્ફળ થાય છે; ત્યારે તે પોતાનો દોષ ન જોતાં ભલે તે ખરેખર અન્યનો ન હોય તો પણ અન્ય પર દોષ નાખી દે છે અને આમ ખોટો ખોટો આત્મસંતોષ લે છે.