બકો જમાદાર – ૨૧

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,
મંગળવારની સવાર ને ગણપતિબાપાની સવારી આવી ગઈ..તમને બધાને બાપા ગમેને કારણ લાડું મળે પ્રસાદ મળે.. સરસ પોગ્રામ કરવા મળે પણ તમે બાપા વિષે જાણો છો..? આ વારંવાર બકા જમાદાર ને બરકેશે પૂછ્યુ હતું બકાજમાદારે એક ગણેશની સરસ વાત કહી હતી..સાંભળો..તમે પણ.

 

વાર્તા નં :૨૧

    બરકેશ એકવાર બહાર જતો હતો ત્યારે બકરીબહેને એને કહ્યુ કે અરે બેટા ,હમેશા દાદી ,દાદા ,પિતા ને માતાને પગે લાગીને આશિર્વાદ લઈને બહાર જઈએ.”બરકેશે કહ્યુ કે કેમ? મા એ કહ્યુ દરેક કામમા સફળતા મળે.
સૌથી મોટું તીર્થ જ માતા પિતા છે. તને ખબર
છે ગણેશે એકવાર માતા પિતાના દિલ આમજ જીતી લીધા હતા.એકવાર માતા પાર્વતી ને પિતા શંકરે બન્ને પુત્રોને પોતાની પાસે બોલાવ્યા ને કહ્યુ ,”તમને બન્નેને સમયની મર્યાદા નથી આપતા જાઓ પણ જે પહેલો પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવશે તે સાચો ભક્ત ગણાશે ને જગત માં તેની પૂજા દરેક પૂજા પહેલા થશે.”
ગણેશને કાર્તિકેય તો બહાર આવી મંડ્યા પૃથ્વીની પ્રદક્ષિણાની તૈયારીમાં..બાળકો તમને ખબર છે દરેક દેવને એક વાહન રૂપી એક એક પશુ પક્ષી હોય છે.
માતાઓ માં બહુચરમાતા ને મરઘો,અંબામા ને વાઘ,દુર્ગા ને સિંહ..શંકરને આખલો(નંદી), કૃષ્ણની પ્રિય ગાય,સરસ્વતી હંસ,વિષ્ણુ નું ગરૂડ,તેની પાછળ મહત્ત્વ પણ ખરૂ.અહી આપણે શિવજી ને બે પુત્રોની વાત કરી રહ્યા છે,એટલે એમના વાહનો વિષે જાણીએ ને ફરી કોઈવાર જરૂર બધા દેવ દેવી વિષે પણ જાણશું...

શિવ અને નંદી:
શિવ ભગવાન ભોળેનાથ કહેવાય છે, પરંતુ જ્યારે તેઓ ક્રોધ કરે છે ત્યાર પછીનું પરિણામ વિશાનકારી હોય છે. તેમનું વાહન નંદી છે. સંકેતોની ભાષામાં નંદી શક્તિ, આસ્થા અને ભરોસાનું પ્રતિક છે. નંદીથી ભગવાન શિવનું ચરિત્ર મોહમાયા અને ભૌતિક ઇચ્છીઓથી દૂર રહેનાર જણાવ્યું છે. સાંકેતિક ભાષામાં નંદી આ દરેક વિશેષતાઓને ચરિતાર્થ કરે છે. જેથી શિવનું વાહન નંદી છે.

કાર્તિકેય અને મોર:
ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે. એક દંતકથા અનુસાર આ વાહન તેમને ભગવાન વિષ્ણુએ ભેટમાં આપ્યું હતું. ભગવાન વિષ્ણુએ કાર્તિકેયની વિશાળ ક્ષમતાને જોતાં તેમણે આ વાહન ભેટ આપ્યું હતું. જેનો સાંકેતિક અર્થ હતો કે પોતાના ચંચળ મનરૂપી મોરને કાર્તિકેયે વશમાં કર્યું છે. તો અન્ય એક કથામાં દંભના વિનાશ તરીકે કાર્તિકેય સાથે બતાવ્યું છે.

ગણેશજી અને મૂષક:
ભગવાનોએ પોતાની સવારી હંમેશા વિશેષ રૂપથી પસંદ કરી છે, ત્યાં સુધી તેમના વાહન તેમનું ચારિત્રિક વિશેષતા બતાવે છે. ભગવાન ગણેશનું વાહન મૂષક છે. મૂષક શબ્દનો સંસ્કૃતના મૂષથી બન્યો છે. જેનો અર્થ થાય છે લૂંટવું અથવા ચોરવું. સાંકેતિક રીતે મનુષ્યનું મગજ મૂષક જેવું એટલે કે ઉંદર જેવું હોય છે. જેમાં સ્વાર્થભાવ ભરેલો હોય છે. ગણેશજીનું ઉંદર પર બેસવું એ બાબતનો સંકેત છે કે તેમણે સ્વાર્થ પર વિજય મેળવ્યો અને જનકલ્યાણના ભાવને પોતાની ભીતર જાગૃત કર્યો છે.
હવે કાર્તિકેય તો મોરને લઈને થયા તૈયારને
ને ઉપડ્યા પ્રદક્ષિણા કરવા.બાળકો પૃથ્વીની પ્રદક્ષિણા કરવી એટલે વરસ ૩૬૫ દિવસ ને ૬ કલાક નિકળી જાય.પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતા થાય..તો આપણે કે દેવ ને તો..સમય લાગે જ ને?
બીજી બાજુ ગણપતિ તો વિચારમાં પડ્યા કે આટલી મોટી કાયા ને કયા વંઢોરવી ને મૂષકની ચાલ ધીરી મંથન..કરવુ તો શું કરવું?
ત્યાં તો માતા પાર્વતી ની કહેલી વાત યાદ આવી કે માતપિતા ની એક પ્રદક્ષિણા સો તીર્થ જેટલું પૂન્ય મળે. ગણેશ તો લઈ આવ્યા બે બાજોટ ,શણગાર્યા ,રંગોળી કરીને પછી માતા પિતા ને હાથ ઝાલી વિનંતી કરી,બેસાડ્યા.પરિક્રમા કરતા જાયને માત પિતાને સાષ્ટાંગ દંડવત કરતા જાય.આમ ૧૦૮પરિક્રમા કરી ને પછી બોલ્યા ,”મારીતો પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી થઈ.”આમ જીત મેળવી દીધી.
આજે પણ પૂજા કરતા પહેલા ગણેશની પૂજા પ્રથમ થાય છે.
બરકેશ તો વાર્તા સાંભળી ખુશ થયોને પછી તો બહાર જાય,સારા કામ માટે જાય તો માતા પિતાને દાદી દાદાને પગે લાગી ને નીકળે. બધા મિત્રો ને તેણે દેવી દેવતાના વાહન વિષે માહિતી આપી.બાળકો વડીલોને પ્રેમ કરવો ને તેઓનું માન સન્માન જાળવવું એ મોટો ધર્મ છે.કાંઈ ન કરો તો કાંઈ નહિ એમને દૂભવશોનહિક્યારેય.એમનું કહ્યુ કરવું ને એમની સેવા કરી ઈશ્વર મેળવશો.બોલો માનશોને તમારી મિત્ર ની વાત.તમારા દૂંદાળા ગણેશની વાત...ગણેશના કેટલા બધા નામ છે? જાણો છો?મને જરૂર જણાવજો..એમાના થોડા જે તમને આવડતા હોવ તે.હુ લખું છુ તમે મિત્રો ને જણાવજો

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *