અમને જણાવતાં ખુબ આનંદ થાય છે કે, શ્રી. નિરંજન મહેતા અમારી સાથે બાળકોની સેવામાં જોડાયા છે. તેઓ મુંબાઈના પરા બોરીવલીમાં રહે છે, અને ગુજરાતી નેટ જગતમાં વાર્તા લેખક તરીકે ખુબ જાણીતા છે. તેમને કોયડાઓમાં પણ ખુબ રસ છે. વાર્તા ‘કાગડાભાઈ અને ભૂમિકા’ થી તેમની બેટિંગ આજે શરૂ થાય છે!
શ્રી નિરંજનભાઈ,
તમારી અન્ય ઘણી સિદ્ધિઓની ખબર હતી પણ તમે સરસ બાળવાર્તાઓ પણ લખો છો એ જાણી વધુ આનંદ થયો. અભિનંદન.
આભાર. પણ ક્ષમા કરશો કે કદાચ આપ નાટ્યકાર નિરંજન મહેતાને જાણતા હશો એટલે તેમને ઉદ્દેશીને આ લખ્યું હશે. હું તો એક અદનો લેખક છું.
નિરંજનભાઈ, ઈ-વિદ્યાલયમાં આપનું સ્વાગત છે.
આભાર, દાવડાસાહેબ.