જોક – ૬

૧.

બે ગુંડાઓએ કરસનકાકાને મોડી રાતે એકાંત ગલીમાં પકડ્યા અને જે કાઈ હોય તે બધું આપી દેવા કહ્યું. કરસનકાકાએ તો કાંઈ ન આપતા સામનો કર્યો. લગભગ અડધા કલાક બાદ તે ગુંડા કરસનકાકાને પકડી શક્યા અને ત્યાર બાદ તેઓએ તેમનું ખિસ્સું તપાસ્યું તો તેમાંથી તો ફક્ત એક રૂપિયાનો સિક્કો મળ્યો.
બન્ને ગુંડાને નવાઈ લાગી કે ફક્ત એક રૂપિયા માટે આ કાકાએ આટલો બધો જોરથી સામનો કેમ કર્યો. તેમને પૂછતા કાકા બોલ્યા કે સવાલ પૈસાનો નથી. મારે તમને જાણ નહોતી થવા દેવી કે હું આટલો બધો કડકો છું.

૨.

રામજીભાઈએ કાનના ડોક્ટરને કહ્યું કે, "તમે મારા કાનની બહેરા દૂર કરી તેનો આભાર. આપની કેટલી ફી છે?"
ડોકટરે જવાબ આપ્યો, "ચારસો રૂપિયા."
રામ્જીભાઇએ કહ્યું, "પાંચસો રૂપિયા?"

૩.

એક સેલ્સમેન નાના ગામમાં કામ માટે ગયો. કામ અધૂરૂં રહ્યું એટલે ગામની વીશીમાં રાત રોકાયો. સમય પસાર કરવા તે બાજુમાં આવેલ થીયેટરમાં ગયો અને પૂછ્યું કે,  "કેટલા વાગ્યાનો શો છે?"
બહાર ઉભેલા મેનેજરે કહ્યું, "તમને કેટલા વાગે ફાવશે?"

   -   નિરંજન મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *