૧.
બકો: પપ્પા કાલે સ્કૂલમાં એક નાનકડું સ્નેહમિલન છે.
પપ્પા: નાનકડું એટલે કેટલું?
બકો: હું, તમે અને પ્રિન્સીપાલસાહેબ!
૨.
મંદિરની બહાર બેઠેલા ભિખારીએ એક યુવાનને કહ્યું કે દસ રૂપિયા આપો. ભગવાન તમારી જોડી સલામત રાખશે.
યુવાન બોલ્યો કે હજી તેના લગ્ન નથી થયા.
ભિખારીએ કહ્યું હું તો તમારા ચંપલની જોડીની વાત કરી રહ્યો હતો.
૩.
રસ્તે બેઠેલા ભિખારીએ કહ્યું કે દસ રૂપિયા આપો.
એક કાકાએ પૂછ્યું કેમ દસ રૂપિયા?
ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા મોબાઈલમાં રિચાર્જ કરાવવું છે.
અરે વાહ ભીખારીએ પણ ગર્લફ્રેન્ડ બનાવી છે?
ના, ગર્લફ્રેન્ડે ભિખારી બનાવ્યો છે.
- નિરંજન મહેતા