- નિરંજન મહેતા
ચાર તોફાની છોકરા મસ્તી કરતાં પકડાઈ ગયા અને પ્રિન્સિપાલ સામે ઉભા કરાયા. પ્રિન્સિપાલે પૂછ્યું કે શું મસ્તી કરી છે?
પહેલા છોકરાએ કહ્યું કે તેણે શાકવાળાની ટોપલીમાથી ટામેટા ચોર્યા હતાં, રસ્તા પર કાચ વેર્યા હતાં અને કચરાને તળાવમાં ફેંક્યો હતો.
બીજા છોકરાને પૂછતાં તેણે પણ આ જ જવાબ આપ્યો.
ત્રીજાને પૂછતાં તેણે પણ પહેલા અને બીજાની જેમ જ જવાબ આપ્યો.
જયારે ચોથાને પૂછ્યું કે તેણે શું મસ્તી કરી હતી ત્યારે તેણે કહ્યું કે તેણે પણ ટોપલીમાથી ટામેટા ચોર્યા હતાં અને રસ્તા પર કાચ વેર્યા હતાં.
પ્રિન્સિપાલે પૂછ્યું કે તેં કચરો તળાવમાં નહોતો ફેંક્યો?
જવાબમાં તે છોકરાએ કહ્યું કે સાહેબ, મારૂં જ નામ કચરો છે આ લોકોએ સાથે મળીને મને જ તળાવમાં ફેંક્યો હતો.