જોક-૧ 25 June 201826 July 2018 suresh jani નાની રિયાને મમ્મીએ સમજાવ્યું, “ભગવાન બધાની અંદર હોય.” “મારામાં પણ હોય ?” “હા, બધામાં હોય. તારામાં પણ હોય.” એકવાર રિયાએ બહુ તોફાન કર્યા. મમ્મીએ ગુસ્સે થઇ રિયાને એક ઝાપટ મારી. ”તું ભગવાનને મારીશ ?!”