શાળાઓમાં ગવાતી પ્રાર્થનાઓ

નમસ્તે,

      ઇવિદ્યાલયના સૌ સમર્થકોને સાદર પ્રણામ,  પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એમ ગાંધીજીની અનુભવવાણી કહે છે. બહુ વખતથી એવી ઇચ્છા છે કે, શાળાઓમાં ગવાતી બધી પ્રાર્થનાનું સંકલન ઇવિદ્યાલય પર હોય.

    આપમાંથી કોઇ જો પ્રાર્થનાના સંકલનની જવાબદારી લે તો સોનામાં સુગંધ ભળે. છેલ્લી ત્રણ-ચાર પેઢીથી નિયમિત ગવાતી પ્રાર્થનાઓનું સંકલન ભાવિ પેઢી માટે આશીર્વાદરુપ બને. જે તે સંપાદકના નામ સાથે અઠવાડિયે એક પ્રાર્થના આપણે વેબસાઇટ પર પ્રસિધ્ધ કરીએ તો કેવું?

     આપના સહકારની અપેક્ષા સહ,

     વંદન,

    હીરલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.