નવાં લેખિકા – પૂર્વી મલકાણ

    ગુજરાતી નેટ જગતમાં અમેરિકાના પેન્સિલ્વાનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરનાં નિવાસી શ્રીમતિ પૂર્વી મલકાણ  નું નામ ઘણું જાણીતું છે. તેમણે   પ્રકાશિત મિડિયામાં અને નેટ ઉપર  અઢળક સર્જન કર્યું  છે. ભારતની બહાર તેમણે ઘણો પ્રવાસ પણ કર્યો છે- ખાસ કરીને જ્યાં ખાસ કોઈ ભારતીય જવાની હિમ્મત ન કરે તેવા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા પર ! તેમના જ શબ્દોમાં તેમણે પોતે આપેલી ઓળખનો એક અંશ ....

      હું પારિજાત (મૂળ નામ) સમી…… પૂર્વી ……મારા પરિવાર સાથે ફિલાડેલ્ફિયામાં રહું છું. મને મહેંકવું અને ચહેંકવું ગમે છે, તેથી વર્ષા હોય કે વાદળ હોય, કે હોય તડકો તાતો..... પણ દરેક ઋતુમાં મને ખીલવું ગમે છે. 

       આપણે માટે પ્રસ્તુત અને બહુ આનંદ પમાડે તેવી વાત એ છે કે, એમને બાળ સુલભ સર્જનમાં પણ ઊંડો રસ છે એટલું જ નહીં - બાળકોનાં સર્જનોને  પોરસાવવામાં પણ તેમને બહુ રસ છે. આજે જ  રાજકોટની એક ઊગતી બાળ લેખિકાનો નિબંધ તેમણે ઈ-વિદ્યાલયને મોકલ્યો છે - માટીનાં વાસણો ...

   પૂર્વીબહેનને જોડકણાં અને ઉખાણાં લખવામાં પણ બહુ રસ છે, અને એક જ ઈમેલ હાકે તેમણે એ બધી સામગ્રી મોકલી દીધી ! એની ફાઈલમાં  ૨૯ પાનાં ભરાઈ ગયાં !

   આજથી એમની આ સામગ્રી અહીં પીરસવાનો અમને હરખ છે!

    આ રહી - પહેલી મીઠાઈ - એક ઉખાણું ! 

તેમનો બ્લોગ 'પારિજાત' આ રહ્યો....

7 thoughts on “નવાં લેખિકા – પૂર્વી મલકાણ”

  1. પૂર્વી બહેનની મહેક અને ચહેકથી ઇવિદ્યાલ પણ ચહેકતું અને મહેકતું રહે એવી શુભ ભાવના સાથે પારિજાતબહેન (મૂળ નામ) પૂર્વી બહેનને મીઠો આવકાર. ઇવિ પર આપનું સ્વાગત છે.

  2. પૂર્વીબહેન, ખૂબ ખૂબ સ્વાગત છે. આ કામ કરવા જેવું છે. આનો સદઉપયોગ જરૂર થાય છે. જલ્દી ફોનમાં વાત કરશું.

  3. મારા જુના. મિત્રને આવકારતા અત્યંત આનંદ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.