ક્લબ ૯૦,૦૦૦

    -    નીલેશ મનાણી

હું હજુ થોડું,  હજુ થોડું કરતો ગયો,
ને આ જિંદગીનો રંગ જાણે ઊડતો ગયો.

     એક ખૂબ જ નામદાર વ્યક્તિ એક દિવસ એના મદદગાર સાથે વાત કરી રહ્યો હતો, મનમાં ખૂબ જ ગુસ્સો અને પોતાના થી જ પરેશાન હોય તેમ લાગી રહ્યું હતું. તેણે પોતાના મદદગાર ને કહ્યું, " આપણે મહેતા બ્રઘર્ષ કંપની પાસેથી કેટલું પેમેન્ટ લેવાનું બાકી છે ?"

મદદગાર- "સાહેબ , ૧ કરોડ ને ૨૦0 લાખ."

સાહેબ-  "તો હવે જલ્દીથી ક્લિયર કરાવો, આની આપના બિઝનેસ પર માઠી અસર થઈ શકે છે."
મદદગાર- "હા સાહેબ, બસ એમણે ૫  દિવસમાં આપણું બધું જ પેમેન્ટ ક્લિયર કરવાનો વાયદો આપ્યો છે.

(સાહેબ આજે જરા લડી જ લેવાના અંદાજ માં હોઈ એવું લાગતું હતું)

સાહેબ- "એમને કહી દો કે, જો ૫ દિવસની અંદર અમારું પેમેન્ટ નહીં કરે તો એમના પર અમારી કંપની કાયદેસર ની કાર્યવાહી કરશે."

મદદગાર-  "હા સાહેબ."

    આ વાત પતવાની સાથે જ મદદગાર અને સાહેબ બન્ને એક નાનું પણ સુંદર એવા ઘર પાસેથી નીકળ્યા. ઘરમાં પતિ, પત્ની અને બે બાળકો હતા. બધા હળી મળીને રહેતા હતા. તે દિવસે પણ તે લોકો એટલા જ ખુશ અને મોજમાં હતા. 

     સાહેબને આ જોઈને ખરેખર અચરજ થયું કે, મારી પાસે આટલી ધન દોલત છતાં હું એટલો ખુશ ક્યારેય નથી રહી શક્યો. આમ કેમ હોઈ શકે? ત્યારે પાસે બેસેલા મદદગારે એ કહ્યું,  "સાહેબ આ લોકો એટલે ખુશ છે કેમ કે, આ લોકો ક્લબ-૯૦,૦૦૦ માં નથી આવતા.

      સાહેબને જરા અચરજ થાયુ કે, વળી આ ક્લબ-૯૦,૦૦૦ શુ છે? તો એમને અચંબા સાથે પૂછ્યું, " તું આ બધી ગોળ ગોળ વાતો ન કર. મને મુદ્દાની વાત કર."

      મદદગાર- "સાહેબ! મને ૯૦,૦૦૦ રૂપિયા આપો હું તમને મારી વાત સાબિત કરીને બતાવું."

      સાહેબ- "સારું આ રહ્યા રૂપિયા પણ મને આ વાત સમજાવ."

       મદદગાર ધીમેથી પેલા ઘર માં જઇ ને પેલા ૯૦,૦૦૦ રૂપિયા ત્યાં મૂકીને આવે છે. અને એના સાહેબ ને કહે છે, "સાહેબ! ચાલો હવે આપણે સાત દિવસો પછી આપણે અહીંયા આવીશું  અને તમારો જવાબ તમને મળી જશે."

       સાહેબના દિવસો હવે જરા ભારી વીતવા લાગ્યા બિઝનેસ ની ચિંતાની સાથે એમને આ સવાલના જવાબ ની પણ ચિંતા સતાવવા લાગી.

 

(સાત દિવસ પછી)

      આખરે એ દિવસ આવી જ ગયો. સાહેબે સવાર માં જ મદદગારને બોલાવીને કીધું - "ચાલો જલ્દી મને પેલા ઘર પાસે લઈ જાવ અને સવાલનો જવાબ આપો. "

      પછી બન્ને પેલા ઘર પાસે ગયા. ત્યા જઈને જોયું તો સાહેબ ખૂબ જ અચંબિત થઈ ગયા. તેમણે જોયું કે, આ ઘરમાં પહેલા જેવો પ્રેમભાવ રહ્યો ન હતો, બધા એક બીજાનો જીવ લેવા પર  ઊતરી આવ્યા હતા. જ્યાં પહેલા શાંતિનો વાસ હતો, ત્યાં હવે નકરો કંકાસ જ હતો.

     એવામા મદદગાર બોલ્યો, " જુઓ  છો સાહેબ, આ જ છે કલબ ૯૦,૦૦૦.
તમે આપેલા ૯૦,૦૦૦ રૂપિયા મેં આ ઘરમા મુક્યા હતા. તે લોકોને આ રૂપિયા મળ્યા પણ ખરા. પણ એમણે જ્યારે જોયું કે, આ રૂપિયામાં તેને ૧ લાખ બનાવવા ખાલી ૧૦,૦૦૦ રૂપિયા ઘટે છે, માટે  ઘરના મુખિયાએ  નક્કી કર્યું કે આ ૯૦,૦૦૦ રૂપિયા ને આપણે ૧ લાખ બનાવીશું. પણ ઘરના બધા સભ્યોનું કહેવું એમ હતું કે, આ ૯૦,૦૦૦ ભગવાનની કૃપાથી મળ્યા છે, તો આપણે એને ઘરની જરૂરત પુરી કરવા વાપરીએ.

      આમ કરતાં કરતાં ઘરમાં કંકાસની  શરૂઆત થઈ. એક દિવસ એવું બન્યું કે, પેલા પૈસા ઘરના સભ્યો વપરાશ કરવા લાગ્યા. તેથી ઘરમાં મોટા ઝગડાઓ થવા લાગ્યા. સાહેબ,  આપણા ને તમારા જીવન માં પણ કંઈક આવુ જ ચાલી રહ્યું છે. આપણી પાસે જે ૯૦,૦૦૦ પડેલા છે એને આપણે જિંદગી સારી રીતે જીવવા માટે ખર્ચ નથી કરતા પરંતુ બાકીના ૧૦,૦૦૦ ભેગા કરવામાં ને કરવામાં આ અમૂલ્ય જિંદગી જીવવાનું જ ભૂલી જઈ એ છીએ. આપણી ફેમીલી ને આપણે સમય આપવાનું છોડી દઇએ છીએ."

     આ સાંભળતાની સાથે જ સાહેબની આંખો જાણે ખુલી ગઈ હોય તેમ તેને મદદગારને પોતાને ગળે લગાવી લીધો અને કહ્યું "આજે તેં મને ખરો રસ્તો બતાવ્યો છે. બિઝનેસ ના ચક્કરમાં ને પૈસા ન ચક્કર માં હું મારા ઘર અને પરિવાર ને સમય જ નથી આપી શકતો. તારો ખૂબ ખૂબ આભાર દોસ્ત." 

     આમ બન્ને અલગ પડ્યા ને સાહેબને એક મદદગાર જિંદગીનો પાઠ ભણાવી ગયો. 

નીલેશ ભાઈની બીજી રચનાઓ અહીં ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.