- મિહીર પાઠક
- પ્લાનિંગ, સાધનો અને તૈયારી વગર ક્લાસમાં ન જવું. (પ્લાનિંગ પર અડી રહેવું જરૂરી નથી પણ પ્લાનિંગ કરવું જરૂરી છે. કલાસરૂમના વાતાવરણ પ્રમાણે ફ્લેક્ષીબલ રહેવું. ) પ્લાનિંગ વગર કલાસ માં જવાથી આપણે જે લર્નિંગનું વાતાવરણ ઉભું કરવું છે તે નહીં થાય. શિક્ષકની પૂર્વ તૈયારી જેમાં બાળક શું શીખશે, કઈ રીતે શીખશે, તેને ક્યાં મુશ્કેલી આવશે, ક્યાં મારી જરૂર પડશે એ બધું જ આવરી લેવું જોઈએ.
- બાળકને આપેલા પ્રોમિસિસ તોડવા નહિ. જુઠ્ઠું ન બોલવું. જો પ્રોમિસ તોડવાનો થાય તો બાળકો સાથે વાત કરો, કારણ સમજાવો અને તેમની સહમતી લો. (આ વાત દરેક ધોરણના બાળકો માટે લાગુ પડે છે.)બાળકો માં તમારા પ્રત્યે અવીશ્વાસ ઉભો ન થવો જોઈએ. સતત કોમ્યુનિકેશન માં રહો. ખાલી ઓર્ડર આપવાથી બાળકો જે રીતે ખીલવા જોઈએ, કેળવાવા જોઈએ તે નહિ થાય. અમુક સમયે આપણી વાત મનાવવા માટે જબરા પણ બનવું પડે, ટકી રહેવું પડે, પોતાની વાત પર અડી રહેવું પડે તો તે પણ કરો પણ ફ્રેન્ડશીપ ન તોડો.
- કોઈપણ વિષય કે કોન્સેપ્ટ પર કામ કરતી વખતે બાળકના જીવન સાથે તે કનેક્ટ કરો અને સ્ટેપ બાય સ્ટેપ કનસટ્રક્ટ કરો. કોઈ સ્ટેપ એવું ન હોવું જોઈએ જે ફક્ત વિષય માટે કે આપણા માટે છે. દરેક નો કોઈ અર્થ હોવો જોઈએ. જીવન સાથે સંબંધ હોવો જોઈએ. કારણ કે લર્નિંગ ત્યારે જ થાય છે જયારે બાળકને તેના કામનું /જીવન સાથે જોડાયેલું લાગે.
જીવન સિવાયનું કઈ પણ નહીં
- ફક્ત ટાઈમ પાસ કરાવવા કોઈ એક્ટીવીટી કરાવવી નહીં. એકડા લખવા આપી દેવા, કક્કો પંચવાર લખી લાવો.. આવું કોઈ દિવસ ન કરવું. તેમાં કોઈ પ્રકારનું લર્નિંગ મને દેખાતું નથી.
જો તમે કઈ ન કરાવી શકતા હોય તો બાળકોને છૂટ થી રમવા દો.
- બાળકોની વાતો સાંભળવી, તેને અટકાવો નહીં તેનો ઉત્સાહ તોડવો નહીં. તેના ઘરની, મિત્રો વિષેની દરેક વાત સાંભળવી, વચ્ચે પ્રશ્નો પૂછવા જો આવું રોજનું થાય તો એક નિશ્ચિત સમયે બધા વાતો કરે (સાથે નાસ્તો કરતી વખતે, જમ્યા પછી) એવું ગોઠવવું. (બાળકોની વાતોને લખી/ડોક્યુમેન્ટ શકાય) બાળકો જયારે વાત કરતા હોય છે ત્યારે ભાષા વિકાસ થાય છે. તે પોતાની વાત આપણી સામે મુકવા માટે નવા શબ્દો શીખશે, જુદા જુદા ભાવ લાવશે, આથી બાળકોને છૂટથી વાત કરવા દેવી, એક્સપ્રેસ થવા દેવા.
- બાળકોને વધારે પડતા લાડ — પ્યાર કે છૂટ ન આપવી એક વિચારશીલ, સ્વતંત્ર માનવ તરીકે જ તેની સાથે વ્યવહાર કરવો. કારણ કે બાળકોને ચેલેંનજ આપીશું, મુંઝવણમાં મુકીશું, શિખવા માટેની જરૂરિયાત ઉભી કરીશું તો તેઓ વધુ ખીલશે અને વધારે ઊંડું શીખશે. હા, અમુક બાબતો માં તેમને મદદ/માર્ગદર્શનની જરૂર હોય ત્યાં આપવી. જ્યાં જ્યાં દોરવણીની જરૂર હોય ત્યાં ચોક્ક્સ હાજર રહેવું. જેમકે આરોગ્યની કાળજી, રમતી વખતે કઇ વાગી ન જાય, મારા મારી ન થઇ જાય, શું ખાવું ન ખાવું ?, જે ક્રિયાઓ બાળકના હિટ માટે હોય પણ એક્સપોજર ન મળ્યાને કારણે પોતાની મરજી થી ન કરે ત્યારે માર્ગદર્શનની જરૂર હોય છે. એક સેન્સીટીવ — સપોર્ટિંવ ફેસિલિટેસનની જરૂર હોય છે.
- બાળક પર ક્યારેય ધાક — ધમકીથી વાત મનાવવાનો પ્રયત્ન ન કરવો. જેમકે “ત્યાં ન જવાય ત્યાં તો બાવો આવે પછી આપણને લઇ જાય..” ભવિષ્યમાં બાળકને આવી વાતોનો જ ફોબિયા/ડર રહી જઈ શકે છે. બાળકો પર હાથ તો બિલકુલ ન ઉઠાવવો. તમારી ધારી પ્રવૃત્તિ ન થાય તમને એમ થાય કે આ મારી વાત નથી માનતો હમણાં જ તેને સીધોદોર કરી દવ પણ મન શાંત રાખજો. ધાક — ધમકી થી કામ થતું જોઈ બાળકમાં એક ભાવ જાગે છે કે દુનિયામાં ડર થી જ કામ થાય છે અને બીજું તેમના મનમાં પોતાના પ્રત્યે અપરાધ ભાવ જાગે છે. એવું થતું રોકો અને બાળકને વિશ્વાસ માં લઇ સાથે મળી કામ કરવું.
- બાળક સાથે કામ કરતી વખતે ભાષા ખુબ જ સ્પષ્ટ અને બાળકને સમજાય તેવી રાખવી. બાળક સાથેનો સંવાદ ખુબ જ અગત્યનો છે. આ સંવાદ શીખવાની પ્રક્રિયા પર ખુબ અસર કરે છે. જો ભાષા — સૂચના સમજાય એવી હશે તો બાળકની શીખવાની પ્રક્રિયા ખીલશે.
- બાળકોને અમુક વખતે recognition, attention ની જરૂર હોય. આવા બાળકો ને ignore કરવાને બદલે તેમની સાથે વધારે સમય વિતાવો જેથી તે તમારી સાથે ખુલશે અને પછી આપણે તેના મન પર કાસમ કરી શકીએ.
- બાળક કોઈ કામ કરી લાવે વર્કશીટ કે અન્ય. એ બધા માં બહુ સરસ, ખુબ સરસ કે ખોટું છે કહેવાને બદલે વ્યવસ્થિત ફીડબેક આપો જેથી બાળક ફક્ત સરસ કે ખોટાની કેટેગરીમાં ન વિચારે અને શીખવાની પ્રક્રિયા પર ધ્યાન આપી શકે નહિ કે સ્ટાર્સ ને આઈસ્ક્રીમ.
- જો વર્કશીટ બરાબર ન કરી હોય તો “ચાલ આપણે સાથે કરીએ” “એમાં આવું કરીએ તો કેવું થાય ? આમ કરી જો તો”
- જો સાચું કર્યું હોય તો “સરસ, તું જલ્દી શીખી રહ્યો છે. ચાલ હવે આપણે આ નવી વસ્તુ શીખીએ”
- ફક્ત કલાસરૂમમાં જ નહીં પણ બાળકોના જીવનના દરેક ક્ષણના ભાગીદાર બનો જેથી તમે તેમને જાણી શકો, તેમનું મન, નોમના સ્વભાવ, તેમની શીખવાની રીત ઓળખી શકો. એક પરિવારની જેમ રહો. પણ યાદ રાખો તમે જે — જે ઘટના માં સાથે હશો તેની 100% અસર પડશે એટલે અમુક ઘટનાઓ એમને એકલા પણ માણવા દો. દિવસના અમુક સમય જેમકે જમતી વખતે, સવારે સાંજે એક કલાક ફરવા જતી વખતે સાથે વિતાવી શકાય. અને બાકીના સમયે બાળકોનું અવલોકન તો ચાલુ જ રાખવું.
- પહેલા ધોરણના શિક્ષકે સતત નવી વસ્તુઓ શીખતાં રહેવી જેથી તેના મગજ ના દરવાજા ખુલ્લા રહે. જે વસ્તુઓ જીવનમાં કોઈ દિવસ કરી ન હોય તેવી વસ્તુઓ પર હાથ અજમાવવો જોઈએ. હું ને મારું પહેલું ધોરણ એ વાડા માંથી બહાર નીકળવું જોઈએ.
- ફક્ત ૧લા ધોરણ સાથે કામ કરી બેસી ન રહેવું જોઈએ સમય — અનુકૂળતા પ્રમાણે અન્ય મોટા ધોરણો ૬ થી ૮ , કોલેજ, બાલવાડી ના બાળકો સાથે પણ થોડું થોડું કામ કરવું જોઈએ. આમ કરવાથી અલગ અલગ એજ ગ્રુપમાં શીખવાની પ્રક્રિયાઓ જાણવામાં મદદ મળશે.
- કલાસરૂમમાં ફક્ત લખવા વાંચવા કે ગણવા પર ભાર ન આપતા પાંચેય ઇન્દ્રિયોનો ઉપયોગ થાય તેવી પ્રવૃતિઓ કરવી. પાંચેય ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાથી શખવાની પ્રક્રિયા ઝડપી અને વધુ ઊંડી બને છે. આ ઉપરાંત પહેલા ધોરણમાં ઇન્દ્રિય કેળવણી પર પણ ભાર આપવો જોઈએ. કારણ કે ઇન્દ્રિયો એ આપણી ઇનપુટ ટુલ્સ છે જો તેની કેળવણી સારી થશે તો જ શખવાની પ્રક્રિયા ખીલશે.
સુંદર છણાવટ
મિહિરને અમારી સાથે જોડાવા બદલ આવકાર. સુંદર છણાવટ. આમ જ લખાતો રહેજે.
વાહ મિહીર, બહુ ઝીણવટથી બધા મુદ્દાઓ આલેખ્યા છે. લેખ તો જાણે મારા માટે છે. હું આમાંની અમુક ભૂલો કરું છું. ખ્યાલ હોય છે કે કદાચ આ ખોટી રીત છે પણ કદાચ જોઇએ તેટલી ધીરજ દરેક વખતે રાખવી કપરું કામ છે.
હવે વધારે ધ્યાન રાખીશ. આભાર
એક વિનમ્ર સૂચન,
તારા દરેક લેખની એક નાનકડી પી.પી.ટી બનાવ તો? ૧ મિનિટનો પાવર પોઇન્ટ વિડીયો પોટ્સએપથી બહુ સરળતાથી સરક્યુલેટ કરી શકાશે અને વધુ લોકો સુધી પહોંચી શકીશું.
મારે ઘણાં સમયથી આ કામ કરવું છે પણ મારામાં તારા જેટલી ધીરજ નથી.