- જયશ્રી પટેલ
નમસ્તે બાળકો,
આવી ગયો પાછો મંગળવાર. શાળાઓ ખૂલશે ને વેકેશન પૂરૂં થશે નહિં? ચાલો દફતર ઉતારીએ ને સાફ કરીએ. અમે તો પાટી/પેન લઈને જતા તમારે તો પેન, પેન્સિલ ને બધું! મને પણ મજા આવતી. શાળામાં મજા જ મજા.
વાર્તા નં ૭
બરકેશે પણ શાળાએ જવાની તૈયારી શરૂ કરી દીધી. ધણી બધી નોટો કાઢી. એ તો બેઠો ને વિચારવા મડ્યો ને તેણે જૂની નોટો ફેકી દીધી.
બકા જમાદારની નજર આ નોટો પર પડી. આમેય એ વિચારશીલ વ્યક્તિ. તેમણે તો ફાડ્યા બધા કોરા પાના ને કર્યા સરખાં. સોય દોરો લીધો ને વચ્ચેથી સાંધ્યા અને સરસ કવર ચઢાવ્યું. અરે! કેવી સુંદર નોટ બની ગઈ? એક, બે, ત્રણ...
બરકેશ તો પપ્પાના આ કાર્યથી ખુશ થઈ ગયો. આખી શેરીમાં બતાવી આવ્યો. કેટલી સરસ
નોટ બની ગઈ? શેરી ના બાળકો પણ તો હવે બકા જમાદારને નોટોનાં પાનાં આપી જવા લાગ્યા. બધાને તેમણે શિખવી દીધું. હવે “વેસ્ટ માંથી બેસ્ટ “નોટો બની. શાળામાં રફ કામ કરવા, ડાયરી લખવા.
બાળકો, આમ જ કેવી સરસ સરસ ચીજો બને? તમારી પાસે જૂની વાર્તાની ચોપડીઓ હોય તો એમાંથી પણ સરસ નવી વાર્તા બને, અરે સારી હોય તો મિત્રો સાથે આપ લે કરી નવી નવી વાર્તાઓ વાંચવા મળે.
હવે તો રજાઓ પૂરી થશે તો તમે શું કર્યું? - તે પત્ર દ્વારા મિત્રોને જણાવજો. જણાવશોને? પત્ર લખતા શિખાય ને? બકા જમાદારને હમેશાં નવું શીખવાડવાનો ખૂબ શોખ. હવે કરશોને વેસ્ટ માંથી બેસ્ટ? ચાલો ફરી મળીશું આવતા મંગળવારે. ત્યાં સુધીમાં પત્ર લખતાં શીખજો .
પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...
નોંધ - ડાબી બાજુના કોઈ પણ ફોટા પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટો જુઓ. ત્યાં ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.