લાઈફ એ જ લડ્ડુ!

  - મુર્તઝા પટેલ

“ઘરમાં ખરેખર કોઈ જો કોઈને વડીલ માનવું હોય તો એ છે સૌથી નાનું બાળક.”

     – આવી સાવ સરળ સમજણ મને મારા પહેલા દીકરાના જન્મ પછી મળી ચુકી હતી. અને એટલે જ હું ‘કન્સલ્ટન્ટ’નું તો ટેગ માત્ર પ્રોફેશનને માર્કેટ કરવા માટે જ વાપરું છું. જ્યારે ઘણી બાબતોમાં કાઉન્સેલિંગની મઝા તો મને બચ્ચાંપાર્ટી સાથે વાત કરવામાં જ મળે છે.

      તેમની માસૂમિયત, નિખાલસતા, નિર્દોષભાવ અને કુતૂહલવૃત્તિ એવાં અકસીર રિસોર્સર્સીસ છે કે જો તેમને જ વાંચવાની આદત પડે પછી પુસ્તક પણ ફીકા પડતા લાગે. તેમના પ્રશ્નોની ઝડી, આપણાં જવાબોની છડી, ને એમાંથી નીકળતા વળી પાછાં અનેક પેટાપ્રશ્નોની જીભાજોડી એટલે જાણે ઈશ્વર સાથે ચેટિંગ!

     આજે રવિવાર છે. આપણામાંથી ઘણાં લોકો મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા માટે ‘બારે જવા’ કે પછી અંદર જ રહી બંદગી કરતા હોય છે. જે હોય તે. પણ સબૂર! થોડી વાર એવી કોઈપણ ‘ધાર્મિક’ ક્રિયા કરતા પહેલા જયાં હોવ ત્યાં રોકાઈને એક નાનકડી મીઠ્ઠી મધમધતી બાર મિનિટની શોર્ટ મૂવી ‘લડ્ડુ’ જોઈ લેજો.

      લાખો શબ્દોને બદલે એક જ સીધી સરળ અને આસાન ભાષામાં ‘ધર્મ’ બતાવતી આ શોર્ટી ફિલ્મ જોયા પછી તમને પણ જાણે માસૂમ આચમન મળ્યા જેવું લાગશે. અને પછી આપોઆપ બોલી પણ જવાશે કે “હાશ! આપણી તો પૂજા (બંદગી કે પ્રેયર) આ જોઈને જ થઇ ગઇ ભૈશાબ! ” – ગેરેન્ટેડ!

મધમધતો મોરલો:  “સાચો ‘ધર્મ’….લડ્ડુ જ છે.”

3 thoughts on “લાઈફ એ જ લડ્ડુ!”

  1. જ્યારે આ વાત મારા જ ગામ -અમદાવાદના મુર્તઝાના બ્લોગ પર વાંચી ત્યારે લડ્ડુના કારણે ધ્યાન ખેંચાયેલું! વાંચી, વિડિયો જોઈ, અહીં ચઢાવી દીધું . પણ લડ્ડુ જ સાચો ધર્મ છે – એ વાત ખાસંખાસ ગમી ગઈ.
    જીવન એવું જીવાવું જોઈએ કે બસ … સતત આનંદ જ આનંદ રહે. લાડુ ખાધા જેવો આનંદ.

  2. what a beautiful message. Thanks so much Murtaza Bhai for sharing this. I wish more kids , parents and teachers will watch it.

  3. વાહ, શું સુંદર અને સચોટ સંદેશ. કાશ, આપણે વડીલો આ બાળકની સાદી અને સીધી વાત સમજીએ અને જીવનમાં ઉતારીએ તો કેટલું અદ્ભુત !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *