પરિણામ અને મા-બાપ

    -   ગોપાલ ધકાણ

કદાચ આ નાનકડા લેખનું ટાયટલ હું ધારું તોય પરિણામ અને વિદ્યાર્થીઓ ન રાખી શકું કારણ કે આજકાલ પોતાના બાળકોના પરિણામને મા બાપ પોતાનું પરિણામ માની લઈને બાળકો ઉપર એક પ્રકારનો માનસિક બોજ ઉભો કરી રહ્યા છે.

આજે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થયું. ક્યાક ખુશી ક્યાંક ગમ નો માહૌલ જોવા મળશે . ' તું તો બહુ હોશિયાર હતો કેમ આટલું ઓછું પરિણામ આવ્યુ ?

'ફલાણો તારાથી ક્યાય પાછળ હતો એ કેમ આગળ વધી ગયો ?'

અરે ભલા , માણસ તારું બાળક કોઈ ઘોડાની રેસનો ઘોડો છે ?

આપણે ભારતીયો વાત ડાહ્યા બહુ છીએ પરંતુ એની સામે એટલું વ્યવહારિક રીતે વિચારવાનું સાવ ભૂલી ગયા છીએ. પાંચેય આંગળી સરખી ના હોય એવી કહેવત આપના જીભના ટેરવે રમતી હોય પણ જીવનમાં ઉતારવાની વાત આવે એટલે આપણે હતા એવા ને એવા જ .

દરેક બાળકમાં રહેલી વ્યક્તિગત ભિન્નતા વિષે આપણે વિચારતા નથી. દરેક બાળકને એનાં પરિવારનો વરસો અને વાતાવરણ એની શૈક્ષણિક અભીયોગ્યતા ઉપર અસર કરે છે. (થ્રી ઇડીયટ જોતી વખતે આવા જ ડાયલોગ્સ ઉપર આપણે બહુ તાળીઓ પડેલી નહી ? )

આ બાબતને આપણેે સમજવી જોઈએ અને બાળકનું અન્ય સાથે કમ્પેરીઝન ટાળવું જોઈએ. ( સારું છે હજી એવી કોઈ ટેકનોલોજી નથી આવી કે જેવું જોઈએ તેવું બાળક માતાના ઉદરમાંથી જન્માવી શકાય ....કલ્પના કરી જો જો ખાલી આપની હાલત શું થાય ? )

બાળકની સથોસાથ આપણે પરિક્ષાની પદ્ધતિને પણ મહદંશે સમજવા કોશિશ કરવી જોઈએ. પરિક્ષાનું પરિણામ વિદ્યાર્થીની યોગ્યતા સાબિત નથી કરતુ પરંતુ એ અભીયોગ્યતા દર્શાવે છે. ( અભિયોગ્યતા એટલે શું એ જાણવા પ્રયત્ન કરજો...કેમ તમને લેશન ન અપાય ?)

આખું વર્ષ જે અભ્યાસ કર્યો તેનું મેક્સીમમ પરફોર્મન્સ ૩ કલાકમાં આપવાનું હોય છે. હવે શક્ય છે કે એ દરમિયાન – એ સમય દરમિયાન વિદ્યાર્થીને ઘણું આવડતું હોવા છતાં તે પરફોર્મ ન પણ કરી શકે. ( સચિન પણ બધી ઈનિંગમાં સેન્ચુરી મારે જ એવું શક્ય છે ? ) માટે , આ ત્રણ કલાક નાં આધારે વિદ્યાર્થીની આગળની કારકિર્દી વિષે આપને અંદાજ ન મારી શકાય. પરંતુ હાલ આ સિવાય અન્ય કોઈ પદ્ધતિ આપણી પાસે ન હોવાથી આપણે આ સ્વીકારવું રહ્યું. અને બાળકને આપણેે એ જ સમજાવવાનું છે કે આ તારા અભ્યાસનું પરિણામ નથી પણ તારી ૩ કલાકના પરફોર્મન્સનું પરિણામ છે. જે આગળ જતા સુધારી પણ શકાય!

વધુમાં ધોરણ ૧૦ માં ભણતા વિદ્યાર્થીઓ તરુણાવસ્થામાં હોવાથી એમનામાં ઘણા શારીરિક અને સાવેંગિક ફેરફારો થતા હોય છે. જે બાબતે બહુ ઓછા મા બાપ બાળકો સાથે યોગ્ય ચર્ચા કરતા હોય છે. સાવ ક્ષુલ્લ્ક લગતી આ બાબત અભ્યાસ ઉપર ખુબ અસર કરે છે.

પ્રેક્ટિકલી વિચારીએ તો ,દરેક ગતિમાં અમુક સમયે બ્રેક લાગવી પણ જરૂરી છે. આજે બાળક પરફોર્મ ન કરી શક્યું હોય તો આજે જ એના જીવનની બધી જ તક ખતમ નથી થઇ જતી. ( એવી સામાન્ય બાબત સમજવા આપણે મોટીવેશન સેમિનારમાં જઈએ અને મારા જેવાને પાછો વહેમ પણ આવી જાય!)

માણસ પોતાના જીવનમાં એકાદી ઠોકરથી ઘણું બધું શીખતો હોય છે બસ જરુર છે એને એ ઠોકરને સમજવાની . ( ઠોકર જ ઠાકરનું સ્વરૂપ હોય શું ખબર? 

આપણે આપણા બાળકને પોતાની ક્ષમતાઓ અને મર્યાદા ઓળખતા શીખવવાનું છે જે એની વ્યવહારિક જીંદગી જીવવા માટેનું પ્રથમ પગથીયું છે.

એક શિક્ષક તરીકેના ઉતરદાયિત્વને લીધે આજે આવું કૈક પોસ્ટ કરવાનું મન થયું. ( મોટીવેશનલ સ્પીકર બનવા માટે નહી હો ...ભાઈ ).

તમારું બાળક તમારું છે એને પરિસ્થિતિ સામે લડતા શીખવો.

જય હિન્દ.
બાલ દેવો ભવ :

One thought on “પરિણામ અને મા-બાપ”

  1. દરેક વાલીને મનોમંથન માટે ઉપયોગી લેખ. લેખકે વર્તમાન શિક્ષણ પરિસ્થિતિ અને સમાજના અભિગમ વિશે લગભગ બધા જ મુદ્દા સુંદર રીતે વણી લીધા છે. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *