આજે અમારા ક્લાસમાં અમને પ્રદૂષણ પર નિબંધ લખવા આપેલો. આ વિષય ઉપર જે મારા વિચારો છે તેનો ટૂંક સાર મે અહીં લખ્યો છે.
પ્રદૂષણ
આપણી આખી દુનિયાને આજે જે સૌથી વધુ ખરાબ કરે છે તે છે પ્રદૂષણ. આપણી દુનિયામાં વાયુ, પાણી, ધ્વનિ અને ભૂમિ એમ ચાર પ્રકારના પ્રદૂષણ છે. આ ચારેયમાંથી પાણી અને ભૂમિનું પ્રદૂષણ આપણને બીમાર કરે છે. વાયુનું પ્રદૂષણ આંખ, હૃદય અને ફેફસાને કમજોર કરે છે ને ધ્વનિ આપણી આજુબાજુ શાંતિ રહેવા દેતું નથી તેથી કાન અને મગજ પર અસર કરે છે. વાહનો અને કારખાનાઓમાંથી નિકળતી ગેસ અને ધુમાડો એ કાર્બન ડાયોક્સાઈડ છે જે પર્યાવરણને ખરાબ કરી અને વાયુમંડળને ઝહેરીલું બનાવે છે, ધ્વનિનું પ્રદૂષણ લોકોનમાં માનસિક તણાવ પેદા કરે છે જેથી આપણી કામ કરવાની શક્તિ ઘટતી જાય છે. આ પ્રદૂષણની અસર ખાલી માનવજાતિ પર જ નહીં પણ ફૂલ-છોડ અને વૃક્ષ પર પણ થાય છે. હું દરરોજ જ્યારે છાપાઓ, પુસ્તકો વાંચું છુ તો તેમાં લખ્યું હોય છે કે જો, આજે આપણે બધાં ય ધ્યાન નહીં રાખીએ તો આપણી આવતીકાલ કેવી હશે તેની ખબર નહીં પડે. ને ભવિષ્યમાં સુંદર અને તંદુરસ્ત પ્રકૃતિ એ ખાલી ચિત્રોમાં જ જોવા મળશે. આથી આ પ્રકૃતિને બચાવવા આજે આપણે નાનકડી તો શરૂઆત કરી જ શકીએ છીએ. જેમકે નદીમાં કચરો નહિ નાખવાનો, કારખાનામાંથી ધુમાડો બહાર નીકળે પણ બગાડવાળો ધુમાડો ઓછો હોય તેમ થાય, જોરથી લાઉડસ્પીકર ન રાખવા, વૃક્ષો વાવવા, પાણી ઓછું ઢોળાય તેનું ધ્યાન રાખવું. તો ચાલો આપણે બધાં ય આપણી પ્રકૃતિને બચાવવા આજથી જ પ્રયત્ન કરીએ.
– મહેક બિરજુબેન ગાંધી : ઉંમર ૧૨ વર્ષ : ઉત્કર્ષ સ્કૂલ રાજકોટ
ચી.મહેક – અભિનંદન ,
નાની ઉંમરમાં લેખન પ્રત્યેની રુચિ એ ઈશ્વરના આશીર્વાદ ગણાય .હજુ ખુબ મહેનત ,વાંચન અને ગુજરાતી ભાષાશૃદ્ધિ તરફ ધ્યાન
આપવાનું છે…..સારું . લખવાના આ પગથિયાં છે ,ખુદના રસ વિના બધું નકામું ગણાય ,શિક્ષક ,માવતર અને પ્રેરક મિત્રો નો સંપર્ક કાયમી અને હર પળ જિદ્દી બની જાળવજે -લાંબે સમયે તેનું મૂલ્ય સમજાશે -તારું લેખન નક્કી ખીલી ઉઠશે .મારો અનુભવ છે .મારા આશીર્વાદ ;શુભેચ્છાઓ
-જીતેંદ્ર પાઢ /અમેરિકા /૧૪/૧૧/૨૦૧૮/બાળ દિન /