નવા લેખક – ચન્દ્રશેખર પંડ્યા

     

     અમને જણાવતાં આનંદ થાય છે કે, ગુજરાત સરકારના ઇકોલોજી કમિશનના નિયામક અને મૂળમાં  જંગલ વિભાગના અધિકારી શ્રી. ચન્દ્રશેખર પંડ્યા અવારનવાર આપણને પ્રકૃતિ, પ્રાણીઓ વિ. વિષયો પર નવી સામગ્રી મોકલવાના છે.

તેમણે મોકલેલ રચનાઓ આ રહી....

     

 

તેમનો પરિચય.....

  • જન્મ તારીખ -  ૩૧, ઓક્ટોબર - ૧૯૫૨, વતન - ભાવનગર
  • ૧૯૭૩ - માઈક્રોબાયોલોજી વિષયમાં સ્નાતક
  • ૧૯૭૬ - ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ  હેઠળ ગુજરાત વનવિભાગમાં દાખલ થયા. 
  • ૧૯૮૦ - ફોરેસ્ટ્રી અનુસ્નાતક
  • ગુજરાતના વિવિધ જંગલ વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર, ડેપ્યુટી કન્ઝર્વેટર તરીકે અને છેલ્લે કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ
  • ગુજરાત ઈકોલોજી કમિશન, ગાંધીનગરમાં નિયામક  તરીકે  ૭  વર્ષ સેવા બજાવી. 
  • ૨૦૧૨ - નિવૃત્તિ બાદ વડોદરા સ્થાયી. 
  • શોખ - અવ્યાવસાયિક કવિતા લેખન, હાર્મોનિયમ, માઉથઓર્ગન, તબલા વાદન

     તેમના પિતાશ્રી હરસુખરાય પંડ્યા 'બંસી'ના તખલ્લુસથી કવિતા લખતા. ભાવનગરના દિગજ્જ કવિઓ કિસ્મત કુરેશી, મુકબીલ કુરેશી, ડૉ. બટુકરાય પંડ્યા, 'સરોદ' સાહેબ, નાઝિર દેખૈયા સાથે તેમની મંડળી જામતી. 

 

One thought on “નવા લેખક – ચન્દ્રશેખર પંડ્યા”

  1. શ્રી ચન્દ્રશેખરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. શિક્ષાદાન આજના સંદર્ભમાં સૌથી મોટું દાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *