ચોરી કરવા ચાલ્યા ચોર,
સોની પોળમાં થાતો શોર,
સિપાઈ મળ્યા સામા,
બાના ભાઈ તે મામા.
મામા લાવે છુક છુક ગાડી,
બાને માટે લાવે સાડી,
સાડીના રંગ પાકા,
બાપના ભાઈ તે કાકા.
કાકા કાકા કારેલાં,
કાકીએ વઘારેલાં,
કાકી પડ્યાં રોઈ,
બાપની બેન તે ફોઈ.
ફોઈ ફૂલડાં લાવે છે,
ફુઆને વધાવે છે,
ફુઆ ગયા કાશી,
બાની બેન તે માશી.
– નવનીત સેવક
સાભાર - ધ્વનિ – કંદર્પ [ બાલઘર ]