સવાલ તમારા – જવાબ અમારા

    બાળકોને ઘણું બધું નવું જાણવાનું હોય છે. તેમને અનેક સવાલો મૂંઝવતા હોય છે.

  • આ શું છે?
  • એ કેમ છે?
  • એ ક્યાં છે?
  • એ કેવી રીતે છે?
  • એ શા માટે છે?

      વાલીઓ તેમનાથી બને તેટલી મદદ બાળકોને કરતાં હોય છે. એવું જ કિશોર/ કિશોરીઓને પણ હોય છે. પણ ઘણી વખત એમ બનતું હોય છે કે, વાલીઓ પાસે એ સવાલોના જવાબ હોતા નથી. અને ‘કોને પુછવું?’ એની એમને ખબર હોતી નથી.

   આ સમસ્યાના ઉકેલ માટે ઈ-વિદ્યાલય પર 'સવાલ-જવાબ'નામનો આ નવો વિભાગ આજથી શરૂ કરવામાં આવે છે.   જે કોઈને બાળકો/ કિશોરોને મુંઝવતા પ્રશ્નોના જવાબ જોઈતા હોય તે અમને નીચેના સરનામે ઈમેલ કરીને જણાવી શકે છે. અમારાથી બનતા પ્રયત્નો કરી, એના જવાબ શોધી કાઢી, જાહેર પોસ્ટ દ્વારા એ પ્રગટ કરીશું.

sbjani2006@gmail.com

વિમાનો વિશે પાંચ સવાલ - જવાબ આ રહ્યા...

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *