-પી. કે. દાવડા
મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન, જેણે વીજળીના બલ્બની શોધ કરેલી એની આ સાચી બનેલી વાત છે. એ સમયે કાચના ગોળા, ઝીણા તારના ગુંચડા વગેરે હાથે બનાવવા પડતા. સેંકડો પ્રયત્નો પછી એડિસન બલ્બ બનાવવામાં અને એનાથી પ્રકાશ ફેલાવવામાં સફળ થયા હતા. એક દિવસ એણે એના ઓફીસના પટાવાળાને એક બલ્બ આપીને એને હોલ્ડરમાં લગાડવા કહ્યું. આટલી કિમતી વસ્તુ હાથમાં લેવાથી એ ગભરાઈ ગયો, એના હાથ ધ્રુજવા લાગ્યા અને એના હાથમાંથી બલ્બ પડી ગયો અને ટૂટી ગયો.
બે દિવસ રહીને એણે ફરી એ જ પટાવાળાને બલ્બ હોલ્ડરમાં લગાડવા આપ્યો. લેબોરેટરીમાં કામ કરતા અન્ય મદદનીશોએ પૂછ્યું, “સર, ફરી એને શા માટે આપો છે? એ તોડી નાખશે તો?”એડિસને કહ્યું, “આ બલ્બ બનાવવામાં મારી એક દિવસની મહેનત લાગી છે, પણ આ માણસનો જતો રહેલો આત્મવિશ્વાસ જતો રહેશે તો એ પાછો આવતા વરસો લાગી જશે. મારે એના હાથે બલ્બ હોલ્ડરમાં લગાડાવી એનો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો અપાવવો છે.”