ચિત્રકળા-પાઠ ૨ જો
આપણે ગયા રવિવારે પેન્સિલ, કાગળ અને રબ્બરની મદદથી ત્રિકોણ, ચોરસ, લંબ ચોરસ અને ગોળ આકાર દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જો આ ચિત્રો દોરવા આપણે ફૂટપટ્ટી અને કંપાસ બોક્ષની મદદ લઈએ તો નીચે આપેલા ચિત્રો જેવા મજાના ચિત્રો દોરી શકીએ, પણ એને તો ભૂમિતી કહેવાય, ચિત્રકળા ન કહેવાય. ચિત્રકળામાં આવા સાધનોની મદદ વગર પણ આપણે લગભગ આવા મજાના ચિત્રો દોરી શકીયે.
ચિત્રકળાના મૂળમાં રેખાઓ છે. આપણે સીધી રેખાઓ દોરવાના મહાવરા પછી હવે આપણી મરજી મુજબની વળાંકવાળી રેખાઓ દોરવાનો પ્રયત્ન કરીયે. અહીં નીચે આપેલા ચિત્રમાં સીધી રેખાઓ સાથે થોડી વળાંકવાળી રેખાઓ વાપરી આપણે એક તરતી હોડીનું ચિત્ર બનાવ્યું છે. તમે પણ આ ચિત્રને જોઈ, આવું ચિત્ર તમારા કાગળ ઉપર બનાવી જુઓ.
હવે આપણે ચિત્રકળામાં થોડા આગળ વધીએ. માત્ર વળાંક વાળી રેખાઓથી સુંદર મજાના પાંદડા દોર્યા છે. આ પાંદડા જોઈ જોઈને તમે પણ તમારા કાગળમાં દોરો. ચિત્રકળા શીખવામાં ઉતાવળ કામ ન આવે. ખૂબ એકાગ્રતા અને ઘણી બધી પ્રેકટીસ કરીએ તો જ સારા ચિત્રકાર થઈ શકીયે.
હવે આવતા સોમવારે આપણે રેખાચિત્રોનો છેલ્લો હપ્તો જોઈશું.