એક હાથી, હાથણી ને ત્રણ મદનિયાં હતા. ત્રણેય મદનિયાં ભારે મસ્તીખોર. રોજ સવારે હાથી ત્રણેય મદનિયાંને લઇને તળાવે નહાવા જાય. સૂંઢમાં પાણી ભરીને ચારેય જણા એક બીજા પર ફુવારો કરે ને ખૂબ મજા કરે.
એક દિવસ વિરાજના દાદા અને વિરાજ એ તળાવ પાસેથી પસાર થયા. વિરાજને તો હાથી બહુ ગમે. અને અહિં તો એક મોટો ને ત્રણ નાના હાથી. વાહ! ભાઇ, વાહ!
વિરાજને તો મજા મજા થઇ ગઇ.
એક મદનિયાએ વિરાજ પર પાણીનો ફુવારો કર્યો. પહેલાં તો વિરાજ રડવા જેવો થઇ ગયો, પણ ચારેય હાથીને હસતાં-રમતાં જોઇને એ પણ હસવા લાગ્યો. ધીમે ધીમે એક પછી એક બીજાં મદનિયાંઓએ પણ ફુવારા કર્યા.
વિરાજને તો મજા જ મજા થઇ ગઇ. વિરાજની બધા મદનિયા સાથે દોસ્તી થઇ ગઇ.
વિરાજ કહે, “તમે રોજ તળાવે આવો?” મદનિયાં કહે, “હા,
નહાવાની તો કેવી મજા. રમવાની તો કેવી મજા. પાણીમાં તો કેવી મજા.”
વિરાજ કહે, “હા, ભાઇ હા, મજા જ મજા.”
ત્યારથી વિરાજ રોજ સવારે નિયમિત ન્હાતો થઇ ગયો. નહાવાની તો કેવી મજા! રમવાની તો કેવી મજા! પાણીમાં તો કેવી મજા!
નીચેનો કોઈ પણ ફોટો મોટો જોવા તેની પર ક્લિક કરો. મોટા ફોટા પર ક્લિક કરી પાછા વળો !