'પિંગળ' એટલે
કવિતા વ્યવસ્થિત રીતે લખવાનું શાસ્ત્ર
જુગલકિશોર વ્યાસ લખતાં તકલીફ પડે છે ! એ ગુજરાતી નેટ જગતમાં જુ. ભાઈના હુલામણા નામે વધારે જાણીતા છે. તેમના બ્લોગ પર તેમણે સામાન્ય માણસો માટે ગુજરાતી ભાષા અને વ્યાકરણની જાણકારી આપવા બહુ જ પ્રસંસનીય અને આવકાર્ય પ્રયત્નો કર્યા છે. આજે એમના છંદ શિક્ષણના પ્રયત્નોનું સરનામું આપતાં આ જણને બહુ હરખ થાય છે - કારણ એ કે, વીજળીના તારમાં ગૂંચાયેલા આ જણને તેમણે છંદ બદ્ધ કવિતડાં લખવાં પ્રેરણા આપી હતી.
જે વિદ્યાર્થાઓને ગુજરાતીમાં કવિતા લખવાના ઉમંગ હોય તેમને ખાસ વિનંતી કે, આ સરનામાં પરથી છંદબદ્ધ કવિતાનો ખંતથી અભ્યાસ કરે, અને આપણી માતૃભાષામાં કવિતા લખવાનો રોમાંચ માણે -
છંદો શીખવા છે ?