- નિરંજન મહેતા
બે વાક્ય આમ છે :
- એ લોકો આવ્યા.
- એ લોકો આવ્યાં.
આ બન્નેમાંથી એક વાક્યમાં 'આવ્યા’ પર અનુસ્વાર છે અને એકમાં નથી. હવે આપણો સવાલ: બંને વાક્યોનો અલગ અર્થ થાય છે. શું તફાવત છે જણાવો.
જવાબ :
બંને વાક્યોમાં માત્ર અનુસ્વારનો ફરક છે. જે અનુસ્વારવાળું વાક્ય છે તે સ્ત્રી અને પુરુષ બંનેનો અથવા માત્ર સ્ત્રીઓનો સમુદાય સૂચવે છે. અર્થાત આવનારાઓમાં સ્ત્રીઓ પણ સામેલ હતી એવું સૂચવાયું છે. અનુસ્વાર વગરનું વાક્ય માત્ર પુરુષ સમુદાય સૂચવે છે. અર્થાત આવનારા માત્ર પુરુષો જ હતા.
બોલો, છે ને મજેદાર વાત! કેટલું ઝીણું કાત્યું છે આપણી માતૃભાષાએ!