પ્રથમ ચાર પાઠમાં પુરતો મહાવરો કર્યા પછી જ આ પાંચમાં પાઠના ચિત્રો દોરવાની શરૂઆત કરવી. વસ્તુલક્ષી ચિત્રોને કેટલીકવાર અંગ્રેજીમાં Still Life પણ કહે છે. આ પ્રકારના ચિત્રો દોરવા તમારાથી થોડે દૂર એક ખરેખરી વસ્તુ મૂકવામાં આવે છે. તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમને જે દેખાય એ તમારે કાગળ ઉપર પેન્સીલથી ચિતરવાનું છે.
શરૂઆતમાં તમારે એના બે પરિમાણનો અંદાઝ કરવાનો હોય છે, વસ્તુની ઊંચાઈ અને વસ્તુની પહોળાઈ. ત્યારબાદ એ વસ્તુનો આકાર બરાબર સમજી લેવો જરૂરી છે. આટલું સમજી લીધા પછી, તમારે હલકા હાથે ઝાંખી પેન્સીલથી કાગળ ઉપર એનો આકાર દર્શાવતી રેખાઓ દોરવાની છે. નીચેના ચિત્ર નંબર એકમાં જે ફળ તમારી સામે મૂકવામાં આવ્યું છે, એનું પ્રાથમિક રેખા ચિત્ર દર્શાવ્યું છે.
ચિત્રકળાની સરળ સ રસ પધ્ધતિ ધન્યવાદ