- નિરંજન મહેતા
ભેંસ આગળ ભાગવત
એક બ્રાહ્મણદેવ એમ માનતા કે, તે સારી ભાગવત કથા કરે છે અને જેને તે સંભળાવશે તેનાં જ્ઞાનમાં વધારો થશે. કોઈ ટીખળીએ એક ભેંસ ઉભેલી બતાવી અને કહ્યું કે, "ભૂદેવ આ બિચારી ભેંસ સાવ અબોધ છે. તમે તેને તમારી ભાગવત કથા સંભળાવો અને તેના જ્ઞાનમાં વધારો કરો."
પેલા ભૂદેવને પોતાના જ્ઞાન માટે ગર્વ કહો તો ગર્વ અને અભિમાન કહો તો અભિમાન એટલે ભેંસ આગળ જઈને ભાગવત પારાયણ શરૂ કયું.
તમે ભેંસ આગળ ભાગવત કથા કરો તો તે બિચારીને શું સમજ પડે? અને ન સમજાય તો તેને જ્ઞાન પણ ન મળે. આમ તમારી મહેનત વ્યર્થ જાય. પણ ભૂદેવ તે ન સમજ્યા અને લોકોની મશ્કરીને પાત્ર બન્યા.
બસ, આમ જ છે જ્યારે કોઈને તમે સમજાવો કે શિખામણ આપો અને તેની સમજમાં કશું ન આવે ત્યારે તમારી મહેનત વ્યર્થ જાય છે અને ત્યારે કહેવાય છે - ભેંસ આગળ ભાગવત.