સાભાર - ગુજરાતી લેક્સિકોન
ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.
પંચમહાલ જિલ્લો ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શહેરા –એમ કુલ 7 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં ૬૦૦ જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર ૩,૨૭૨ ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી ૨૨ લાખથી વધુ છે. ૭૧% થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
આ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે અને આ જિલ્લામાં આદિવાસીઓ વધુ છે. એ રીતે આ ભીલોનો જિલ્લો છે, અને એમના વિકાસની અહીં કેટલીક પ્રવૃત્તિઓ પણ થતી રહી છે. પ્રાચીન મહેલ, દુર્ગ, ખંડેરનો વૈભવ ધરાવતો પાવાગઢ ડુંગર અને એના પરનું મહાકાળીનું મંદિર યાત્રાર્થી માટે મુખ્ય આકર્ષક છે. પાવાગઢની બાજુમાં વસેલ ચાંપાનેર એક સમયની ગુજરાતની રાજધાની તરીકે ‘UNESCO’ દ્વારા ઘોષિત કરાયેલ ઐતિહાસિક સ્મારક છે.
હાલોલ નવાનવા ઉદ્યોગ (જેમકે, સિને-ઉદ્યોગ)ના વિકાસનું કેન્દ્ર છે. ટૂવા ગરમ પાણીના ઝરા માટે જાણીતું છે.
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.