- મિત્તલ પટેલ
આત્મશ્લાઘા પોતાના અહમને પંપાળી ને સતત તેને પોષતું એક સાધન માત્ર છે.તે વ્યક્તિના અહમને એટલી હદ સુધી તરબતર કરી દે છે કે પછી પોતાની ટીકા કે વાંક તે ક્યારેય જોઈ શકતા નથી .સહન કરી શકતા નથી.પોતાની બધી આવડત, પોતાની ક્ષમતાઓ ની આગળ એક આડશ ઉભી કરી દે છે. જે વ્યક્તિ સતત આત્મશ્લાઘામાં અટવાયેલો રહે છે, તે સતત એક ભ્રમમાં જીવતો હોય છે. તેનો "હું" નો ભાવ એટલો સમૃદ્ધ હોય છે કે "આપણે" કે "સહિયારા" નો ભાવ અને તેની સંકલ્પના તે સમજી કે સ્વીકારી જ નથી શક્તાં. તેનાથી ધીમે ધીમે તે ઘરના અને સમાજના તેમજ વર્ક પ્લેસ ના બીજા વ્યક્તિ ઓથી દૂર થતો જાય છે. વ્યક્તિ "સ્વ" કેન્દ્રિત બની જાય છે. પોતાની આસપાસની બધી પ્રવૃત્તિઓ પોતાની કેન્દ્રમાં રાખીને જ થવી જોઈએ. પોતાને સૌથી વધુ મહત્વ મળવું જોઈએ એવું ઇચ્છે છે. અને જો આવું ન થાય તો તે ધુઆપુઆ બની જાય છે. રઘવાયો બની જાય છે.
આમ આત્મશ્લાઘા પોતાને જ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. દુઃખી કરે છે તકલીફ આપે છે. આત્મશ્લાઘામાં સતત રાચતો માણસ ઇચ્છવા છતાં પોતાના વ્યક્તિઓને પ્રેમ લાગણી હૂંફ આપી શકતો નથી. પોતે તેમની સાથે આત્મીયતા થી જીવી શકતો નથી. પોતે ઈચ્છવા છતાંય. તેમ કરતાં તેમનો અહમ્ વચ્ચે આવી જાય છે.
ઓથાર કરીને ઉભો એક બગલો...
ચાંચે ચંપકની પીન.....
"હું" ..."મારો"...નો નાં છોડે તંતુ તે ક્યારેય...
ખટકે સહિયારા ની ભીંત.....
આત્મશ્લાઘા એક વ્યસન છે. જે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને બાણમા લે છે. હા અન્ય વ્યસનની જેમ તેને પણ ખુદથી અળગું કરી શકાય છે. જો પોતે મક્કમ મનોબળથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ તો.
આત્મશ્લાઘામાં રાચતો માણસ હિતેચ્છુઓ અને કપટી માણસો વચ્ચેનો ભેદ પારખી શકતા સાવધ નથી રહી શકતો. કેમકે તેને માત્ર ખુશામત, વખાણ સાંભળવા.... ને પોતે બોલતા હોય તો શ્રોતા જે બને તે જ ગમતાં હોય છે. માટે કેટલાક કાવતરાનો ભોગ બને છે. કપટી લોકો પોતાના કામ તેમની પાસેથી ખૂબ સહેલાઇથી કઢાવી શકે છે. આ વ્યસન માંથી બહાર આવવા... સ્વકેન્દ્રી પણામાંથી બહાર આવવા પોતે પ્રયત્ન કરવો પડે. "હું" માંથી "અમે"... "મારું" માંથી "આપણું"... મારાથી ની જગ્યાએ આપણાંથી... ની સહિયારી ભાવના વિકસાવવી પડે..
"મેં કર્યુઁ" નો ભાવ જાય.. ."હું તો માત્ર નિમિત્ત છું"... હું ન હોત તો બીજું કંઈ હોત. એ નિમિત્તતા નો ભાવ સતત મનમાં રાખી વ્યવહાર કરતાં શીખી જઈએ તો આત્મસ્લાઘા નો ભાવ દૂરદૂરથી પણ તમને સ્પર્શશે નહી......
Just ?