- મૌસમી શુકલ
IKIGAI આ એક જાપાનીઝ શબ્દ છે અને તેનો અર્થ છે -
The art of staying young while growing old.
સરળ શબ્દો માં કહેવું હોય તો આ એક એવું પરિબળ જે તમને રોજ સવારે પથારી માંથી ઉઠવા માટે સાદ કરે . દરેક વ્યક્તિ ના અસ્તિત્વ ને ટકાવી રાખવા માટે નું એક સબળ કારણ હોય છે અને તે જ – Ikigai.
ફ્રેન્ચ ભાષા માં પણ આ શબ્દ ને મળતો આવતો કે સુંદર શબ્દ છે-
raison d'être ( the most important reason or purpose for someone or something's existence).
ખરેખર તો આ પુસ્તક ને એક સારું research work કે case study કહી શકાય કે જેના દ્વારા આનંદમય - સ્વસ્થ - લાબું જીવન શી રીતે જીવી શકાય તેનો જવાબ શોધવાનો પ્રયાસ થયો છે. જેમાં અમુક તથ્યો ઉડીને આંખે વળગે એવા છે.
નિવૃત્તિ જેવો કોઈ શબ્દ જ નથી
તમે ઓફિસે જવાનું કે નોકરી કરવાનું અમુક ઉંમર પછી બંધ કરી શકો પણ જીવન કદી રોકાતું નથી કે અટકતું નથી. જીવન ના છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત્તિમય રહેવાની ચાવી આ શબ્દો માં છે –
ધ્યેય પ્રાપ્તિ ની દિશા માં તન્મયતા થી કાર્ય
યોગ્ય આહાર યોગ્ય રીતે લેવો ( hara hachi bu )
નિયમિત કસરત ( radio taiso, Ta-chi)
પ્રેમાળ કુટુંબીજનો અને મિત્રો
મનગમતી સેવાભાવી પ્રવૃત્તિ માં યોગદાન
સ્ફૂર્તિમય શરીર - તંદુરસ્ત મન
શરીર અને મન એકબીજા સાથ અભિન્ન રીતે જોડાયેલા છે. શરીર ને સ્વસ્થ રાખવા માટે જેટલો શારીરિક શ્રમ જરૂરી છે , એટલીજ જરૂરી છે મન ને સ્વસ્થ રાખવા માટે વિવિધ માનસિક કસરત. શારીરિક કસરત વિષે તો ઘણું બધું કહેવાયું છે પણ, માનસિક કસરત શા માટે અને શી રીતે ?
We are what we repeatedly do,
Excellence then is not an act but a habit.
- Aristotle
જો બારીકાઇ થી આપણે આપણી કામ કરવાની પેટર્ન જોઈએ તો સમજી શકીશું કે શરૂઆત માં આપણે જયારે કોઈક નવું કાર્ય શીખીએ છીએ ત્યારે તે કરવાનો અદમ્ય ઉત્સાહ હોય છે અને તેમાં મળતી સફળતા નો આંનદ આપણને ફરી ફરી તે કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે . વારંવાર થતા પુનરાવર્તન થી કુશળતા વધતી જાય છે અને તેને પરિણામે આપણો આત્મવિશ્વાસ વધતો જાય છે, જે મગજ માં આપણી એક positive self-image રચે છે.
આ અનુભવ જેટલો મનનીય છે તેટલો ભ્રામક પણ છે . કેમકે એકવાર કુશળતાના આ સ્તરે પહોંચ્યા પછી જાણે અજાણ્યે સંચાલન auto pilot હસ્તક હોય છે. એનો અર્થ એટલો જ કે આપોઆપ થતા કાર્ય માં આપણે ખાસ કંઈ નવું શીખતાં નથી.
આ એક એવો પડાવ છે જયારે દરેક વ્યક્તિ એ સ્વ -જાગૃકતા કેળવી પોતાના comfort zone માંથી બહાર નીકળવાની જરૂર હોય છે . જે કરવાનો સરળ રસ્તો છે કે નવીન પણ નાના- નાના કાર્ય સફળતા પૂર્વક કરતાં જવું અને પોતાની જાત ને પ્રોત્સાહિત કર્યા કરવી. કેમકે, જેમ Comfort zone માં આપણે નવું શીખતાં નથી તેવી જ રીતે Panic Zone માં પણ આપણે નવું શીખી શકતા નથી.
તણાવ પણ જરૂરી છે ( Eustress vs. Distress)
તણાવ ( stress) - આ બાબતે ઘણું બધું કહેવાયું છે. હકીકત છે કે તણાવ મનુષ્ય ને જલ્દી વૃદ્ધત્વ ભણી લઇ જાય છે . ઘણી બધી શારીરિક તકલીફ નું કારણ પણ તણાવ હોય છે. તણાવ ને લીધે શરીર ની સિસ્ટમ માં Antibodies એ જ રીતે પ્રતિભાવ આપે છે જે સામાન્ય સંજોગો માં Pathogens સામે આપે છે . પરિણામે શરીર ની રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ પડતી જાય છે .
ખરેખર તો તણાવ સારી બાબત છે . તેનો ઉદ્દેશ્ય માનવીને ભયજનક પરિસ્થિતિમાં આત્મસુરક્ષા પ્રદાન કરવાનો છે. થોડી માત્રા માં તણાવ સારો પણ માનવામાં આવે છે જેને Eustress કહે છે. તે આપણી કાર્યદક્ષતા વધારે છે . પણ અતિશય માત્ર માં તણાવ હાનિકારક છે .
તણાવ દરમ્યાન શરીર જે પ્રક્રિયા માંથી પસાર થાય છે તે સરળતા ની નીચે મુજબ દર્શાવી શકાય-
Stress - activates neurons at Pituitary gland- release of corticotrophin-triggers adrenalin gland- release of adrenalin and cortisol- raises respiratory rates, pulses, releases of dopamine and glucose
સૌથી ભયજનક બાબત હોય તો આપણી જીવન જીવવાની પદ્ધતિ. સરેરાશ આઠ થી દસ કલાક ડેસ્ક પર સતત બેસીને લેપટોપ પર કામ કરવાની આદત. બેઠાડુ શૈલી ધીમે ધીમે વ્યક્તિ ને depression, irritability, hypertension, diabetes જેવા રોગો ભણી ધકેલે છે.
સતત ઉતાવળ માં રહેવાની આદત, ઑફિસ માં ઘરે બાકી રહેલ કામની ચિંતા - ઘરે આવ્યા બાદ ઑફિસનું કામ પતાવવાની ચિંતા, ઇન્સ્ટન્ટ ફૂડ - જંક ફૂડ નો વધુ પડતો વપરાશ -આ બધું સરવાળે શરીર- મન - તંદુરસ્તી નું આખું સમીકરણ ખોરવી નાખે છે.
જેટલું મહત્વ ખાન-પાન ની આદતનું છે તેટલુંજ મહત્વ નિદ્રાનું છે . Sleep Management ખુદ એક મોટો વિષય છે , જેના પર ઊંડાણ માં ઘણા સંશોધનો થયા છે . સરળ ભાષા માં કહેવું હોય તો નિંદ્રા દરમ્યાન શરીર નું સમારકામ થાય છે .
Sleep – generates melatonin- Pineal gland produces it from neurotransmitter serotonin as per our diurnal and nocturnal rhythms, which plays a role in our sleep and waking cycle
અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે Positive attitude, Emotional awareness અને Stoic attitude (serenity in the face of a setback) પણ આપણી માનસિક તંદુરસ્તી માં અગત્ય નો ભાગ ભજવે છે.
ખાલીપા ને સભરતા માં પરિવર્તિત કરવાની કળા :
‘જીવન ના ધ્યેય નું સર્જન થતું નથી હોતું પણ આપણે એને શોધતા હોઈએ છીએ’.
તમે શા માટે આત્મહત્યા નથી કરતા ?
કોઈક વ્યકતિ ને સીધો ન પૂછી શકાય તેવો આ સવાલ લેગો થેરાપી નું શરૂઆત નું બિંદુ છે જેનો ઉદ્દેશ્ય વ્યક્તિ ને અંતિમ બિંદુ તરફ લઇ જવાનો છે .જે છે - પોતાના જીવન ના ધ્યેય ની શોધ ( the ultimate goal of life). Psychoanalysis અને logotherapy માં દેખીતો તફાવત છે પણ logo therapy અને Morita therapy થોડે ઘણે અંશે વિપશ્યના ને ચોક્કસ મળતી આવે.
નિત્શે કહે છે –
He who has a 'why' to live for can bear with almost any 'how'.
અનુભવે હું શીખતી ગઈ છું કે દેવ - દાનવ કે સારો માનવી - ખરાબ માનવી એવું કઈ ખરેખર નથી હોતું . દેખાતા ક્રૂર વ્યક્તિના દિલમાં પણ એકાદ ખૂણો નરમ ન હોય તેવું શક્ય નથી. દરેક વ્યક્તિમાં આ બંને પાસાં હોય જ છે પણ આપણે કયા ગુણો ખીલવીને કઈ દિશામાં પ્રગતિ કરીએ છીએ તેનો આધાર દરેક પરિસ્થિતિ માં આપણે લીધેલ નિર્ણય પર હોય છે !
Self awareness , Self analysis અને Readiness to challenge our belief system
આપણી નિર્ણય શક્તિમાં સુધારો કરે છે અને આપણી ધ્યેય બિંદુ તરફની સ્વ યાત્રા થોડી સરળ બનાવે છે .
તાદમ્યતા :
કદીક કોઈ પ્રવૃત્તિ માં આપણે એટલા બધા ડૂબી જઈએ કે સ્થળ , કાળને પણ વિસરી જતા હોઈએ છીએ . આ સ્થિતિ એક ભરપૂર આનંદની ક્ષણ લાવે છે. મોટે ભાગે, આપણે ક્ષણિક આનંદની ક્ષણ માં વધુ જીવતા હોઈએ છીએ - સાધુત્વ અપનાવવાની કે કે સંસાર નો ત્યાગ કરવાની વાત નથી . જરૂર છે, જીવન ના નાના નાના સુખ અને ક્ષણિક આનંદ માં તફાવત સમજવો.
ઈશાવાસ્યોપનિષદ માં પણ કહ્યું છે –
कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् सतं समाः
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे…
તાદામ્યતાનો સૌથી મોટો શત્રુ છે ચંચળ મન. ધ્યાન કેન્દ્રિત કરવાની કળા જે વર્ષો પહેલા સહજ - સાધ્ય હતી તે બાબતે આપણે સંધર્ષ કરી રહ્યા છીએ અને કદાચ આવનારી પેઢી માટે વધુ કપરા દિવસો હશે.
ખરેખર, તો માનવ જાતિની શરીર રચના એક સમયે એક કાર્ય કરવા માટે થઇ છે. મોબાઇલ માં મેસેજ જોતાં જોતાં આપણે જમીએ છીએ, કોઈક કામ શરુ કરીએ અને દર બે મિનિટે મેસેજના બીપ નો અવાજ ધ્યાનભંગ કરે છે. દર દસ મિનિટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ના નોટિફિકેશન્સ ચેક કરીએ છીએ અને બસ આ બધાની વચ્ચે આપણું કામ થતું રહે છે.
તેથી જો ખરેખર 'કામ' કરવાનો આનંદ મેળવવો હોય તો જરૂરી છે આ લલચામણાં વિક્ષેપો થી જાત ને બચાવવી. અને બીજી જરૂરી વાત યાદ રાખવી કે એક સમયે - એક જ કામ સંપૂર્ણ તન્મયતા થી કરવું. જાપાનીઝ ભાષા માં એક આના માટે બહુ સરસ શબ્દ છે -
Ganbaru.
Sophisticated simplicity,
An eye for detail, Quiet-Peaceful working environment
- આ ખૂબ અગત્યના શબ્દ યાદ રાખવા જેવા !
તાદમ્યતા નો બીજો મોટો શત્રુ છે - પરિણામ-લક્ષી અભિગમ
અહીં ભગવદ્દ ગીતા માં કહેલી વાત યાદ રાખવી જરૂરી છે –
‘તું ફળ ની ચિંતા છોડી કર્મ કર’.
કોર્પોરેટ વર્લ્ડ હોય કે શિક્ષણ - આપણે ત્યાં ઉલ્ટી ગંગા વહે છે. કર્મચારીને ટાર્ગેટ પૂરું કરવાની ચિંતા છે. વિદ્યાર્થી ને માર્ક્સ લાવવાની ચિંતા છે. આપણે આ ગળાકાપ સ્પર્ધા, દોટ માં એટલા રઘવાયા થઇ જઈએ છીએ કે, પ્રક્રિયાનું મહત્વ શૂન્ય થઇ જાય છે .મંઝિલ કદાચ સુંદર હોઈ શકે પણ ત્યાં સુધી પહોંચવાની મુસાફરી ખરેખર વધુ સુંદર હોય છે- તે આપણ ને ઘણું બધું શીખવે છે, આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે !
હંમેશા શીખતાં રહો
Learning – that is only thing which the mind can never exhaust, never alienate, never be tortured
by , never fear or distrust and never dream of regretting .
-T. H. White
જીવન નું અંતિમ સત્ય
પ્રેમ ની અમાપ શક્તિ , માનવી ની સારપ માં અખૂટ શ્રદ્ધા
વધુ મુશ્કેલી - વધુ મજબૂતી
Beyond Resilience anti fragility -સંજોગો સામે ઝઝૂમવાની શક્તિ જ નહિ પરંતુ જાત ને વધુ ને વધુ સશક્ત બનાવતા જવાની કળા
હંમેશા યાદ રાખવા જેવું વાક્ય -
This too shall pass
Excellent and impressive
Very nice, thought provoking. Thanks for sharing ??