સાભારઃ ચિરાગ પટેલ.
વાર્તા ૧ઃ સસલાએ ને કાચબાએ દોડની હરિફાઇ કરી. સસલું જલ્દી ભાગે ને કાચબો ધીમી ને મક્ક્મ ગતિએ ચાલે.
સસલું અડધે રસ્તે સૂઇ ગયું ને કાચબો એકધારું ધીમે ધીમે ચાલતાં હરિફાઇ જીતી ગયું.
આ સાંભળીને આપણે સૌ મોટા થયાં.
વાર્તા ૨ઃ સસલાએ બોધપાઠ લીધો ને વિચાર્યું મારો અતિવિશ્વાસ મને નડ્યો. એણે ફરીથી કાચબા જોડે હરિફાઇ કરીને પોતાની ભૂલ સુધારી ને હરિફાઇ જીતી ગયું.
વાર્તા ૩ઃ આ વખતે કાચબાએ વિચાર્યું, મારી નબળાઇ મને નડી ને ફરીથી એણે સસલા જોડે બીજો રસ્તો નક્કી કરીને હરિફાઇ કરી.
એણે પોતાની તરવાની આવડતનો વિચાર કરીને નદીની પાર સુધીની સીમા નક્કી કરી. ને એ જીતી ગયું.
હજુ આગળ વાર્તા વિચારીએ. આ વખતે બંને ભેગા મળ્યા, મિત્રતા કરી ફરીથી લાંબુ અંતર ઓછા સમયમાં કાપવાની હરિફાઇ વિચારી. હવે આગળની વાર્તા નીચેના વિડિયોમાં જોવી જ રહી.
તેનો ટુંક સાર આ રહ્યો,
પહેલા લાંબા રસ્તે કાચબો સસલાની પીઠ પર બેઠું ને સસલું ભાગ્યું, પછી નદી પાર કરવા સસલું કાચબા પર બેઠું ને બંને એ નદી પાર કરી.
ટુંકમાં બંનેએ એકબીજા સાથે હરિફાઇ કરવા કરતાં પોતપોતાની નબળાઇ અને તાકાત સ્વીકાર્યા ને બંને સાથે મળીને ચોક્ક્સ અંતર ટુંકા સમયમાં પસાર કર્યું.
આનું નામ ટીમવર્કઃ
very nice information website for teachers.
thnx
સાથે મળી સફળ થઈઍ.
અપનાવવા જેવી વાત.