- કલ્પના દેસાઈ
https://www.huffingtonpost.in/entry/karamel-squirrel-prosthetic-wheels_us_5ac519e4e4b09ef3b243058d
પૈડાં પર ખિસકોલી!
કોઈ વાર ખિસકોલીને લટકમટક ચાલતી જોઈ છે? ના, એવું આરામથી ચાલવું એના સ્વભાવમાં જ નથી. એ તો જાણે સ્કેટ્સ પહેરીને લસરતી હોય એવી જ દેખાય. ઝાડ પર સખી સાથે સતત પકડાપકડી રમતી ખિસકોલીને જોવી એ પણ લહાવો છે. એવી એક રમતિયાળ ખિસકોલી કેરેમલ સાથે દુ:ખદ ઘટના બની. ટર્કીના એક શહેરમાં એના આગલા બન્ને પગના પંજા જાળમાં ફસાવાને લીધે તૂટી ગયા! બિચારીનું હલનચલન જ બંધ થઈ ગયું. હવે કોણ એનું ધ્યાન રાખે?
જો કે, ઈસ્તંબુલના ડૉક્ટરોએ એક સફળ ઓપરેશન દ્વારા એના આગલા પંજાની જગ્યાએ પૈડાં મૂકી આપ્યા! ડૉક્ટરોનું કહેવું છે કે બહુ જલદી એમની પેશન્ટ પૈડાં પર સરકતી થઈ જશે. ખિસકોલીને આપણી શુભેચ્છાઓ. જેમ જયપુર ફૂટ પોલિયોના દર્દીઓ માટે આશીર્વાદ છે, તેમ જ આ પૈડાં ખિસકોલી માટે આશીર્વાદથી કમ નથી.